માત્ર બેઠકો જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓને પડેલી તાકાતને નિખારવી અનિવાર્ય

અસોચેમના જણાવ્યા મુજબ હાલનાં સમયમાં પ્લેસમેન્ટ વર્ષમાં સૌથી વધુ પડકાર‚પ બની રહી છે. ૨૦ ટકા જેટલા વિદ્યાર્થીઓને માત્ર નોકરીની ઓફર મળે છે, જે એક સારી વાત ન કહી શકાય. બિઝનેસ સ્કૂલ પ્લેસમેન્ટ માટે સખત સંઘર્ષ કરી રહ્યું છે જેનો ભોગ વિદ્યાર્થીઓ બને છે. હાલ વિદ્યાર્થીઓ બિઝનેસ સ્કૂલમાંથી બહાર તો નિકળે છે પરંતુ નોકરીની તકો પણ મળતી નથી અને તેઓ પોતાના અભ્યાસથી નીચેનું કામ પણ કરી શકતા નથી એટલે કહી શકાય કે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ લટકતી તલવાર જેવી થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે.

ગ્રીમ પ્લેસમેન્ટની સ્થિતિ આ વર્ષમાં કેમ્પસમાં ભરતી કરવામાં આવી છે. જે ગયા વર્ષની સરખામણીએ તીવ્રપણે ઘટીને ૩૦ ટકા રહી છે. અને એન્જીનીયરીંગ કોલેજોમાં આપવામાં આવતા પગાર પેકેજો પણ ૪૦ થી ૪૫ ટકા ઘટાડીને એસોચેમે જણાવ્યું હતું કે, ગયા વર્ષની સરખામણી કરતા આ વર્ષમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.

હાલ બહાર નિકળેલા વિદ્યાર્થીઓ પાસે ડિગ્રી તો હોય છે પરંતુ જે કુશળતા હોવી જોઈએ તેનો અભાવ જોવા મળી રહ્યો છે. કારણકે હવે માત્ર પ્રોફેશ્નલ કોર્ષિષમાં પુસ્તકનું જ્ઞાન જ પીરસાય છે. વિદ્યાર્થીમાં રહેલી કળા તથા તેનું કૌશલ્ય બહાર આવતું નથી. જેથી વિદ્યાર્થીઓ શિક્ષિત તો થાય છે પરંતુ બેરોજગાર રહે છે. એસોચેમ કાઉન્સીલે જણાવ્યું હતું કે, ઘણા માતા-પિતા અને વિદ્યાર્થીઓ ત્રણથી ચાર વર્ષનું રોકાણ કરવા અને ફરી એકવાર અભ્યાસક્રમમાં ઘણા ‚પિયા વાપરે છે. ૪૦૦થી વધુ સંસ્થાઓ નિષ્ક્રિય થઈ ગઈ છે. કારણકે તેઓ પર્યાપ્ત વિદ્યાર્થીઓને સક્ષમ બનાવતા નથી. તેના તારણો મુજબ મોટી સંખ્યામાં અને એન્જીનીયરીંગ કોલેજો વિદ્યાર્થીઓને આકર્ષવા માટે સક્ષમ નિવડી શકતી નથી.

દિલ્હી, એનસીઆર, મુંબઈ, બેંગલોર, અમદાવાદ, કોલકતા, લખનઉ, દેહરાદુન સહિતના મોટા શહેરોમાં ૨૦૧૫થી અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ પહેલેથી જ બંધ છે, અન્ય ૯૯ તેમના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. આ તફાવતનું સૌથી મોટું કારણ ટાયર-૨ અને ટાયર-૩ મેનેજમેન્ટ શૈક્ષણિક સંસ્થાઓની ઝડપી ઉપદ્રવ છે. જે કમનસીબે મેનેજમેન્ટ શિક્ષણની ગુણવતામાં સુધારાયી મેળ ખાતા નથી. સમસ્યાના મુળભુત કારણ એ છે કે, સંસ્થાઓ બેઠકો ભરવા પર ધ્યાન કેન્દ્રીત કરે છે અને પ્રવેશતા સમયે વિદ્યાર્થીઓની ગુણવતાને ધ્યાનમાં લેતા નથી. ઈન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવા, તેમના ફેકલ્ટીને તાલીમ આપવા, ઔધોગિક જોડાણ પર કામ કરવા અને સંશોધન અને જ્ઞાન રચના પર નાણા ખર્ચવા અને નોકરીદાતાઓને બદલે વિદ્યાર્થીઓને રોજગારી આપવાની ભલામણ કરી છે.

જો વિદ્યાર્થીઓની કુશળતાને નિખારવામાં આવશે તો જ નોકરીની તકો ઉદભવીત થશે તે અનિવાર્ય બન્યું છે જેથી સંસ્થા માત્ર બેઠકો નહીં પરંતુ વિદ્યાર્થીઓમાં પડેલી તાકાતને જો નિખારી શકવા સક્ષમ રહેશે, તો પણ ટકી શકશે, નહીતર નહીં.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.