આપણા સમાજમાં અને મનુષ્યની જીવનયાત્રામાં કેટલીક ક્ષણો અવિસ્મરણીય અને ચિરંજીવ બને છે, જે કાળના ગર્ભમાં કદાપિ વિલીન થતી નથી. આવી અવિસ્મરણીય ક્ષણો આપણા દેશની સ્વતંત્રતા માટે જેમણે આઝાદ હિન્દ ફોજની રચના કરી હતી અને અંગ્રેજી સલ્તનતની સામે યુધ્ધ કર્યું હતુ તે આપણી આઝાદીના અગ્રદૂત સુભાષચંદ્ર બોઝે આપેલી કુરબાની વખતની ચિરંજીવ ક્ષણો છે અને અત્યારે આપણા દેશમાં હાહાકાર મચાવનાર ‘કોરોના’ની સામે ઝઝૂમી રહેલા આપણા દેશવાસીઓએ આપેલી લડતને લગતી છે, જે આપણા દેશની શાબાશીના અધિકારી છે.

બીજી મહત્વની જાણવા જેવી બાબત આ છે કોઈપણ માણસ સંપૂર્ણ પણે સુખી હોય એવું હું માનતો નથી. કોઈ પણ માણસ સંપૂર્ણ પણે દુ:ખી હોય એવું માનવાની મન ના પાડે છે. મારૂ એવું માનવું છે કે કોઈ પણ માણસ સંપૂર્ણ પણે આનંદી હોઈ શકે. આનંદ મનુષ્યનો સ્વભાવ થાય. કેટલાક માણસો દુ:ખની વચ્ચે પણ હસી શકે છે. અથવા દુ:ખને હસી કાઢે છે. કેટલાક માણસો દુ:ખને વધુ પડતી ગંભીરતાથી લે છે. અને આ રીતે એમનું દુ:ખ વધુને વધુ ઘૂંટાય છે. કોઈ પણ માણસ તમને આનંદ ઉછીનો આપી ન શકે. આનંદ આપમેળે મેળવવાનો હોય છે. આનંદ મનની અવસ્થા છે. જે લોકો વાત વાતમાં ભાંગી પડતા હોય એ લોકો કદી સુખી હોતા નથી.

કેટલાક માણસો ફરિયાદ ન કરે તો એમને ચેન ન પડે. સુરજ ઉગે ત્યારથી એમની ફરિયાદ શરૂ થઈ જાય. કયારેક તનની ફરિયાદ, કયારેક મનની ફરિયાદ, કયારેક ધનની ફરિયાદ, કયારેક સ્વજનની ફરિયાદ આવા માણસોને દરેક બાબતમાં ઓછુ આવતું હોય છે. એમને ખાંડ ખવડાવી તો શરદી થાય, ગોળ ખવડાવો તો ગરમ પડે, પથ્થર આપો તો વજનદાર લાગે, ફુલ આપો તો હળવું લાગે. જયારે કેટલાક માણસો એવા હોય છેકે એ લોકો કદી દુ:ખને ગાંઠતા નથી. રણમાં પ્રવાસ કરવો હોય તો તાપ સહન કરવો જ પડે. પણ રણ પણ જોવું હોય અને તાપ કે તરસ સહન ન થાયની ફરિયાદ કરવી હોય તો એ લોકો માટે કોઈ ઉપચાર નથી. માણસને પરિસ્થિતિને સ્વીકારતા આવડવી જોઈએ.

ઈશ્ર્વરના જગતમાં સત્ય દ્વિમુખી હોઈ શકે છે? છીપમાં બહારની ધૂળનો કણ પ્રવેશ કરે તો જ અંદર મોતીનો જન્મ થાય છે. પણ માદાના ગર્ભાશયમા જો બહારથી કોઈ વસ્તુ પ્રવેશ કરે તો પીડ બંધાતો નથી. અને ગર્ભસ્ત્રાવ થઈ જાય છે. સાચુ બોલનારને જુઠની ખબર ન હોય એવું બની શકે છે. પણ જુઠું બોલનાર માણસને ૧૦૦ ટકા સત્યની ખબર હોવી જોઈએ. જૂઠમાં પણ સત્યની કોઈ વિકૃત શકિત હોય છે? જીઝસને શયતાને ત્રણ પ્રશ્ર્નો પુછયા હતા અને બીજો પ્રશ્ર્ન હતો. તારી શકિતથી તું મનુષ્યને પ્રકૃતિના નિયમની વિરૂધ્ધ કરાવ ! એટલે કે માણસ ગુરૂત્વાકર્ષણના નિયમ પ્રમાણે નીચે ન પડે પણ ઉપર ઉડતો રહે. જીઝસે અદ્ભૂત ઉત્તર આપ્યો કે. તો જૂઠને એના ગર્ભમાં રહેલા વિકૃત સત્યની શકિત મળી જાય !

આજેય આવા લોકો છે. સમાજ સેવક્પૂણ્ય લોભી હોય છે. તેઓ સેવાને અનિવાર્ય ગણીને ચાલે એમની નિષ્ઠા સો ટચની હોય છે, પરંતુ એમની દ્રષ્ટિમાં માનવીય મનોવિજ્ઞાનનું ખાસ કોઈ સ્થાન નથી. કેટલાક સેવકો નિષ્ઠાપૂર્વક કર્મ કરત રહે છે. પરંતુ એમનું કર્મ લગભગ મજૂરીની કક્ષાએ પહોચી જતું હોય છે. હોસ્પિટલ જરૂરી છે, પરંતુ એના બધા ખાટલા ઉભરાતા જ રહે તેવી પરિસ્થિતિ શરમજનક છે.મેડિકલ સ્ટોર જરૂરી છે. પરંતુ એની ઘરાકી ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થાય તો જ સેવા શોભે.

આ બધું એમ માનવા પ્રેરે છે કે, માનવજીવ આઝાદીના અગ્રદૂતથી માંડીને કોરોના સુધી, જયારે જયારે દેશની સેવા કરવાનો અને તેને માટે લડવાનો વખત આવે છે ત્યારે એ લડે છે અને તે ક્ષત્રો ચિરંજીવ બન્યા વિના રહેતી નથી.

આપણી સામે ઉભેલા પડકારોને સફળતા પૂર્વક ઝીલવામાં આપણે સફળ થઈએ એવી પ્રાર્થનામાં ‘અબતક’ સાથે રહેશે એમ કહેવાની જરૂર ખરી?

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.