અનેક લોકોની કોણી પર કાળાશ જોવા મળતી હોય છે. ત્યારે આ કાળાશ તમારી પર્સનાલિટી ખરાબ કરવાનું કામ કરે છે. આમ, તમે આ ઘરેલુ ઉપાયોની મદદથી કોણી પરની કાળાશ સરળતાથી દૂર કરી શકો છો.
મોટાભાગનાં લોકો ચહેરાની દેખરેખ વધારે કરતા હોય છે. આ દરમિયાન આમ ચહેરાની કેર કરવામાં કોણીની કાળાશ દૂર કરવાનું ભૂલી જાય છે. ત્યારે આ કારણે પર્સનાલિટી પણ ખરાબ પડે છે. કોણીની કાળાશ તમે દૂર કરતા નથી તો હાથ પણ સારા લાગતા નથી. આ દરમિયાન કોણીની કાળાશ થવા પાછળ અનેક કારણો જવાબદાર હોય છે.
આમ, તમે આ કાળાશને સરળતાથી ઘરે જ દૂર કરી શકો છો. આ માટે વધારે રૂપિયા ખર્ચવાની જરૂર નથી. તો જાણો આ ઘરેલુ નુસખાઓ વિશે.
હળદર અને લીંબુ :
હળદર અને લીંબુનો ઉપયોગ કરીને તમે કોણીની કાળાશને સરળતાથી દૂર કરી શકો છો. તેમજ હળદર અને લીંબુનાં રસની આ પેસ્ટ સ્કિન પર ચમક લાવવાનું કામ કરે છે. હળદરમાં એન્ટી ઇન્ફ્લેમેટરી અને એન્ટી સેપ્ટિક ગુણ હોય છે, જે ત્વચાની રંગત સુધારવામાં મદદ કરે છે. જ્યારે લીંબુનો રસ ડેડ સ્કિન દૂર કરવાનું કામ કરે છે. આ માટે એક ચમચી હળદર લો અને એમાં લીંબુનો રસ મિક્સ કરો. ત્યારબાદ આ પેસ્ટ કોણી પર લગાવો અને 20 મિનિટ સુધી રહેવા દો. ત્યારબાદ બે મિનિટ સુધી મસાજ કરો. આ પેસ્ટનો ઉપયોગ તમે નિયમિત કરશો તો કોણીની કાળાશ સરળતાથી દૂર થઈ જશે.
કોફી પાવડર અને દહીં :
કોફી પાવડર અને દહીંની મદદથી પણ તમે કાળાશને દૂર કરી શકો છો. આ એક પ્રાકૃતિક સ્ક્રબ છે, જે કોણીની કાળાશ દૂર કરવાનું કામ કરે છે. આ સાથે ત્વચાને ગોરી બનાવે છે. તેમજ દહીંમાં લેક્ટિક એસિડ હોય છે જે ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. આ માટે દહીંમાં જરૂર મુજબ કોફી મિક્સ કરીને કોણી પર લગાવો. ત્યારબાદ 30 મિનિટ પછી ધોઈ લો .
ટામેટા :
ટામેટાની મદદથી તમે કોણી પરની કાળાશ સરળતાથી દૂર કરી શકો છો. આ માટે ટામેટા લો અને મિક્સરમાં ક્રશ કરી લો. ત્યારબાદ હવે આ ટામેટાની પેસ્ટમાં હળદર મિક્સ કરો. અને કોણી પર લગાવો અને 25 મિનિટ રહેવા દો. ત્યારપછી સુકાઈ જાય એટલે 5 મિનિટ સુધી મસાજ કરો. આમ કરવાથી કોણીની કાળાશ ધીરે-ધીરે નીકળી જશે.
અસ્વીકરણ : અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અબતક મીડિયા કોઈપણ માહિતીનું સમર્થન કે પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.