આઈસીસી એન્ટી કરપ્શનના એલેકસ માર્શલનો ચોંકાવનારો ખુલાસો
ક્રિકેટ શારીરીકની સાથે માનસીક રમત પણ છે, ક્રિકેટ નશો છે. એમ કેટલાક લોકો આ સ્પોર્ટસ પર અલગ અલગ વિચારણા ધરાવે છે. તો સટ્ટા માટે પણ ક્રિકેટ હોટ ફેવરીટ ગેમ છે. શ્રીલંકામાં ક્રિકેટનેલઈ થતા ભ્રષ્ટાચાર મુદે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સીલ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.
પરંતુ આ કરપ્શનની તપાસકર્તા અધિકારીએ એલેકસ માર્શલે ખુલાસો કર્યો હતો કે આ પ્રકારની ગતિવિધિઓમાં મોટાભાગે ભારતીય લોકો સટ્ટો રમે છે. લંકન ખેલાડી જયસૂર્યા ઉપર હાલ ફીકસીંગનો આરોપ નથી. પણ તપાસ અધિકારીઓનો સહયોગ ન આપવાને કારણે તેને દોષી માનવામાં આવે છે.
તાજેતરમાં જ આઈસીસીનાં એસીયુએ ઈગ્લેન્ડ અને શ્રીલંકાના ક્રિકેટરો સાથે જોડાયેલા ભ્રષ્ટ લોકોની તપાસ શરૂ કરી છે. આઈસીસીના અધિકારીએ જણાવ્યું કે શ્રીલંકામાં સ્થાનીક અને ભારતીય બંને સટ્ટામાં સામેલ છે. પણ દુનિયામાં સૌથી વધુ સટ્ટોડિયા ભારતીય છે.
માર્શલનો ખુલાસો ચોંકાવનારો નથી કારણ કે પાકિસ્તાનના લેગ સ્પિનર દાનિશ કનેરિયાએ ગુરૂવારે સ્વિકાર્યું હતુ કે મેચ ફીકસીંગ માટે તેને ભારતીય બુકી અનુ ભટ્ટે પૈસા આપ્યા હતા. વધુમાં માર્શલે જણાવ્યું હતુ કે આ માટે જ અમે સટ્ટોડિયાઓની માહિતી નામ અને ફોટા જાહેર કરી રહ્યા છીએ જે શ્રીલંકા તેમજ ટુર્નામેન્ટના ખેલાડીઓને ખરીદી રહ્યા છે. આઈસીસી હાલ એકટીવ કરપ્ટર્સનું મોનીટરીંગ હાથ ધરવામાં આવ્યું છે. મુખ્યત્વે હાલ ૬ લોકો ક્રિકેટ કરપ્શન કરતા હોવાનું સામે આવ્યું છે જેમાં મહિલાઓ પણ સામેલ છે.