જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પરની ટર્નલી ભારતને ફાયદા હિ ફાયદા દરરોજનું ૨૭ લાખનું ઈંધણ બચશે અને જમ્મુ-શ્રીનગર વચ્ચેનું ૪૦ કિ.મી.નું અંતર ઘટશે

ચૈત્રી નવરાત્રીમાં માતાની આકરી આરાધના સો લોકસેવામાં મોદી ખડેપગે

ચૈત્રી નવરાત્રીમાં વડાપ્રધાન મોદી માતાની આકરી આરાધના કરે છે. તેઓ ૯ દિવસના ઉપવાસ રહે છે જેમાં માત્ર ગરમ પાણી, દૂધ અને જયુશ આરોગે છે. આવી આકરી આરાધના દરમિયાન પણ મોદી ઈન્ફ્રાસ્ટ્રકચર જસ્ટીસ અને ટેકનોલોજીના વિકાસ માટે ખડેપગે છે. આવતીકાલે દેશની સૌી લાંબી ટર્નલને ખુલ્લી મુકયા બાદ તેઓ જાહેરસભા સંબોધશે. ત્યારબાદ તેઓ મલેશીયાના વડાપ્રધાન નજીબ રજાક સો બેઠક કરશે. આ ઉપરાંત તેઓ અલ્હાબાદ હાઈકોર્ટની ૧૫૦મી એનિવર્સરીની ઉજવણી માટે પણ હાજર શે. તેઓ આખા પખવાડિયા દરમિયાન લોકસેવામાં સતત ખડેપગે રહી માતાની આકરી આરાધના કરશે.

કાશ્મીરના વાહન-વ્યવહાર માટે મહત્વનો ભાગ ભજવનારી ટર્નલને આવતીકાલે રવિવારે વડાપ્રધાન મોદી ખુલ્લી મુકશે. આ ટર્નલને શીયાળો, ઉનાળો કે ચોમાસુ અવા હિમવર્ષા સહિતની કોઈપણ ઋતુની અસર તી ની. દર વર્ષે હિમ વર્ષાના કારણે કાશ્મીરનો જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે લાંબા સમય સુધી બંધ ઈ જાય છે. આ ટર્નલ શ‚ તા આ મુશ્કેલીનું નિવારણ આવી જશે. આ ટર્નલ એક રીતે અફઘાનિસ્તાન સોના વેપાર માટે પણ મહત્વનો ભાગ ભજવશે.

ટર્નલને બનાવવામાં પાંચ વર્ષનો સમયગાળો અને ‚ા.૨૫૦૦ કરોડ ખર્ચાયા છે. ૧૦.૮૯ કિ.મી. લાંબી આ ટર્નલ જમ્મુી શ્રીનગર વચ્ચેનું અંતર ૪૦ કિ.મી. સુધી ઘટાડી દેશે. જેનાી મુસાફરીનો સમય બચશે. બરફ વર્ષા લેન્ડસ્લાઈડ સહિતની આફતોના કારણે આ રોડ જોખમી ગણવામાં આવે છે. આ ટર્નલના કારણે જોખમ ઘટશે ઉપરાંત રોજના ૨૭ લાખ બચશે તેવો દાવો સરકારે કર્યો છે. કિસતવાર, ડોડા અને ભુદેરવાહ સહિતના જમ્મુના ક્ષેત્રોને આ ટર્નલના કારણે મદદ મળશે.નેશનલ હાઈવે ઓોરીટી દ્વારા વર્ષ ૨૦૧૧માં ફોર લેનનો ૨૮૬ કિ.મી. હાઈવે બાંધવાના કામની શ‚આત ઈ હતી. આ કામના ભાગ‚પે ટવીન ટયૂબ ટર્નલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ટર્નલ એશિયાની સૌી મોટી રોડ ટર્નલ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.