રણછોડદાસ બાપુ આશ્રમ અને રામકૃષ્ણ આશ્રમ સહિતના સ્થળોએ ગુરૂપુર્ણિમાએ ગુરૂ વંદના કરતા શિષ્યો
અષાઢ સુદ પૂનમ એટલે કે ગુરૂપુર્ણિમાના પાવન અવસરે આજે શિષ્યોએ ભક્તિભાવ અને પૂર્ણ શ્રધ્ધા સાથે ગુરૂની વંદના કરી હતી. જીવનના અંધકારમાં સાચો રસ્તો બતાવનારા ગુરૂનું દરેક વ્યક્તિના જીવનમાં વિશેષ મહત્વ રહેલું હોય છે. આજે સવારથી રણછોડદાસબાપુ આશ્રમ અને રામકૃષ્ણ આશ્રમ સહિતના ધાર્મિક સ્થળોએ શિષ્યોનો પ્રભાવ અવિરત ચાલુ રહ્યો હતો. સૌરાષ્ટ્રના ખ્યાતનામ તીર્થધામ ખાતે પણ આજે ગુરૂપુર્ણિમા પર્વની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન અને માતા-પિતા જેટલું જ વિશેષ સ્થાન ધરાવતા ગુરૂઓના ચરણોમાં શિશ ઝુકાવી શિષ્યો પાવન થયા હતા.