ડિજિટલ મીડિયાના સિધ્ધાંતો ક્યાં??
અમૂક કંપનીઓનો ઈન્ટરનેટ સામ્રાજ્યવાદ ભારતમાં સ્વીકાર્ય નહીં: કાયદામંત્રી રવિશંકરપ્રસાદ
સોશિયલ મીડિયાની સ્વતંત્રતા ‘સ્વછંદતામાં’ પરિણમે તો કોઈપણ દેશ માટે મોટું જોખમરૂપ
સોશિયલ મીડિયાના વાયરલ ‘વાયરસ’ને રોકવા કેન્દ્ર સરકારે ગત મહિને નવા નીતિ-નિયમો જારી કર્યા હતા. જેમાં ફેસબુક, ટવિટર, ઈન્સ્ટાગ્રામઅને યુટયુબ જેવા સોશ્યલ મીડિયા જાયન્ટસે ફરજીયાત ગોંડલ ઓફીસર, ગેરકાયદે કમેન્ટસ 24 કલાકમાં હટાવવા તેમજ દર મહિને સરકારને રીપોર્ટ સોંપવા જેવા કેટલાક મહત્વના પરિબળો આવરી લેવાયા છે. સોશ્યલ મીડિયા કંપનીઓ ઉપરાંત, ઓટીટી પ્લેટફોર્મ અને ડિજિટલ ન્યુઝ મીડીયા માટે પણ નવા નિયમો ઘડયા છે.આ નવા માળખાને લઈ સોશ્યલ મીડિયા કંપનીઓ અને વિપક્ષો સરકાર સામે વિરોધ કરી રહ્યા છે. આલોચકોને જવાબ આપતા તાજેતરમાં કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું છે કે નવા નીતિ નિયમો સોશ્યલ મીડિયાની સામે નહીં પણ ગેરઉપયોગ કરનારા મીડિયા તેમજ ઉતરતી કક્ષાના ક્ધટેન્ટ પર રોક લગાવવા માટે લાવ્યા છીએ.
દેશમાં તમામ ગતિવિધિઓ સુચારૂ રૂપથી સંચાલિત કરવા માટે સરકાર દ્વારા કાયદા ઘડાય છે. અને તે તમામ આપણા ‘મૂળ બંધારણ’ને અનુરૂપ જ હોવા આવશ્યક છે. પરંતુ હાલની ડીજીટલ યુગની જરૂરિયાત મુજબ તાજેતરમાં જે કાયદાઓ ઘડાયા છે. તે સોશ્યલ મીડીયા પ્લેટફોર્મમાં મુંઝવણકર્તા છે. આખરે ડીજીટલ મીડિયાના સિધ્ધાંતો એવા તે કયાં કે જેને સર્વસ્વિકૃતિ પ્રદાન થઈ શકે ?? આમ કરવું તો ઘણુ મુશ્કેલ છે. કારણ કે સોશ્યલ મીડિયાના માધ્યમથી જે દૂરસંચાર થાય છે. એમાં મોટાભાગની ગતિવિધિઓ એ નામે જ થાય છે. કે અમને વાણી સ્વતંત્રતા અને અભિવ્યકિતનો મૂળભૂત અધિકાર પ્રાપ્ત છે. અમે અમારા વિચાર પ્રગટ કરવા સંપૂર્ણ સ્વતંત્ર છીએ. આ વચ્ચે નવા નિયમો લાગુ કરાવવા સરકાર માટે કપરૂ તો છે જ પરંતુ હાલ વધી જઈ રહેલા દુષણને રોકવા આ નવા નિયમો જરૂરી પણ છે. સોશ્યલ મીડિયા પર વાણી સ્વતંત્રતા અને અભિવ્યકિતની આઝાદીતો છે જ પરંતુ આ સ્વતંત્રતા ‘સ્વછંદતા’માં પરિણમે તો કોઈ પણ દેશ માટે મોટુ જોખમ ઉભુ થઈ શકે છે.
કેન્દ્રીય કાયદામંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, હાલ, અમૂક કંપનીઓનો જે ‘ઈન્ટરનેટ સામ્રાજયવાદ’છે તેનો ભારત સરકાર સ્વિકાર નહીં કરે, અને જે લોકો નવા નિયમોની આલોચના કરી રહ્યા છે, જેઓ સરકારને ‘જ્ઞાન’ દઈ રહ્યા છે. તેઓમાં સોશ્યલ મીડિયા પર પોતાની ઓળખાણ સામે લાવવાની પણ હિંમત હોવી જોઈએ.