સવારથી જ ઝરમર વરસાદ વચ્ચે ભાવિકો રામકથામાં ઉમટી પડ્યા
જામનગરમાં માનસ ક્ષમા રામકથાના ત્રીજા દિવસે મોરારીબાપુએ કશ્યપ ક્ષમા અંગે સંવાદ કરી રામનામથી શ્રોતાઓને તરબોળ કર્યા
જામનગરમાં માનસ ક્ષમા રામ કથામાં ત્રીજા દિવસે વરસતા વરસાદ વચ્ચે મોરારીબાપુએ સવારે કથા પંડાલમાં રામનામ સાથે પ્રારંભ કરાવ્યો હતો.
મોરારીબાપુએ ત્રીજા દિવસે સાત્વિક ક્ષમા અંગે વાત કરતા જણાવ્યું હતું કે, રામ, લક્ષમણ પાસે કેવટનો પ્રસંગ યાદ કરતા માંગેલ માફીને પ્રભુએ કરેલ કૃપાને સાત્વિક ક્ષમા રૂપી ગણાવી હતી.
ગુણાતીત ભગવાન રાઘવેન્દ્ર છે. પરમાત્માના દેહ માટે તુલસીદાસજીએ બે ત્રણ વાતો કરી તે જણાવતા પરમાત્માની મૂર્તિ કૃપા મંદિર છે. તેમ જણાવતા ક્ષમા પદાર્થ અણમોલ છે તેમ જણાવ્યું હતું.
મહાભારતમાં અનુ ગીતા આવી તેની વાત કરતા મૂળ મહાભારતની કશ્યપ ગીતાનો ઉલ્લેખ કરતા દ્રૌપદીને યુધિષ્ઠિર ક્ષમાનો બોધ આપે છે. તે દ્રશ્યને ત્રાદ્રશ્ય કરાવતા કહ્યું હતું કે, યુધિષ્ઠિર ધર્મપુરુષ હતા.
ક્ષમા બ્રહ્મ: ,ક્ષમા સત્યમ, ક્ષમા ભૂતન ચ, ભાવિ ચ,ક્ષમા તપ:,ક્ષમા શૌચમ, સમયેદમ, ધ્રુતમ જગત: શ્લોક દોરાવતા મોરારી બાપુએ માર્મિક ક્ષમા અંગે વાત કરતા જણાવ્યુ હતું કે ,કશ્યપ ગીતા બ્રહ્મને ક્ષમા ગણાવે છે.
મોરારીબાપુએ મુંબઈની ટાટા હોસ્પિટલની ઘટનાનું ઉદાહરણ આપતા ટાટાએ પરિચરિકા સાથે ડ્યુટી દરમ્યાન થયેલ સંવાદ બાદ ટાટા એ પરિચરિકાની રજા સુધી રાહ જોઈ તેની માફી માંગી તેના ઉદાહરણ સાથે ક્ષમનું મર્મ સમજાવ્યું હતું.
ઇષ્ટ તર્ક સારા હોય છે, દુષ્ટ તર્કને ફેંકી દેવા તુલસીએ કહ્યું છે.તેમ મોરારીબાપુએ વ્યાસપીઠ પરથી જણાવ્યું હતું.
વર્તમાન કાળ છે જ નહીં. માત્ર ભવિષ્ય અને ભૂતકાળ જ છે. પળો આવે ત્યારે મોતી પરોવી લેવાની વાત કરતા મોરારીબાપુએ કહ્યું કે ભૂત અને ભવિષ્યકાળ છે. વર્તમાનકાળ નહિ સ્થિતિ છે.
ક્ષમા તમારે ઘર આંગણે છે. તેમ જણાવતા ક્ષમા તપ: છે. એમ કશ્યપ ગીતા અંગેની વાત કરતા દ્રૌપદી નું ઉદાહરણ આપતા ક્ષમાની વાત કરી હતી. તમારી આંખોને ભીની રાખી તપ કરવા જણાવી તેજ વધારશે. જેથી ક્ષમાનું તપ કરવાની વાત કરી હતી.
ક્ષમા સાચા ધર્મમાંથી આવે. કલિયુગ તપનો કાળ નથી. લખમણ બાપુએ કરેલ વાતને યાદ કરતા જણાવ્યું હતું કે, અમે શુદ્ધ થઈને તમને સેવ્યા છે. આવી વાત મોરારીબાપુએ કરતા ક્ષમા અંગેના દ્રષ્ટાંતો આપ્યા હતા. અને આખી પુથ્વીને ક્ષમરૂપી ગણાવી છે.