- ગુજરાતની હવામાં વેપાર છે કરવામાં
- રાજ્યના રોકાણકારોમાં 27.4 ટકા સુધી મહિલાઓનો હિસ્સો: 2022 કરતા 59 ટકાનો વધારો નોંધાયો
ગુજરાતની પ્રજા બુદ્ધિશાળી પ્રજા છે. જે વેપાર વાણિજ્યમાં અગ્રેસર છે. ત્યારે પુરુષોની સાથે સાથે મહિલાઓ પણ હવે વેપાર વાણિજ્યમાં આગળ પડતી રહી છે. હાલ શેરબજારમાં મહિલા રોકાણકારોએ 25-લાખના આંકને વટાવી દીધો છે, અને રાજ્યના રોકાણકારોમાં 27.4 ટકા સુધીનો હિસ્સો ધરાવે છે, જે નાણાંકીય વર્ષ 22 કરતા 59 ટકાનો વધારો દર્શાવે છે.
સોનામાં રોકાણ અને ફિક્સ્ડ ડિપોઝિટમાં પૈસા રાખીને સલામતી રહે છે તેવી મહિલાઓની માનસિકતામાં હવે બદલાવ આવ્યો છે. ગુજરાતમાં મહિલાઓ તેમની નાણાકીય સ્થિતિ ફરીથી લખી રહી છે. શહેર-સ્થિત સ્ટોકબ્રોકિંગ ફર્મના ડિરેક્ટર વૈભવ શાહે જણાવ્યું હતું કે, “કામ કરતી મહિલાઓ ઇક્વિટી રોકાણ તરફ આકર્ષિત થાય છે, જે બજારના શેરબજારના રોકાણ અંગેની જાણકારી ધરાવતા સાથીઓ સાથેના સંપર્કમાં આવતા અને વધુ વળતરના આકર્ષણને કારણે શેરબજારમાં રોકાણ કરો રહી છે.
એનએસઈ ડેટા મુજબ, વર્ષ 22 ના અંતે ગુજરાતમાં 59.06 લાખ નોંધાયેલા રોકાણકારો હતા, જેમાં મહિલા રોકાણકારોનો હિસ્સો 16.18 લાખ હતો. ઑક્ટોબર 2024 સુધીમાં, નોંધાયેલા રોકાણકારોની કુલ સંખ્યા વધીને 93.65 લાખ થઈ ગઈ હતી, જ્યારે તેમાં મહિલાઓની સંખ્યા 25.66 લાખ થઈ હતી. ઇક્વિટી માર્કેટમાં મહિલાઓની ભાગીદારી વધારવાનો ટ્રેન્ડ દેશભરમાં સ્પષ્ટ છે. વર્ષ 22 ના અંતે, દેશના કુલ નોંધાયેલા રોકાણકારોમાં મહિલાઓનો હિસ્સો 22.6% હતો. ઑક્ટોબર 2024 સુધીમાં, તેમનો હિસ્સો વધીને 23.9% થઈ ગયો હતો. મોટા રાજ્યોમાં, દિલ્હી (29.8%), મહારાષ્ટ્ર (27.7%), અને તમિલનાડુ (27.5%)માં રાષ્ટ્રીય સરેરાશ કરતાં વધુ સ્ત્રી પ્રતિનિધિત્વ છે, જ્યારે બિહાર (15.4%), ઉત્તર પ્રદેશ (18.2%), અને ઓડિશા (19.4%) %) મહિલાઓની ભાગીદારી સાથે પાછળ છે.
આ પ્રાદેશિક ભિન્નતાઓ હોવા છતાં, એકંદર પ્રગતિ સમગ્ર દેશમાં નાણાકીય બજારોમાં લિંગ સમાવેશમાં સતત સુધારો દર્શાવે છે, શાહે નોંધ્યું હતું કે ઘણી મહિલા રોકાણકારો તેમની બચત અથવા કમાણીનો ઉપયોગ કરીને ઈંઙઘમાં ભાગ લે છે અને ઘણીવાર લાંબા ગાળાના રોકાણનો અભિગમ અપનાવે છે.