દ્વારકાધીશના દર્શન કરી રાહુલે કાર્યકરોને સંબોધ્યા, ભાજપ ઉપર શાબ્દિક તિરો છોડી વિજય વિશ્વાસ વ્યક્ત કર્યો
અબતક, રાજકોટ
ગુજરાત કોંગ્રેસની ચિંતન શિબિરનો આજે બીજો દિવસ છે. કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધએ ચિંતન શિબિરમાં નેતાઓ અને આગેવાનોને સંબોધન કર્યું છે. તેઓએ કહ્યું કે ગુજરાતમાં મને ઘણું સારું લાગે છે. કોંગ્રેસ પાર્ટી ગુજરાતથી પેદા થઈ છે. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતીએ આપી છે. રાહુલ ગાંધીએ દ્વારકા ખાતે મહાભારત યુદ્ધની વાત કરી હતી. આ સાથે પૂજારીએ તેમને કરેલી વાતનો પણ ઉલ્લેખ કર્યો હતો.
નિષ્ક્રિય નેતાઓને પક્ષમાં રાખવાની જરૂર નથી, તેને અલવિદા કહી દયો : રાહુલ ગાંધી
2022ની ચૂંટણી અંગે રાહુલ ગાંધીએ નિવેદન આપતાં કહ્યું હતું કે, તમે ચૂંટણી જીતી ગયા છો. આ ચૂંટણી કોઈ સમસ્યા છે જ નહિ. આ ચૂંટણી આપણે જીતી ચૂક્યા છીએ. સમસ્યા એ છે કે તમે તે માની નથી શકતા. તમે અહી લડો છો એટલે મોદી સામે થોડો આત્મવિશ્વાસ ઓછો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે, જ્યારે ગુજરાત આવું છું ત્યારે મને સારું લાગે છે અને સિખવા મળે છે. ગુજરાત કોંગ્રેસ યુનિક રીતે કામ કરે છે. આપણી પાર્ટી ગુજરાતથી જન્મેલી છે. દરેક પ્રદેશમાં કોંગ્રેસ ઉભી થઈ હતી. કોંગ્રેસને વિચારધારા અને દિશા ગુજરાતે આપી હતી. નહેરુ, સરદાર પટેલ અને ગાંધીજીએ માર્ગદર્શન આપ્યું હતું. મારા પરદાદા પણ ગાંધીજી સાથે કામ કરતા હતા.
રાહુલ ગાંધીએ કોંગ્રેસને પાંડવ અને ભાજપને કૌરવ ગણાવ્યા. ભાજપનો ઉલ્લેખ કર્યા વગર શ્રી કૃષ્ણનું ઉદહર આપીને કર્યા પ્રહાર. શ્રી કૃષ્ણ સત્ય સાથે હતા અને તેની સેના જૂથ સાથે હતી. આજે પણ તેમની પાસે સેનારૂપે ઇડી, સીબીઆઈ, મીડિયા તમામ છે. આપણી પાસે કશું જ નથી.તમારે સચ્ચાઇની લડાઇ લડવી કે જુઠ્ની એ જોવાનું છે. તમારે સચ્ચાઇની લડાઇ લડવી હોય તો ચારથી પાંચ લોકોની જરૂર પડશે. તેમણે ગાંધીજીની ફોટો તરફ ઇશારો કરી કહયું સચ્ચાઇ આવી હોય છે.
તેમણે કહ્યુ કે, ગત સમયે આવ્યો હતો ત્યારે સિનિયર નેતાઓએ મને કહ્યુ હતું કે, આ બહુ જ મુશ્કેલ ચૂંટણી છે. ત્યારે હુ કંઈ ન બોલ્યો. 40-45 સીટ આવશે તેવુ તેઓ બોલ્યા. એ જ નેતા મારી પાસે આવીને બોલ્યા કે માહોલ બની રહ્યો છે, પરિવર્તન આવશે. અંતે અમે માત્ર 7 સીટથી ચૂંટણી હાર્યા. તે સમયે જે પરિસ્થિતિ હતી, તે મેં જોઈ. હવેની પરિસ્થિતિ પણ હું જોઈ શકુ છું. આ ચૂંટણી તમારા મગજનુ ક્ધફ્યૂઝન છે. આ તમારુ જીતતુ ઈલેક્શન છે. તમે લોકો જીતી ગયા છે, બસ તમે લોકો આ વાતને સ્વીકારી નથી રહ્યાં. કારણ કે, હું તમારી જેમ 25 વર્ષથી રોજ બીજેપી સામે હોત તો મારા કોન્ફિડન્સને પણ ધક્કો પડતો. પણ હું બહારથી આવુ છું, તેથી અલગ માહોલ છે. આ ચૂંટણી પણ તમે જીતી ગયા છો, બસ તમારે તેને સ્વીકારવાની જરૂર છે.
ગુજરાતની જનતા તમારી તરફ જોઈ રહી છે. તમે લોકો વિચારો છો કે તમે બીજેપીથી કંટાળ્યા છો. પણ જેટલુ તમારુ નુકસાન કર્યુ છે, તેના કરતા દસ ગણુ ગુજરાતનુ નુકસાન કર્યુ છે. કોવિડમાં અહી 3 લાખ લોકો મર્યા. ગુજરાત મોડલમાં ઓક્સિજન સિલેન્ડર ન હતા, ગુજરાત મોડલમાં વેન્ટીલેટર ન હતા. રસ્તા પર ગાડીમાં લોકો મરી રહ્યા હતા. બીજેપીની રાજનીતિ ગુજરાતનુ નુકસાન કરી રહી છે. વધુમાં રાહુલ ગાંધીએ કહ્યું કે, ગુજરાતની સ્ટ્રેન્થ બિઝનેસ છે. નાના પાયાના ઉદ્યોગોને બીજેપીએ ખતમ કરી દીધા. જીએસટી, નોટબંધી, કોરોના સમયે લીધેલા પગલાથી ગુજરાતની રીઢની હડ્ડીને તોડી નાંખી. ગુજરાતની જનતા આ વાતને જોઈ રહી છે.
બધુ ગાયબ થઈ ગયુ. ત્રણ-ચાર લોકો ગુજરાતને ચલાવે છે. બધો પાવર સેન્ટ્રલાઈઝ્ડ કરી દીધું. ગુજરાતની જનતા કોંગ્રેસ તરફ જુએ છે, ત્યારે કેવી રીતે કરવા માંગે છે અને કોણ લોકો કરશે તે ઓળખી શક્તી નથી. હુ કહેવા માગુ છું આ સંગઠન જેને આપણે કોંગ્રેસ કહીએ છીએ, તે બધાનુ સંગઠન છે. તે ગુજરાતના યુવા, ગુજરાતના મજૂરો, નાના ઉદ્યોગકારોનુ સંગઠન છે. તમારે આ સંગઠનને સંભાળવાનુ કામ કરવુ પડશે. ગુજરાત પાસે દુનિયામાં સૌથી વધુ ટેલેન્ટ છે. કોઈ પણ દેશમાં જાઓ, અડધી વસ્તીમાં ગુજરાતી છે. પરંતુ આપણી સ્ટ્રેન્થને વિકનેસ બનાવી દીધી. બધાએ મળીને ગુજરાત માટે નવુ વિઝન બનાવવુ પડશે.