ફૂટબોલ: આ ક્રમકતા, ઝનૂન, ઉત્સાહ, જુસ્સો, જોમ અને ઉશ્કેરાટની રમત છે. ૯૦ મીનીટની આ રમતમાં પળે પળે પરિસ્થિતિ બદલાય છે. એક ખેલાડી અંદાજે ૧૧ થી ૧૮ કિલોમીટર જેટલું અંતર આ દોઢ કલાકમાં દોડે છે. ખેલાડીઓ એકબીજા સાથે માતેલા સાંઢની જેમ અથડાય છે. ફૂટબોલની મેચ વખતે વાતાવરણ જાણે દસ હજાર વોટની વીજળીના કરંટથી ચાર્જ થયું હોય તેવું થઇ જાય છે.
દર ચાર વર્ષે આ જુસ્સા અને ઉન્માદની મોમસ ચરમસીમાએ પહોંચે છે. સોકરનો મહાકુંભ ચાર વર્ષે યોજાય છે અને એક મહિના સુધી વિશ્ર્વ પર એક જ શબ્દ રાજ કરે છે. વિશ્ર્વની સૌથી લોકપ્રિય રમતનું બિરૂ દ ફૂટબોલ પાસેથી છીનવવાનું અન્ય કોઇ રમતનું ગજું નથી.
- આ રમત વધુ લોકપ્રિય છે. આટલું જાણો અને ઇમ્પ્રેસ કરો
ડી એરિયા:- ગોલ્પોસ્ટની સામે દોરાયેલો ચોરસ ભાગ નાના ડી કહેવાય છે અને તેની બહારનો મોટો ચોરસ મોટો ડી કહેવાય છે.
કોર્નર કિક:- ડિફેન્ડર ખેલાડીને અડીને દડો ડિફેન્ડર્સની ગોલ લાઇનને પસાર કરી જાય ત્યારે કોર્નર કિક મળે છે. થ્રો ઇન: દડો સાઇડ લાઇનને પસાર કરીને બહાર નીકળી જાય એટલે થ્રો મળે, જે ખેલાડી છેલ્લે દડાને અડયો હોય તેની સામેની ટીમનો ખેલાડી દડો બન્ને હાથ સીધા રાખીને માથા પરથી થ્રો કરી શકે કિક ન મારી શકે.
પેનલ્ટી કિક:- રેફરીને લાગે કે કોઇ ખેલાડીએ જાણીબુઝીને સામા ખેલાડીને ઇજા કરી, તેને અટકાવ્યો છે કે મેજર ફાઉલ કર્યો છે ત્યારે પેનલ્ટી કિક મળે, ગોલ પોસ્ટની સામેના પેનલ્ટી સ્પોટ પરથી કીક મારવાની રહે અને ગોલકીપર સિવાય કોઇ ખેલાડી વચ્ચે રહેતો નથી.
ડાયરેકટર ફ્રી કિક:- ડી એરિયા બહાર ફાઉલ થાય તો રેફરી ડાયરેકટર કિક આપી શકે, આ કીક વખતે ડિફેન્ડર્સ વચ્ચે દિવાલ બનીને ઉભી ન શકે.
ઇનડાયરેકટર કિક:- મોટી ડોના ટોપ પાસે ફાઉલ થાય તો ઇનડાયરેકટર શૂટ મળે, તેમાં કિક મારનાર ખેલાડીથી ૧૦ યાર્ડ દૂર ડિફેન્ડર્સ દિવાલ બનીને ઊભા રહી શકે.
ડિફેન્ડર:- ગોલપોસ્ટની નજીક રહીને ગોલ બચાવવાનું તથા બોલને ફરીથી ફોરવર્ડ કે હાફ તરફ પાસ કરવાનું કામ કરતા ખેલાડીઓને ડિફેન્ડર્સ કહેવાય છે. સામાન્ય રીતે ચાર ખેલાડીઓ ડિફેન્ડર્સની ભૂમિકા ભજવે છે.
હાફ:- ડિફેન્ડર્સ અને ફોરવર્ડની વચ્ચે ઉભા રહેતા બે ખેલાડીઓને હાફ કહેવાય છે.
ઓવરલેપિંગ:- ડિફેન્ડર જયારે ફોરવર્ડની ભુમિકામાં આવીને આક્રમણ કરે ત્યારે તેણે ઓવર લેપિંગ કયુૃ કહેવાય
ફોર ટુ ફોર:- ફૂટબોલમાં વપરાતી આ સામાન્ય વ્યુહરચના છે જેમાં ચાર ડિફેન્ડર્સ, બે હાફ અને ચાર ફોરવર્ડનું ફોર્મેશન હોય છે.
હેન્ડ બોલ:- ગોલકીપર સિવાયના ખેલાડી જયારે જાણી જોઇને દડાને હાથ અડાડે ત્યારે તેને હેન્ડ બોલ કહેવાય છે અને ખેલાડીને રેફરી સજા કરે છે.
માકિંગ:- હરીફ ટીમના ખેલાડી એકબીજાની નજીક રહીને તેમને પાસ આપતા અથવા દડાને કબજામાં લેતા રોકવાનો પ્રયત્ન કરતા રહે તેને પાકિંગ કહે છે.
સેલિંગ એ ડમી:- જયારે ખેલાડી એક વ્યુહ અપનાવતો હોવાનો દેખાવ કરીને અલગ વ્યુહનો ઉપયોગ કરે ત્યારે સેલિંગ એ ડમી એવો શબ્દ પ્રયોગ થાય છે.
સ્ટ્રાઇકર:- ફોરવર્ડ પ્રોઝિશનમાં રહેલો એટેકિંગ ખેલાડી
કર્વ કિક:- ખેલાડી દડાને એવા એન્ગલથી કીક મારે જેથી દડો સીધો જવાને બદલે કપ્તાનાકારે ગતિ કરીને આગળ વધે, કોર્નર અથવા ઇનડાયરેકટર શૂટ વખતે ઘણીવાર સારા ખેલાડી કર્વ કિક દ્વારા દડાને સીધો ગોલ પોસ્ટમાં પહોચાડી છે.
ગ્રીન કાર્ડ– યલો કાર્ડ – રેડ કાર્ડ:- અનુકમે નાનો ફાઉલ, છેલ્લા ચેતવણી અને મેચમાંથી ખેલાડી બાતલ