કેશોદ, જય વિરાણી:
અત્યારે સંતાનો પોતાના માતા-પિતાને સાવ ભૂલી જાય છે અને તેમને પોતાના સ્વાર્થ માટે સાથે રાખવા માંગવા નથી. આવા સંતાનોને કોઈ સ્મ્જવવાવાળું હોતું નથી અને લોકો સમજતા પણ નથી ત્યારે જુનાગઢમાં એક પોલીસે એક માતાની કિંમત પોતાના સંતાનોને સમજાવીને માતા પુત્રોનું સુખદ મિલન કરાવ્યુ છે.
જુનાગઢ જીલ્લાના કેશોદમાં ૨૦૧૪ કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝ્ડ સપોર્ટ સેન્ટરમાં આવા કપરા સમયમાં ૮૫ વર્ષના વૃદ્ધ માતાને તેમના ત્રણ ત્રણ સંતાનો હોવા છતાં વૃદ્ધ માતાને રાખવા માંગતા ન હતા તેથી વૃદ્ધ માતા તેમના ભત્રીજાને ત્યાં રહેતા હોય અને વૃદ્ધ માતા તેમના પુત્ર સાથે રહેવા માંગતા હોય પરંતુ તે સાચવવા તૈયારના હોવાથી વૃદ્ધ માતાએ તેમની તકરાર અન્વયે ઘરેલું હીંસા સબબ શારીરિક માનસિક દુઃખ ત્રાસઆપતા ત્રણેય પુત્રને બોલાવી અને વ્ર્રુદ્ધ માતા અને ત્રણેય પુત્ર અને પરિવારના સભ્યોનું કાઉન્સેલીંગ કરવામાં આવ્યું હતું.
પુત્રોને માતાની જવાબદારી તેમજ કાયદાકીય માહિતી આપી હતી અને તેમના નાના પુત્રે તેમની માતાને સાચવવા જવાબદારી લીધી હોય તેથી બંને પક્ષને યોગ્ય સમજાવી અને માનવતા દાખવા પુત્રોને વૃદ્ધ માતા વચ્ચે સુખદ સમાધાન કરાવી સમાજને દાખલારૂપ ઉદાહરણ પાઠવેલ છે.
જુનાગઢ જીલ્લા મહિલા અને બાળ વિકાસ અધિકારી જીગર જસાણી અને દહેજ પ્રતિબંધક પ્રફુલ જાદવના માર્ગદર્શન હેઠળ કાર્યરત પોલીસ સ્ટેશન બેઈઝ સપોર્ટ સેન્ટર (મહિલા સહાયતા કેન્દ્ર) કેશોદ ખાતે સહાયક મહિલા કાઉન્સેલર મહિડા શારદાબેન આર. તથા ગોંડલીયા જલ્પાબેન એસ. દ્વારા બન્ને પક્ષાકારોનું ભવિષ્યનું સુખરૂપ જીવન વ્યતીત થાય અને માતા – પુત્રોના પ્રેમ અને વાત્સલ્યનું નિર્માણ થાય તે રીતે સારી કામગીરી કરાવી સુખદ સમાધાન કરાવેલ છે.