કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારામને ખાતરી આપી છે કે, દેશની તમામ બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. જે બેંકોનું ખાનગીકરણ કરવામાં આવશે,તેના તમામ કર્મચારીઓના હિતોનું રક્ષાણ કરવામાં આવશે. સરકારે બજેટમાં બે સરકારી બેંકોના ખાનગીકરણની જાહેરાત કરી હતી, જોકે તેમના નામોની ઘોષણા હજુ સુધી કરવામાં આવી નથી.

નાણામંત્રી નિર્મલા સીતારામનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે બેન્કના ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટ સંબંધિત અન્ય નિર્ણયોના વિરોધમાં બેંક કર્મચારીઓ બે દિવસની હડતાલ પર ઉતર્યા છે. યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યૂનિયન હેઠળ આ હડતાલ યોજાઇ રહી છે. તેમાં નવ મોટા બેંક યુનિયનો શામેલ છે.

નાણામંત્રી નિર્મલા સીતારામને સ્પષ્ટતા કર્યું હતું કે, બંને બેંકોનું ખાનગીકરણ કરવાનો નિર્ણય વિચારીને લેવાયો છે. આમાં કોઈ ઉતાવળ કરવામાં આવી નથી. સરકાર ઇચ્છે છે કે,બેંકો દેશની આકાંક્ષાઓ પર સાબીત થઈ શકે. નાણાંમંત્રીએ ખાતરી આપી હતી કે, બેંકોના હાલના તમામ કર્મચારીઓના તમામ હિતોનું રક્ષણ કરવામાં આવશે.

નાણામંત્રીએ કહ્યું કે, જે બેંકોનું ખાનગીકરણ કરવું છે, ખાનગીકરણ બાદ પણ આ બેંકો પહેલાની જેમ કામ ચાલુ રહેશે. તેમાં સ્ટાફના હિતોને કોઈ નુકસાન થશે નહીં. નાણામંત્રીના મતે કેન્દ્રીય કેબિનેટે ડેવલપમેન્ટ ફાઈનેન્સ ઈન્સ્ટીટ્યૂશન (DFI)ની રચનાને મંજૂરી આપી દીધી છે. આ અંતર્ગત નાણાકીય ભંડોળ સાથે વિકાસના કામોની ખાતરી કરવામાં આવશે. નાણાંમંત્રીએ કહ્યું કે, ભૂતકાળમાં પણ રોકાણ ભંડોળ ઉભું કરવાના પ્રયાસો કરવામાં આવ્યા છે, પરંતુ લાંબા ગાળાના જોખમને જોતાં કોઈ પણ બેંક તેમાં મૂકવા તૈયાર નહોતી.

નાણાંમંત્રીના જણાવ્યાં અનુસાર, પાછલા બજેટમાં અમે કહ્યું હતું કે, માળખાકીય સુવિધાઓ અને વિકાસલક્ષી યોજનાઓને ભંડોળ આપવા માટે નેશનલ બેંકની સ્થાપના કરવામાં આવશે. સરકાર વિકાસલ નાણાકીય સંસ્થાઓ માટે કેટલીક સિક્યોરિટીઝ આપવાની પણ વિચારણા કરી રહી છે. તેનાથી ખર્ચમાં ઘટાડો થશે. આ ડીએફઆઈને પ્રારંભિક મૂડી વધારવામાં અને અન્ય સ્રોતોથી નાણાં એકત્રિત કરવામાં મદદ કરશે. બોન્ડ માર્કેટમાં પણ તેની સકારાત્મક અસર જોવા મળશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.