૧૯૯૦-૨૦૦૦ના સમયગાળામાં વિશાળ માત્રામાં ઇન્ટરનેટ કંપનીઓ બનવા માંડી: ઇન્ટરનેટના સમુદ્રની આ ભરતી એટલી ઊંચે ચડી કે દરેક કંપની જે પોતાના નામ સો યકે.ભજ્ઞળ લગાડતી તેના સ્ટોકના ભાવ આસમાને પહોંચી જતાં

ક્યાં યે બાત સહી હૈ… કી બીના ટેક કે સ્ટાર્ટઅપ હી નહીં હૈ?.. જ્યારે કોઈ એક ઉદ્યોગ સાહસિક પોતાની આસપાસની સમસ્યાઓનું નિવારણ કરવા કોઈ નવીનીકરણ કરે તો તેનું આ સાહસ સ્ટાર્ટઅપ કહેવાય છે. વર્તમાન સમયમાં દરેક નવીનીકરણ કોઈ ને કોઈ ટેક્નોલોજી ના ઉપયોગથી થતું હોય છે. અત્યારે ઇન્ટરનેટ કે ટેક્નોલોજી વિશે ના દરેક નવા સાહસ ને સ્ટાર્ટઅપ નામ આપી દેવાય છે. ટેક સ્ટાર્ટઅપ્સની સંખ્યા ભલે પૂર્ણ બહુમતમાં છે પરંતુ સ્ટાર્ટઅપ ટેક્નોલોજી ક્ષેત્રે જ હોવું જોઈએ એવું એના બંધારણમાં નથી. અત્યારે દુનિયાભરમાં સ્ટાર્ટઅપ શબ્દ દરેક ના ઉચ્ચારણમાં સમાયેલો છે. પરંતુ આ સ્ટાર્ટઅપ આવ્યું ક્યાી? ક્યાં કારણે ધંધાની જગ્યાએ હવે સ્ટાર્ટઅપ શબ્દ જ લખાઈ ગયો છે? શું ભારતની અર્થવ્યવસથા આ સ્ટાર્ટઅપ ના પૂર માટે સુસંગત છે? જો નથી.. તો ક્યાં પરિબળોનું વિકસવું જરૂરી છે?

સ્ટાર્ટઅપ ના આ પૂરના પાયા ડોટકોમ બબલમાં છે. ૧૯૯૦ – ૨૦૦૦ ના સમય ગાળામાં વિશાળ માત્રામાં ઇન્ટરનેટ કંપનીઓ બનવા માંડી. ઇન્ટરનેટ ના સમુદ્ર ની આ ભરતી એટલી ઊંચે ચડી કે દરેક કંપની જે પોતાના નામ સાથે ય કે .ભજ્ઞળ લગાડતી તેના સ્ટોક ના ભાવ આસમાને પહોંચી જતાં. ભારે માત્રામાં આ ડોટકોમ વાળી કંપનીઓ પ્રખ્યાત થતાં આ ખ્યાલ ને ડોટકોમ બબલ એવું નામ આપવામાં આવ્યું. આ સમયે સ્પાયેલા ઘણા સ્ટાર્ટઅપ આજે સફળ કંપનીઓમાં પરિણમ્યા છે. સ્ટાર્ટઅપ શબ્દ આ ડોટકોમ બબલ ના સમયે વિશ્વવિખ્યાત થયો હતો. પરંતુ આ પ્રસાર ને તેના જન્મ સો સાંકળી લેવું એ ભૂલ ભરેલું શે. કોઈ ઉદ્યોગ સ્ટાર્ટઅપ નામથી ઓળખાતા જ કોઈ પ્રયત્ન વિના એક નવીનીકરણ કહેવાય જાય છે.

સ્ટાર્ટઅપ ના સમયગાળા ને એકદમ ચોક્કસપણે તો વર્ણવી શકાય નહીં, પરંતુ એવું કહેવાય છે કે ૧૯૨૦ અને ૧૯૩૦ ના દાયકા દરમ્યાન ની વૈશ્વિક મહામંદી ના ગાળા પછી આ સ્ટાર્ટઅપ કહેવાતી કંપનીઓ વધુ પ્રચલિત થઈ. સિલિકોન વેલીમાં જંગી માત્રામાં શરૂ થયેલ કંપનીઓ ને મુખ્યત્વે સ્ટાર્ટઅપ નામ મળ્યું. આ પૂર ધીમે ધીમે આખી દુનિયા માં ફરી વળ્યો. જો સિલિકોન વેલી ના આ સ્ટાર્ટઅપ નું ઉદાહરણ લઈએ તો જગવિખ્યાત તા સર્વોપરી શ્રી ગૂગલ દાદા ને યાદ કરી શકાય. ૧૯૯૮ માં શરૂ થયેલ આ સ્ટાર્ટઅપ આજે વિશ્વ ની સૌથી મોટી કંપનીમાં ની એક બની ગઈ છે.

ભારત માં ૨૦૦૮ ની વૈશ્વિક મંદી બાદ સ્ટાર્ટઅપ ક્રાંતિ શરૂ થઈ હતી. મંદી દરમિયાન કંપનીઓ દ્વારા તેના કર્મચારીઓ ને છૂટા કરવા માં આવ્યા હતા. સૌથી વધુ આઇટી ક્ષેત્રે આ નોકરી ગુમાવવાનો દર પ્રસર્યો હતો. આ નોકરી ની ખપત ભારત માં સ્ટાર્ટઅપ ની ક્રાંતિ લાવવા માટે નું એક મહત્વ નું પરિબળ બન્યું. આ બાદ ભારત એ પાછળ જોયું ની. જેમ આપણે સૌ જાણીએ છીએ કે ભારત પાસે એક બહોળા પ્રમાણ માં યુવાવર્ગ છે. ભારત ની ૬૫ ટકા વસ્તી ૨૫ થી ૩૫ વર્ષ ની વય ધરાવતા યુવાનો ની છે. આ કારણે શિક્ષિત યુવાઓ ઉદ્યોગ સાહસ માં ઝંપલાવી શકે. આ મજબૂત પરિબળ ભારત ને એક વિશાળ અને સધ્ધર ર્અશા બનાવી શકે છે.

શું સ્ટાર્ટઅપ ટેક જ હોવું જોઈએ?

સ્ટાર્ટઅપ અને ઇન્ટરનેટ બંને એકસો વિકસિત થયા હતા. બંને વચ્ચે ના સમયગાળા માં વધુ તફાવત નથી. વૈશ્વિક મહામંદીએ નોકરી ની તકો સર્જવા ની પ્રેરણા આપી. સિલિકોન વેલી માં મોટી માત્રા માં નાના ઉદ્યોગ ની સપના ની હરીફાઈએ આજે અમેરિકા ને એક અતિ સમૃદ્ધ અર્થવ્યવસથા બનાવી દીધી. ચીન માં પણ આવી જ ક્રાંતિએ વિશ્વભર ના ઇલેક્ટ્રોનિક સંસ્થાપકો ને ત્યાં પોતાના ઉદ્યોગ સપવા પ્રેરિત કર્યા. પરંતુ હમેશા થી સ્ટાર્ટઅપ ને લોકો એ ટેક્નોલોજી ના માધ્યમ થી થતાં નવીનીકરણ તરીકે ઓળખ્યું છે. પરંતુ હકીકત માં કોઈ પણ ઉદ્યોગ જે નાના પાયા થી શરૂ તો હોય અને જે મોટે ભાગે સ્વખર્ચે અવા તો કોઈ સીડ ફંડિંગ દ્વારા સ્થપાયો હોય તે સ્ટાર્ટઅપ કહી શકાય. ઇન્ટરનેટ સ્ટાર્ટઅપ ની સંખ્યા બહોળા પ્રમાણ માં છે પરંતુ ઇન્ટરનેટ જ સ્ટાર્ટઅપ નથી. કોઈ પણ પ્રક્રિયા ને સહેલી બનાવવા માટે કરાતું નવીનીકરણ એ સ્ટાર્ટઅપ છે. કોઈ બિનપરંપરાગત ઢબે સમસ્યા નો હલ કાઢવો એ પણ સ્ટાર્ટઅપ જ છે. કોઈ જંગી રોકાણ કે ઇન્ટરનેટ ના સર્વનામો સ્ટાર્ટઅપ ની વ્યાખ્યા નથી આપતા, સ્ટાર્ટઅપ બનાવવા પાછળ ની વિચારધારા તેને એક નવી શોધખોળ બનાવે છે.

ભારત અને વિદેશ વચ્ચેનો સ્ટાર્ટઅપ સંસ્કૃતિ તફાવત

કોઈ પણ દેશનો ઔદ્યોગિકવિકાસ માં ત્યાં ની ર્અવ્યવસ સો સંસ્કૃતિ પણ ભાગ ભજવે છે. લોકો ની માનસિકતા, રૂઢિ અને અભિગમ તેની ઉદ્યોગ સાહસિકતા નું બીજ રોપે છે. કોઈ પણ દેશ ફક્ત ઉદ્યોગ સપવા સહેલા કરી દેશે તો વિદેશ થી લોકો ત્યાં ઉદ્યોગ ની સ્થાપના કરશે. જો દેશ ના લોકોને ઉદ્યોગ સાહસિક બનાવવા હોય તો ત્યાં ની માનસિકતા, રૂઢિ અને અભિગમ માં ઉદ્યોગસાહસિકતા નું મિશ્રણ કરવું જરૂરી છે. ભારત ની સંસ્કૃતિ ના મૂળ માં તો ખૂબ જ સમૃદ્ધ વ્યાપાર વસેલો છે. પરંતુ વિદેશ આક્રમણ એ આ સમૃદ્ધ શ્રુંખલા ને કમજોર બનાવી દીધી.

Tech show logo niket bhatt

અંગ્રેજો ના આગમન બાદ ભારત માં સરકારી નોકરી ખૂબ પ્રખ્યાત થઈ. સૂટ પહેરેલા બાબુઓ બનવાની ઉત્કંઠા આજે પણ જોવા મળે છે. સરકારી કર્મચારી ને વિશેષ માન આપવા માં આવે છે. લોકો વર્ષો સુધી સરકારી નોકરી મેળવવા પ્રયત્નશીલ બને છે. માતા-પિતા પોતાના પુત્ર ને સરકારી નોકરી માટે સૌથી વધુ પ્રોત્સાહિત કરે છે. જો આ જ માતા-પિતા પોતાના પુત્ર ને નવીનીકરણ અને ઉદ્યોગ સાહસિક બનતા શીખવી દે તો ભારત વિશ્વ માં સૌથી વધુ સ્ટાર્ટઅપ ધરાવતો દેશ બની શકે. ભારત ખૂબ સહેલાઈ થી ચાઇના અને અમેરિકા જેવી મજબૂત અર્થવ્યવસ્થા કરતાં પણ આગળ નીકળી જાય. યુવાનોના લગ્ન બાયોડેટા માં જો ઘાંટા અક્ષરે  સરકારી નોકરી લખેલું હોય તો બીજું કઈ જ જોવાતું નથી. જો વિશ્વ ની સૌથી મોટી લોકશાહી સ્વતંત્ર નવીનીકરણ ની જગ્યાએ સરકારી નોકરી ને જ પ્રોત્સાહિત કરશે તો ભારત સામ્યવાદી જ શુકામ ન બની જાય! હા, સરકારી નૌકરી કોઈ ખરાબ વસ્તુ નથી, અને દેશ ને એક શિક્ષિત સરકારી કર્મચારી ની પણ જરૂર છે. પરંતુ સંતુલન બનાવવું એ અત્યંત જરૂરી છે.

અમેરિકા અને યુરોપ ના દેશો માં આત્મનિર્ભર બનવાની પ્રણાલી છે. એક યુવાન શિક્ષણ મેળવ્યા બાદ આર્થિક રીતે સંપૂર્ણ પગભર બનવા નું શરૂ કરી દે છે. આ પ્રણાલી તેને સાહસિક બનાવે છે. અસ્તિત્વ માટે ની લડત હમેશા નવીનીકરણ ને જન્મ આપે છે. આ જ કારણે અતિ સફળ કંપની ના સ્થાપકો એક ખૂબ સામાન્ય પરિસ્તિીમાં થી ઊપજી આવ્યા છે.

ભારત માં મેક ઇન ઈન્ડિયા અને ડિજિટલ ઈન્ડિયા જેવી યોજનાઓ એ કથિત રીતે ભારત માં ઉદ્યોગ સ્થાપવા સહેલા બનાવ્યા છે. જો વૃક્ષ ની ડાળીઓ થી મૂળ સુધી જઈએ તો હજુ પણ ભારત માં સ્ટાર્ટઅપ ચલાવવા સામે ઘણા અવરોધો છે. સ્ટાર્ટઅપ ના ધ્યેય ની જગ્યાએ તેના માર્કેટિંગ માટે વધુ ધ્યાન અપાય છે. અલગ અલગ ઈવેન્ટ અને મેળવડા માં ફક્ત યુક્તિઓ વિશે ચર્ચા થાય છે. પરંતુ એ જાણવું જરૂરી છે કે યુક્તિ કરતાં તેનું અમલીકરણ વધુ મહત્વનુ છે. વિચારો ને પાવરપોઈંટ માં ચીતરવા કરતાં તેના પ્રાયોગિક અમલીકરણ પર વધુ ધ્યાન આપવું જરૂરી છે. એલોન મસ્ક પોતાની કંપનીઓ માં સૌથી વધુ સમય પ્રોડક્ટ ને શ્રેષ્ઠ બનાવવા માં ગાળે છે. આ કારણે જ તે વિશ્વ માં ટોંચ પર છે. ભારત માં આઇબીએમ અને ગૂગલ જેવી કંપની બનતા હજુ ઘણો સમય લાગશે. આ માટે ઘણા અવરોધો અને મનસિકતાઓ ની આહુતિ આપી ને આ યજ્ઞ સફળ બનાવવો પડશે.

ટાઇમ ટ્રાવેલ

  • ૧૯૬૮ – ટાટા ક્ધસલ્ટેંસી સર્વિસ ની સ્થાપના
  • ૧૯૮૧ –  ઇન્ફોસિસ ની સ્થાપના
  • ૧૯૮૨ –  સાઇબરમીડિયા ની રચના.
  • ૧૯૮૮- ટીડીઆઇસીઆઇ દ્વારા પહેલું વૈંચર કેપિટલ ઈન્વેસ્ટમેન્ટ
  • ૧૯૯૫ – વીએસએનએએલ દ્વારા ભારત માં સૌપ્રથમ પબ્લિક ઇન્ટરનેટ એક્સૈસ.

સાડા પાંચ વર્ષમાં ૫૫૦૦૦ સ્ટાર્ટઅપ બન્યાં

જો ૨૦૨૦ ના આંકડાઓ જોવા જઈએ તો, પાછલા સાડા પાંચ વર્ષ માં ૫૫૦૦૦ સ્ટાર્ટઅપ બન્યા છે. આ સ્ટાર્ટઅપ માં લગભગ ૩૨૦૦ જેટલા સ્ટાર્ટઅપ ૬૩ બિલિયન ડોલર જેટલું રોકાણ મેળવી ચૂક્યા છે. સ્ટાર્ટઅપ ના બંધારણ માં ઇન્ટરનેટ ની અચૂક હાજરી નો જે પ્રશ્ન ઉપજયો હતો તેનો જવાબ પાછલા અર્ધદશક ના આંકડાઓ આપી શકે છે. પાછલા દશક માં નોંધપાત્ર સંખ્યા માં સ્ટાર્ટઅપ ઊગી નિકડ્યા છે. ૨૦૧૪-૨૦૧૯ સુધી માં લગભગ બધા જ સ્ટાર્ટઅપ ટેક્નોલોજી, ડેટા અને ઇન્ટરનેટ ના પાયા પર ઊભા છે.. ૨૦૧૪ સુધી માં ભારત માં ૨૯૦૦૦ સ્ટાર્ટઅપ હતા અને ૨૦૧૫-૨૦૧૮ સુધી માં તેમાં એક વિશાળ વધારો નોંધાયો છે. આ સંખ્યા ૨૦૨૦ સુધી માં તો ૫૫૦૦૦ સુધી પહોંચવા માંડી હતી!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.