Diwali : દિવાળી હિન્દુ ધર્મનો ખૂબ જ મહત્વનો તહેવાર છે. આ તહેવાર લાગણીઓનું આદાન-પ્રદાન કરવાનો તહેવાર છે. આ દિવસે લોકો એકબીજાના ઘરે રૂબરૂ જઈને દિવાળીની શુભકામના પાઠવતા હોય છે. આજના જમાનામાં મોબાઈલ તેમજ સંચાર માધ્યમો વધ્યા છે, ત્યારે જેના દ્વારા દૂર દૂર સુધી વસવાટ કરતાં સગા- સંબંધીઓ, મિત્રો તેમજ પ્રિયજનો સુધી સંદેશાઓ પહોંચાડી શકાય છે. ત્યારે આ વર્ષે માત્ર Happy Diwali નહીં પરંતુ અનોખી રીતે તમારા સ્વજનોણે તહેવારની શુભકામના પાઠવો.
1. દીવાળી પર્વની હાર્દિક શુભકામનાઓ! દીવાળીના આ શુભ અવસરે તમારું જીવન ખુશીઓથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ!!!
2. માં લક્ષ્મીનો હાથ હોય
સરસ્વતીનો હાથ હોય
ગણેશનો નિવાસ હોય
અને મા દુર્ગાના આશીર્વાદથી
તમારા જીવનમા પ્રકાશ જ પ્રકાશ હોય !!
શુભ દિપાવલી…
3. ખુશીઓનો તહેવાર છે દિવાળી
મસ્તીની ફુવાર છે દિવાળી
લક્ષ્મી પૂજનનો દિવસ છે દિવાળી
પોતીકાઓનો પ્રેમ છે દિવાળી….
દિવાળીની હાર્દિક શુભકામના !!
4. દિવાળીના આ પર્વે આપના ઘરમાં અને આપના જીવનમાં સુખના તારા પ્રકાશિત થાય, તેમજ ઉત્તરોત્તર પ્રગતિના નવા શીખરો સર કરો એવી શુભકામનાઓ. હેપ્પી દીવાળી!
5. દિવાળી આવે છે.. દિવાની રોશની સાથે, હર્ષની હલચલ સાથે, ખુશીઓની મીઠાશ સાથે, નવા હર્ષોલ્લાસ સાથે, દિવાળી આવે છે. આપ અને આપના પરિવારને દિવાળીના આ પાવન પર્વની હૃદયપૂર્વક શુભકામનાઓ! હેપ્પી દિવાળી !
6. ફુલઝડી જેવી જીંદગીમાં, આ પર્વ તમને અને તમારા પરિવારમાં હરપળ ઉજાસથી ભરી દે, તમારા ઘરમાં ખુશીઓ અને શાંતિનો વાસ લાવે, અને તમારા સંબંધોમાં મીઠાશ વધે. તમારા તમામ દુ:ખોને દૂર કરી ખુશીની રમઝટ લાવે તેવી મારા અને મારા પરિવાર તરફથી શુભેચ્છાઓ. શુભ દીપાવલી!