આપણે કુદરતી વાતાવરણમાં ફરવુ જોઇએ એવુ માનીને બગીચામાં ફરવા તો નીકળી પડીએ છીએ. પરંતુ પછી જો આપણું ધ્યાન કુદરતના કરિશ્મા સમા સૌદર્ય પર ન હોય તો બગીચામાં ગયેલુ ધૂળમાં મળ્યુ કહેવાય. વૈજ્ઞાનિકોની કહેવુ છે કે જો તમે તમારી આસપાસની કુદરતને માણવાનો સમય નથી કાઢતા તો કુદરતી વાતાવરણનો કોઇ ફાયદો નથી થતો. કેનેડાની યુનિવર્સિટી ઓફ બ્રિટિશ કોલમ્યિાના રિસર્ચનું કહેવું છે કે પ્રકૃતિને મન ભરીને જોવી, ફુલોની સુગંધને માણીએ તો જ તેનો ફાયદો થાય છે.
જે લોકો કુદરતના ખોળે જઇને પ્રકૃતિનો આનંદ માણે છે તેઓ જ ફક્ત શારિરીક તેમજ માનસિક લાભ મેળવી શકે છે. પોઝીટીવ સાયકોલોજી નામની જર્નલમાં છપાયેલા અભ્યાસમાં નોંધાયુ છે કે કુદરત અને આસપાસના વાતાવરણની હકારાત્મક બાબતોને સંવેદનાની આદત ધરાવતા લોકો જ સ્વસ્થ રહે છે જ્યારે ચાલવા નીકળો કે ઘરની બારીમાં બેસીને બહાર જોતા હોવ ત્યારે કલરવ કરતા પંખીઓને જોવાનું, રંગબેરંગી ફુલોને સુંઘવાનું, મસ્ત કરતુ ગલુડીયાઓને જોઇને તમારુ મન ચોક્કસ હળવુ થશે.