સૌરાષ્ટ્ર કપાસ-કપાસિયા-ખોળ દલાલ એસો.ના પ્રમુખ અવધેશભાઈ સેજપાલનો અહેવાલ
ભારતમાં રૂ. ગાંસડીનું ઉત્પાદન ૩.૨૫ કરોડનો અંદાજ છે એમાંથી ૨.૧૫ કરોડ ગાંસડી આવી ગઈ છે હવે ૧.૧૦ કરોડ આશરે બાકી છે નવેમ્બરમાં નોટબંધીને લીધે ચાર મહિનામાં રૂના ૩૮ હજારના ભાવથી વધીને ૪૩ હજારના ભાવે ગાંસડી થઈ ગયો હતો. તેમજ કપાસના ૨૦ કિલોના ભાવ ૯૫૦ થી ૭૫ ખુલી વધીને ૧૧૭૫ થી ૧૨૦૦ થઈ ગયા છે. મોટા એકસપોર્ટરોને ટ્રેડર્સોને ફોરવર્ડ સોદામાં ગાંસડીએ ૩૦૦૦થી વધારેની ખોટ સહન કરવી પડી છે.
કપાસીયા ખોળ મીલર્સે પણ ૯૭૫ થી ૧૦૦૦ (૫૦ કીલોની ગુળી) ડીસે.જાન્યુ.ડીલે ફોરવર્ડ સોદામાં વેચાણ કરેલ હોય તેમને પણ ૫૦ કીલોની ગુણીએ ૨૨૫ થી ૨૫૦ની ખોટ આવેલ છે. આ વર્ષે કોટન ઉધોગ મોટી ખોટના ખાડામાં ઉતરી ગયેલ છે. કપાસના ભાવમાં ૧૨૫૦ના ભાવથી તેજી નહીં. કપાસીયામાં ૫૭૫/- ૨૦ કી.ગ્રા.ભાવથી તેજી નહીં. ખોળમાં ૧૩૦૦/- ૫૦ કી.બોરીના ભાવથી તેજી નહીં. નવીસીઝનના મોટા માલનો સ્ટોક પડતર રહી જશે તેમજ કપાસીયા-ખોળમાં ૭૦% મીલો અખાદ્ય વસ્તુઓની ભેળસેળ કરતા હોય તેનો વપરાશ માત્ર ૩૦% જ થશે. અન્ય વસ્તુ (મિશ્રણ દાણ) જેવી વસ્તુઓનો ૭૦% વપરાશ થશે તેમ સૌરાષ્ટ્ર કપાસ-કપાસીયા-ખોળ દલાલ એસોસીએશનના પ્રેસીડન્ટ અવધેશભાઈ સેજપાલે જણાવ્યું હતું.