માતા-પિતા બન્ને ઓફીસે જાય છે અને બન્ને રસોડામાં કામ કરે છે એવું બાળકોને પુસ્તકમાં શીખવવું જ‚રી: શબાના આઝમી

ભારતમાં બાલ વિવાહની સંખ્યા દુનિયાના કુલ બાળલગ્નોના ૩૩ ટકા ૧૦,૩૦,૦૦,૦૦૦ હોવાનો એક રીપોર્ટ જણાવે છે. જેમાંથી મુજબ ૮,૫૨,૦૦,૦૦૦ તો માત્ર બાલિકા વધુઓ છે. આ રિપોર્ટ એકસ એઇડ ઇન્ડિયામાં અભિનેત્રી અને એકટીવિસ્ટ શબાના આઝમી દ્વારા ભારતમાં બાળલગ્નોમાં વધારો અને હેતુ હેઠળ પ્રસારિત કરવામાં આવ્યો છે.

૧૦,૩૦,૦૦,૦૦૦ જેટલા બાળલગ્નોનું પ્રમાણ એ ફિલિપાઇન્સ જેવા દેશોની કુલ વસ્તી ૧૦,૦૦,૦૦,૦૦૦ કરતા વધારે છે. જર્મનીની પણ તેના કરતાં ઓછી વસ્તુ ૮,૬૮,૦૦,૦૦૦ ધરાવે છે.

આ રીપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે વિશ્ર્વમાં દર ૨૮ મીનીટે બાલિકાઓના લગ્ન થાય છે. જેના કરતાં પણ ભારતમાં પ્રમાણ વધારે છે. બાલ વિવાહમાં ઘટાડો થતાં ડીલેવરી સમયે થતા મૃત્યુ, ૧ વર્ષ સુધીના બાળમૃત્યુ અને જન્મ સમયે બાળમૃત્યુમાં નિયંત્રણ કરી શકાય

તેમ છે. કુરિવાજ એ બાળ વિવાહ ની જનેતા છે. બાળ વિવાહની આ પ્રથાને મુળમાંથી જ દુર કરવાની જરુરીયાત છે. શિક્ષણનો પ્રસાર કરી બાળકીઓને કેળવણી આપી બાળવિવાહનો પ્રતિકાર કરી તેની પોતાની પસંદગી માટે જીવવા માટે પ્રોત્સાહિત કરવી જોઇએ એવું શબાના આઝમીએ જણાવ્યું હતું. આ આંકડો દર્શાવે છે કે આપણે આ બાબતમાં ગંભીરતાથી વિચારવું જોઇએ. એવું તેમણે ઉમેર્યુ હતું.

કોઇપણ સમાજ સુશિક્ષિત છે તેમ કહી ન શકાય જયારે તેની ત્રીજા ભાગની વસ્તી આ પરિસ્થિતિમાં હોય આ રીપોર્ટમાં કેટલક કડવા સત્યો સામે આવ્યા છે. જેના પરથી આપણે હજુ કેટલાક પ્રશ્ર્નોમાં ગંભીરતાથી વિચારણા કરવાની જરુર છે. એવું શબાના આઝમીએ જણાવ્યું હતૂ  શિક્ષણમાં પણ જાતિગત મોટો તફાવત જોવા

મળે છે. આપણા પુસ્તકોમાં પિતા કયાં છે ? પિતા ઓફીસમાં છે. માતા કયાં છે ? તેણી રસોડામાં છે. તેવું આવશે. એવું શા માટે નથી ભણાવવામાં આવતું કે બન્ને સાથે ઓફીસે જાય છે. અને બન્ને સાથે રસોડામાં છે તેમ જણાવતા તેણીએ જણાવ્યું હતું કે આપણે બાળકોને શું શીખડાવી રહ્યા છીએ તેનું સુક્ષ્મ નીરીક્ષણકરવું જરુરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.