લોકડાઉનમાં શેરડીનો કોઇ ખરીદનાર ન મળ્યો અને હવે પુરતા ભાવો ન મળતા ખેડૂત રોષે ભરાયા
હળવદ તાલુકાના માનસર ગામે દર વર્ષે મોટાભાગે ખેડૂતો શેરડીનું વાવેતર કરતા હોય છે પરંતુ ઓણ સાલ શેરડીનો પાક તૈયાર થતાં ની સાથે જ કોરોના મહામારી ને લઇ લોકડાઉન જાહેર કરાયું હતું જેને કારણે શેરડીના ખરીદારો ન મળતાં ખેડૂતો શેરડીનો પાક સળગાવી નાખવાના તરફ વળ્યા છે ત્યારે આજે માનસર ગામ ના વધુ એક ખેડૂતે શેરડીનો ઊભો પાક સળગાવી નાખ્યો છેમાનસર ગામે રહેતા નવીનભાઈ ગોહિલ નામના ખેડૂતે પોતાની છ વીઘા જમીન માં શેરડીનું વાવેતર કર્યું હતું જોકે આ શેરડીનો પાક તૈયાર થઇ ગયા બાદ યોગ્ય ભાવ ન મળતાં ખેડૂતોને મોટાપાયે નુકસાન ની વેઠવાનો વારો આવ્યો છેતેમજ થોડા દિવસ પહેલા પણ માનસર ગામ ના જ એક અન્ય ખેડૂત દ્વારા યોગ્ય ભાવ ન મળતા શેરડીનો ઊભો વાળ સળગાવી દીધો હતો ત્યારે વધુ એક ખેડૂત દ્વારા શેરડીના ઊભા પાક ને સળગાવી દેવાનો બનાવ સામે આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે અહીં જે શેરડીનો પાક તૈયાર થાય છે તે મોટાભાગે હળવદ ઉપરાંત આજુબાજુના તાલુકામાં પણ રસના ચીચુડામાં શેરડી વપરાતી હોય છે જોકે લોકડાઉનના કારણે એ બંધ રહેતા શેરડીના કોઈ ખરીદારો મળ્યા ન હતા.