543 સાંસદોમાંથી 251 પર ફોજદારી કેસ: 170 પર પાંચ વર્ષની સજા થઈ શકે તેવા ગંભીર ગુનાઓ દાખલ
તાજેતરમાં જ સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયેલા રાજકારણના ગુનાહિતીકરણ અંગેના ડેટા દર્શાવે છે કે ૫૪૩ લોકસભા સાંસદોમાંથી ૨૫૧ પર ફોજદારી કેસ છે, અને તેમાંથી ૧૭૦ પર પાંચ કે તેથી વધુ વર્ષની જેલની સજા થઈ શકે તેવા ગુનાઓનો આરોપ છે. તેમાં પણ 25 ટકા સાંસદોએ હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ અને મહિલાઓ વિરુદ્ધના ગુના હેઠળ ગંભીર ગુનાહિત કેસ જાહેર કર્યા છે. સુપ્રીમ કોર્ટના ટ્રાયલ ઝડપી બનાવવાના નિર્દેશો હોવા છતાં, રાજ્યો દ્વારા વિશેષ અદાલતો સ્થાપવામાં નિષ્ફળતાને કારણે ઘણા કેસ લંબાય છે.
આ અંગે વિવિધ ઉચ્ચ અદાલતોના ડેટાનું સંકલન કરીને, ન્યાયાધીશ દીપાંકર દત્તા અને મનમોહનની બેન્ચને ૮૩ પાનાનો અહેવાલ સુપરત કરવામાં આવ્યો. તેમાં જણાવાયું છે કે કેરળના 20 માંથી 19 સાંસદો (95%) પર ફોજદારી આરોપો હતા, અને તેમાંથી 11 પર ગંભીર કેસ હતા.
આ ઉપરાંત તેલંગાણાના 17 સાંસદોમાંથી 14 પર ફોજદારી આરોપો (82%), ઓડિશા 76% (21 માંથી 16), ઝારખંડ 71% (14 માંથી 10), તમિલનાડુ 67% (39 માંથી 26), અન્ય મુખ્ય રાજ્યો – ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, બિહાર, કર્ણાટક, આંધ્ર પ્રદેશ – ના લગભગ 50% સાંસદો પર ફોજદારી કેસોનો સામનો કરવો પડ્યો હતો. તો હરિયાણા (10 સાંસદો) અને છત્તીસગઢ (11 સાંસદો) પર ફક્ત એક-એક સાંસદ, પંજાબ 13 માંથી 2, આસામ 14 માંથી 3, દિલ્હી 7 માંથી 3, રાજસ્થાન 25 માંથી 4, ગુજરાત 25 માંથી 5 અને મધ્યપ્રદેશ 29 માંથી 9 સાંસદો પર ફોજદારી આરોપો છે.
આ સાથે 1 જાન્યુઆરી સુધીમાં, 4,732 જેટલા ફોજદારી કેસ એવા આરોપીઓ સામે ટ્રાયલ પેન્ડિંગ છે જેઓ કાં તો વર્તમાન અથવા ભૂતપૂર્વ ધારાસભ્યો છે. ઉત્તર પ્રદેશ 1,171 આવા કેસ પેન્ડિંગ સાથે ટોચ પર છે. આવા મોટા કેસ પેન્ડન્સી ધરાવતા અન્ય રાજ્યોમાં ઓડિશા 457, બિહાર 448, મહારાષ્ટ્ર 442, મધ્યપ્રદેશ 326, કેરળ 315, તેલંગાણા 313, કર્ણાટક 255, તમિલનાડુ 220, ઝારખંડ 133 અને દિલ્હી 124 છે.
તેમજ 1 જાન્યુઆરી સુધીમાં, 4,732 જેટલા ફોજદારી કેસ એવા આરોપીઓ સામે ટ્રાયલ પેન્ડિંગ છે જેઓ કાં તો વર્તમાન અથવા ભૂતપૂર્વ ધારાસભ્યો છે. ઉત્તર પ્રદેશ 1,171 આવા કેસ પેન્ડિંગ સાથે ટોચ પર છે. આવા મોટા કેસ પેન્ડન્સી ધરાવતા અન્ય રાજ્યોમાં ઓડિશા 457, બિહાર 448, મહારાષ્ટ્ર 442, મધ્યપ્રદેશ 326, કેરળ 315, તેલંગાણા 313, કર્ણાટક 255, તમિલનાડુ 220, ઝારખંડ 133 અને દિલ્હી 124 છે.
4,732 ફોજદારી કેસમાંથી 863 વર્તમાન અથવા ભૂતપૂર્વ ધારાસભ્યો સામે સીઆરપીસીની કલમ 144 હેઠળ લાગુ કરાયેલા પ્રતિબંધક આદેશોના ઉલ્લંઘન બદલ નોંધાયા છે, જે હિમાચલ પ્રદેશ (307 કેસ), બિહાર (175), તેલંગાણા (112) અને મહારાષ્ટ્ર (96) માટે વિચિત્ર ઘટના છે. દિલ્હીમાં આવા ફક્ત ચાર કેસ નોંધાયા છે. કારણ કે આ આદેશ ત્રણ ન્યાયાધીશોની બેન્ચ દ્વારા પસાર કરવામાં આવ્યો છે, તેથી સમાન શક્તિ ધરાવતી બેન્ચ આ મુદ્દાને ઉકેલે તો તે વધુ સારું રહેશે. જેથી યોગ્ય બેન્ચની રચના માટે આ મામલો CJI ને મોકલવામાં આવ્યો છે.