વિશ્વના ટોચના ૨૦ ઉદ્યોગપતિઓ સાથે વડાપ્રધાન નરેન્દ્રમોદીની ગોળમેજી પરિષદ, દોઢ ટ્રિલિયન ડોલરના ૭૦૦૦ પ્રોજેક્ટ ૫૨ ડીલ નક્કી

મજબૂત આંતરમાળખા થકી ‘કાયમી’ રોકાણ ઊભું કરવા તરફ મોદી સરકારની આગેકુચ

અર્થતંત્રની ગાડીને પાંચ ટ્રિલિયન ડોલરનું ‘પૈડુ’ પુરૂ પાડવા કેન્દ્ર સરકારે કમર કસી છે. અર્થતંત્રને વેગવંતુ બનાવી વિશ્વના નકશા પર ભારત દેશને એક આગવી ઓળખ અપાવવા તરફ મોદી સરકારે આગેકૂચ કરી છે. આ લક્ષ્યાંકને સિધ્ધ કરવા ભારતને વિદેશી હુંડિયામણની વધુ જરૂર છે. પરંતુ શું માત્ર વિદેશી રોકાણ થકી પાંચ ટ્રિલિયન ડોલરનું સપનું સાકાર કરી શકાય? નહિ માત્ર વિદેશી રોકાણ દ્વારા આ લક્ષ્યાંક સિધ્ધ કરવો શકય નથી કારણ કે કોઈ પણ દેશના અર્થતંત્રની વૃધ્ધિ માત્ર વિદેશી હુંડિયામણ પર જ આધાર રાખતી નથી આ માટે ઘણા પરિબળો અસર કરે છે જે તમામને આવરી લઈ અર્થતંત્રને ઝડપી ગતિ આપવા મોદી સરકારે રણનીતિ ઘડી કાઢી છે. જેને અનુલક્ષીને તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિશ્વના ૨૦ રોકાણકારો સાથે ગોળમેજી પરિષદ યોજી હતી અને ભારતમાં રોકાણ આ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં દોઢ ટ્રિલિયન ડોલરના ૭૦૦૦ પ્રોજેકટો પર ડીલ પણ નકકી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારી વચ્ચે સરકાર ‘આત્મ નિર્ભર ભારત’ અભિયાનની શરૂઆત કરાવી છે.જેના પ્રત્યક્ષ કે પરોક્ષ હકારાત્મક પરિણામો સામે આવી રહ્યા છે. ઘરેલુની સાથે સાથે આંતરરાષ્ટ્રીય સ્તર પર પણ તેની વ્યાપક અસર જોવા મળી છે. પરંતુ અર્થતંત્રને પાંચ ટ્રિલિયન ડોલરનું કરી વિશ્વના વિકસિત દેશોની તુલનાએ આવવા માત્ર ‘આત્મનિર્ભર’ જ બનવું પ્રર્યાપ્ત રહેશે નહિ ભારતમાં માત્ર વિદેશી રોકાણ જ વધુને વધુ ઉભુ થાય એવા પ્રયાસો અર્થતંત્રની ગાડીને સમતુલતા પુરી પાડશે નહિ કારણ કે આની સાથે વ્યાપાર સમતુલા જળવાવી પણ ઘી મહત્વની છે. નિકાવ વધે એ દરેક દેશ માટે પ્રાથમિકતા રૂપ જ હોય છે. પરંતુ આની સાથે આયાતની સમતુલા જાળવી વિશ્ર્વના દેશો સાથેના વ્યાપારિક સંબંધો ને વધુ મજબુતાઈ પુરી પાડવી પણ જરૂરી છે. શ્રીલંકા, પાકિસ્તાન જેવા દેશો માત્ર ‘રૂપીયા લાવો’ની નિતિ અપનાવી પછાતની દિશા તરફ અગ્રેસર થઈ રહ્યા છે. જે તરફ ભારત દેશ અગ્રેસર ન થાય અને ‘વેપાર તુલા’ સમતુલીત જાળવી રાખે એ ખૂબ જરૂરી છે. માત્ર ‘આત્મનિર્ભર’ જ નહિ પણ ‘વસુદૈવ કુટુંમ્બકમ’ની ભાવના અપનાવી વિશ્ર્વના અર્થતંત્રના વેગમાં પણ ભાગ બનવું જરૂરી છે. વડાપ્રધાન નરેન્દ્રમોદીએ આ ક્ધસ્પેટ અપનાવી ગઈકાલની બેઠકમાં આ અંગે મહત્વની ચર્ચા કરી હતી.

ગોળમેજી પરિષદમાં ઉદ્યોગપતિઓને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્રમોદીએ ‘નવનિર્માણ ભારત’ અંગે વાતો રજૂ કરી હતી તેમણે કહ્યું કે વૈશ્ર્વીક રોકાણકારો માટે આજે ભારત એક હબ બનવા જઈ રહ્યો છે. રોકાણ માટેની યોગ્ય આંતર માળખાકીય સુવિધા અને તેને અનુસર વાતાવરણ ભારતમાં ઉભુ થયું છે. આત્મનિર્ભર ભારત અભિયાન એક માત્ર અભિયાન કે પરિકલ્પના નથી પણ તે સુનિયોજીત આર્થિક રણનીતિ છે.

વડાપ્રધાને બેઠકમાં મોટામોટા મહાનગરો નહિ પણ નાનામાં નાના શહેરોમાં પણ રોકાણ કરવા રોકારકારોને અપીલ કરી હતી તેમણે કહ્યું કે, કોરોનાની વૈશ્ર્વિક મહામારી વચ્ચે પણ ભારત દેશ મજબૂતાઈ સાથે ઉભો રહ્યો છે. મોટા મોટા વિકસતા દેશ પડી ભાંગ્યા છે. ત્યારે ભારત તેની જગ્એ અડિખમ ઉભો છે. મોદીએ વેપાર અને રોકાણ અર્થે સરકરી નીતિઓની વાત રજૂ કરતા કહ્યું કે, ભારતમાં રોકાર માટેનું વાતાવરણ વધુને વધુ સુગમ બને તેવા પ્રયાસો કરાશે સરકારી નિયંત્રણો અને નીતિઓમાં ઘટાડો કરાશે અને ઉદારીકરણનો માર્ગ મોકળો કરાશે. ભારતમાં આંતરમાળખું વધુ મજબુત બનાવાશે જયાં ઉચ્ચ સ્તરીય પર્યાવરણીય અને સામાજીક વાતાવરણનું નિર્માણ થશે. કારોબારી માહોલમાં પણ સુધારો કરાશે. ઉત્પાદન, નાણા, ટેકનોલોજી જેવા ક્ષેત્રો પર ભાર મૂકી વધુ ધ્યાન કેન્દ્રીત કરાશે આ બધા પરિબળોને આવરી લઈ સર્વાંગી વિકાસ થકી પાંચ ટ્રિલિયન ડોલરના અર્થતંત્રનું સપનું સાકાર કરાશે.

મોદીનું આહવાન, જાપાને જીલ્યું!!

પાંચ ટ્રીલીયન ડોલરના અર્થતંત્રના સ્વપ્નને સાકાર કરવા મોદી સરકારે કવાયત હાથ ધરી છે. આ માટે પીએમ મોદીએ વિશ્ર્વના ટોચના ૨૦ ઉદ્યોગપતિઓ સાથે તાજેતરમાં ગોળમેજી પરિષદ યોજી હતી. જેમાં ભારતમાં રોકાણ શા માટે ? ભારતમાં રોકાણ થકી વિશ્ર્વના અર્થતંત્રના વેગમાં ભાગીદાર થવું, રોકાણ અર્થેનો ભારતમાંતક, ઉપલબ્ધીઓ વગેરે પાસા વિશે વાતો રજૂ કરી પીએમ મોદીએ વૈશ્ર્વિક રોકાણકારોને આહવાન કર્યું હતુ. જેમાં મોદીનું આહવાન ઘણી ખરી કંપનીઓએ જીલી લીધું છે. જેમાં જાપાનનો સમાવેશ થાય છે. જાપાનની બે મહત્વની કંપની ટોયોટા અને સુમિદા ભારતના આત્મનિર્ભર અભિયાનમાં જોડાવાઆગળ આવી છે. તેમાં પણ ખાસ મહત્વની વાત એ છે કે, આ બંને કંપની ચીનમાં મસમોટા ઉત્પાદન પ્લાન્ટ ધરાવે છે અને હવે, તે ડ્રેગનને છોડી ભારતમાં પ્લાન્ટ સ્થાપશે તેમ નકકી થયું છે. ઉલ્લેખનીય છે કે, જાપાનએ વિકસિત દેશોની હરોળમાં આવે છે. જાપાનમાં એવી પરિસ્થિતિ છે કે જયાં અધતન ટેકનોલોજીનો ઉપયોગ થાય છે. ટેકનોલોજીના ક્ષેત્રે જાપાન ટોચના દેશમાં આવે છે. પરંતુ અહી યુવાવર્ગ ઓછો હોવાથી વપરાશ વધુ નથી થતો. ઉત્પાદનતો મબલખ થાય છે. પણ તેની સામે વપરાશની ખામી છે. આથી જાપાન વિશ્ર્વના સાઢથી મોટા યુવા વર્ગ ધરાવતા દેશ ભારત સાથે વેપાર ઉદ્યોગમાં જોડાઈ તેની સમસ્યા નિવારવા ચાહે છે. જાપાનની ટોયોટા અને સુમિદા કંપની ઓટોમેટિવ પાર્ટ અને મેટલ સુવિધા ક્ષેત્રે મોટી હિસ્સેદારી ધરાવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.