ફેસબુકની વિશ્વાસનિયતા તળીયે: ૪૨ ટકા અમેરિકનોએ ફેસબુકનો ઉપયોગ ટાળ્યો
સોશિયલ મીડીયા જાયન્ટ ફેસબુક હવે વિશ્વાસનિયતા ગુમાવી ચૂકયું છે. ડેટા ચોરી બાદ ફેસબુક યુઝરો સાવધાન બન્યા છે. ત્યારે અમેરિકામાં દર ૪ વ્યકિતએ ૧ વ્યકિત ફેસબુક છોડી રહી છે. એક અભ્યાસ મુજબ ૪૨ ટકા લોકોએ ફેસબુકનો ઉપયોગ કરવાનું બંધ કરી દીધું છે. સર્વે મુજબ ૭૪ ટકા યુવાનોએ પ્રાઈવસી સેટીંગ બદલ્યા એપનો ઉપયોગ ટાળ્યો અને ફેસબુક ડિલીટ કર્યું હતુ. બુધવારે જાહેર થયેલા થયુ રિસર્ચ સેન્ટરમાં સામે આવ્યું હતુ કે દર ૪માંથી એક અમેરિકને પોતાના ફોનમાંથી ફેસબુકને ડિલીટ કરી રહ્યા છે.
૫૪ ટકા લોકોએ પ્રાઈવસી સેટીંગમાં ફેરફારો કર્યા અને ૪૨ ટકા લોકો અઠવાડીયાથી ફેસબુકનો ઉપયોગ ટાળી રહ્યા છે.જેમાં મોટાભાગે યુવા વર્ગ વધુ જાગૃત બની રહ્યું છે. જૂના યુઝરો વધુ સાવધાન બની રહ્યા છે. ૧૮ થી ૨૯ની ઉમ્રના ૬૪ ટકા લોકો પ્રાઈવસી સેટીંગ્સ બદલાવી રહ્યા છે.ફેસબુકે એક સ્ટેટમેન્ટમાં વોશિંગ્ટન પોસ્ટને કહ્યું હતુ કે એપ યુઝરો તેની માહિતી સેટીંગ્સ દ્વારા મેનેજ કરી શકશે. છેલ્લા થોડા સમયથી અમે પોલીસીને વધુ સ્પષ્ટ બનાવી છે અને પ્રાઈમસી સેટીંગ્સ પણ વધુ સરળ થયા છે. તો ડાઉનલોડ, એકસેસ અને માહિતીના નિયંત્રણ માટે પણ નવા ફીચરોલોન્ચ કરાયા છે.
અમે શિક્ષણ અભિયાન પણ ચલાવી રહ્યા છીએ ફેસબુક હાલ ટકી રહેવા માટે અનેક તોતીંગ પ્રયાસો કરી રહ્યું છે. પણ લોકોને એક પરથી વિશ્વાસ ઉઠી રહ્યો છે. જયારે ફેક ન્યુઝની વાત આવી ત્યારે પણ ફેસબુકે તેને નિયંત્રીત કરવાની પહેલ કરી હતી. અમેરિકા સૌથી મોટી ઈકોનોમી ધરાવતું દેશ છે. ત્યારે સૌથી વધુ અમેરિકાનો ફેસબુકનો ઉપયોગ ટાળતા ફેસબુકની ચિંતાઓ વધી છે.