રાજકોટમાં સૌ પ્રથમ પ્રીમીયમ સર્ટીફાઈડ કોર ફિટનેસએન્ડ રેહાબ સેન્ટરનું બોલીવુડ એકટર સાહિલ ખાનના હસ્તે ઉદઘાટન: દર્દીઓ માટે જેરાટીક ટ્રેનીંગ:કીડ્સ માટે અલગ પ્રોગ્રામ: કાર્ડિયો, સ્પોર્ટસ ન્યુટ્રીશન, ફિઝોથેરાપીસ્ટ, એરોલીક, ઝુમ્બા સહિતની સુવિધા ઉપલબ્ધ: સાહિલખાન અને સંચાલક પ્રમીત પાટડીયા સાથે મળી પત્રકાર પરિષદરાજકોટ
રાજકોટમાં કોર ફિટનેસ એન્ડ રેહાલ સેન્ટરનું ઉદઘાટન આજે ફિટનેસ આઈકન અને બોલીવૂડ એકટર સાહિલખાનના હસ્તે કરવામાં આવ્યું છે. આ તકે પ્રથમ વખત રાજકોટ આવેલા સાહિલખાને પત્રકાર પરિષદમાં જણાવ્યું હતુ કે યોગા અને જીમ બંનેમાં તફાવત છે. જો કે શરીર તંદુરસ્તી માટે બંને અનુકુળ છે. જીમ માટે સવારનો સમય દરેક વ્યકિત માટે શ્રેષ્ઠ છે. જોકે જે કોઈને સવારે અનુકુળતા ન હોય તો તેઓ સાંજે પણ જીમ કરી શકે. તેઓ દરરોજ બે કલાકજીમ કરતા હોવાનું જણાવ્યુંં હતુ. આ તકે સંચાલક પ્રમીત પાટડીયાએ જણાવ્યું હતુ કે તેઓના પિતાની તબિયત બગડતા ફિટનેસ સેન્ટર ખોલવાનો નિર્ણય કર્યો. સેન્ટરની વિશેષતા એ છે કે અહી જીમમાં એન્ટ્રી માટે પ્રથમ રીટન ટેસ્ટઅને ત્યારબાદ ફીઝીકલ ટેસ્ટ પછી સિલેકશન કરવામાં આવે છે. વિગતવારમાહિતી આપતા સાહિલખાન અને સંચાલક પ્રમીત પાટડીયા સાથે પત્રકાર પરિષદ મળી હતી.
રાજકોટના લોકો ફીટનેશ પ્રત્યેજાગૃત થઈ રહ્યા છે. ત્યારે આજે કોર ફીટરનેશ એન્ડ રેહાબ સેન્ટરનો પ્રારંભ રાજકોટમાં પોશ વિસ્તાર સમા કાલાવડ રોડ પર થઈ ગયો છે. બોલીવૂડ એકટર સાહિલખાનને બેસ્ટ ઈન્ડિયાસ યુથ આઈકોનો એપીજે અબ્દુલ કલામ એવોર્ડથી સન્માનીત કરવામાં આવ્યા છે.
જેમાં જણાવ્યું હતુ કે સૌરાષ્ટ્રમા સૌ પ્રથમ વખતે પ્રીમીયમ સર્ટીફાઈટ ફીટનેશ સેન્ટરનો પ્રારંભ રાજકોટની ફીટનેશ પ્રત્યે જાગૃત લોકો માટે કરવામાં આવ્યો છે પોશ વિસ્તાર સમા કાલાવડ રોડ પરના બિઝનેશ પાર્કમાં સેન્ટર શરૂ કરવામાં આવ્યુંછે. આ સેન્ટરમાં રાજકોટમાં પ્રથમ વખત જેરાટીક ટ્રેનીંગ પ્રોગ્રામ લાવવામાં આવ્યો છે. જેમાં ૫૦ વર્ષથી મોટી ઉંમરના લોકો જેને ડાયાબીટીસ, બી.પી. સહિતની બિમારી હોય છે. તેવા લોકો માટે ખાસ ટ્રેનીંગ થકી ફીટ કરવામાં આવશે.આ ટ્રેનીંગ માટે ખાસ સર્ટીફાઈટ ટ્રેનર, ફિઝિયોથેરાપીસ્ટ, ન્યુટ્રીશનની ટીમ ખડે પગે રહેશે. તેમજ કીડસ માટે અલગ પ્રોગ્રામ બનાવવામાં આવ્યો છે.
જેથી કિટ્સ નાનપણથી ફીટનેશપ્રત્યે જાગૃત થાય આ સિવાય ફીટનેશ સેન્ટર કુલ ૩૫૦૦ કાર્પેટ એરિયામાં ફેલાયેલું છે.જેમાં કાર્ડિયો સ્ટ્રેન્થ એન્ડ કોડીનેટીંગ ક્રોસફીટ ગ્રુપ ફંકશનલ ટ્રેનીંગ,ન્યુટ્રીશન, એડવાન્સ સ્પાર્ટસ ટ્રેનીંગ, યોગા કોસ પાઈલ્ટસ, કીડ ફીટરનેશ રેહાબીલેશ્યન,સ્પોર્ટસ ન્યુટ્રીશન, ફિઝોથેરાપીસ્ટ, અરેબીક અને ઝુમ્બા સહિતની સુવિધા ઉપલબ્ધ છે.
પ્રથમ ૧૦૦ મેમ્બર માટે ખાસ ઓપનીંગ ઓફર
રાજકોટની ફીટરનેશ અંગે જાગૃત લોકો માટે ખાસ ઓફસ સેન્ટર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. જેમાં પ્રથમ ૧૦૦ મેમ્બર માટે ખાસ ઓપનીંગ ઓફર રાખવામાં આવી છે.
જેમાં ૧૦૦ મેમ્બર માટે ખાસ લકકીડ્રો રાખવામાં આવશે.જેમાં મેમ્બરનેસ્માર્ટ ફોન, સ્માર્ટ વોચ અને ફીટનેશ બેન્ડ ફીટનેશ કીટ જીતવાનોમોકો મળશે.