બિહારના એક પ્રશ્ર્નપત્રમાં હાસ્યાત્મક છતાં ગંભીર છબરડો: કાશ્મીરને અલગ દેશ દર્શાવાયો

ન હોય, શું કાશ્મીર ભારતમાં નથી ? બિહારના પ્રશ્ર્નપત્રમાં ભારે છબરડો થયો છે તેમાં ભૂલથી એવું દર્શાવવામાં આવ્યું છે કે કાશ્મીર (જમ્મુ) તે ભારતનો ભાગ જ નથી !!! આ બિહાર એજયુકેશન ડીપાર્ટમેન્ટમાં રહેલી પેપર સેટ કરનારી પેનલના સભ્યોએ કરેલો છબરડો છે.

બિહાર સ્ટેટ એજયુકેશન બોર્ડના ધોરણ ૧ર ના સરકારી સ્કુલ માટેના એક પેપરમાં જમ્મુ કાશ્મીરને ભારત દેશનું અભિન્ન રાજય નહી પરંતુ એક અલાયદુ રાજય તરીકે બતાવાયું છે. પ્રશ્ર્ન એવો હતો કે આ પાંચ દેશોના લોકો કઇ રીતે ઓળખાય છે ? જવાબના વિકલ્પ ‚પે ચીન, નેપાલ, ઇંગ્લેન્ડ, કાશ્મીર અને ભારત એવું લખવામાં આવ્યું હતું. મતલબ કે કાશ્મીરને એક અલગ દેશનો દરજજો આપવામાં આવ્યો !!! આ એક હાસ્યાત્મક છતાં ગંભીર છબરડો છે. પેપર સેટ કરનારી પેનલના સભ્યો સામે પગલા લેવાયા છે.

આ બારામાં બિહાર એજયુકેશન પ્રોજેકટ કાઉન્સીલમાં સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ફરીયાદ કરવામાં આવી હતી. ત્યારબાદ જવાબદારો સામે પગલાં લેવાયા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.