શેરધારકોને બખ્ખા : માત્ર રૂ. 5ની ફેસ વેલ્યુ ધરાવતા શેર ઉપર રૂ. 40નું ડિવિડન્ડ 5 જ દિવસમાં મળી જશે
દેશની ખ્યાતનામ ફાર્મા કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે નાણાકીય વર્ષ 2022-23ના ચોથા ક્વાર્ટરમાં જંગી નફો મેળવ્યો છે. જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં કંપનીનો નફો પાછલા વર્ષની સરખામણીમાં 890 ટકા વધ્યો છે. તે જ સમયે, કંપનીએ આ નફાનો મોટો હિસ્સો તેના શેરધારકોને આપવાની યોજના પણ બનાવી છે.
આ સમયગાળા દરમિયાન ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝનો ચોખ્ખો નફો રૂ. 960.1 કરોડ રહ્યો છે. નાણાકીય વર્ષ 2021-22ના સમાન ક્વાર્ટરમાં તે માત્ર રૂ. 97 કરોડ હતો. આ દરમિયાન કંપનીની આવકમાં પણ વધારો થયો છે, જ્યારે કંપની ભારે ડિવિડન્ડ ચૂકવવા જઈ રહી છે.
આ સમયગાળા દરમિયાન ફાર્મા સેક્ટરની કંપની ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝના ઓપરેશનમાંથી 5,843 કરોડ રૂપિયાની આવક થઈ છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં રૂ. 5,068.4 કરોડ કરતાં 15.28 ટકા વધુ છે. આ દરમિયાન કંપનીના ખર્ચમાં પણ ઘટાડો થયો છે. તે 4 ટકા ઘટીને રૂ. 5,132.2 કરોડ થયો છે. જ્યારે નાણાકીય વર્ષ 2021-22ના જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તે રૂ. 5,348.4 કરોડ હતો.
ચોથા ક્વાર્ટરના પરિણામોની સાથે, ડૉ. રેડ્ડીઝ લેબોરેટરીઝે શેરધારકોને મળેલા ડિવિડન્ડની પણ જાહેરાત કરી છે. કંપની તેના શેરધારકોને 5 રૂપિયાની ફેસ વેલ્યુ સાથેના દરેક શેર પર 40 રૂપિયાનું ડિવિડન્ડ આપશે.
એટલે કે, શેરધારકોને ફેસ વેલ્યુના 800 ટકા જેટલું ડિવિડન્ડ મળશે. જાહેરાતના 5 દિવસની અંદર તે શેરધારકોના ખાતામાં ચૂકવવામાં આવશે.
ડૉ. રેડ્ડીઝ દેશની અગ્રણી ફાર્માસ્યુટિકલ કંપની છે. બુધવારે તેના શેરનું મૂલ્ય 4,868 રૂપિયા પર બંધ થયું છે. કંપનીના પરિણામો અંગે કો-ચેરમેન અને એમડી જી.વી. પ્રસાદે એક નિવેદનમાં કહ્યું કે આ વર્ષ રેકોર્ડ વેચાણ, નફો અને રોકડ પ્રવાહનું રહ્યું છે. અમે યુએસ જેનરિક ડ્રગ માર્કેટમાં મજબૂત વૃદ્ધિ જાળવી રાખીએ છીએ