સુપ્રીમ કોર્ટ મંગળવારે એસસી/એસટી ઍક્ટમાં ધરપકડ પહેલા તપાસ અનિવાર્ય કરવાના મામલે કેન્દ્રની પુનર્વિચારણા અરજી પર ખુલ્લી કોર્ટમાં સુનાવણી કરી. કોર્ટે પોતાના ફેંસલા પર રોક લગાવવાનો ઇનકાર કરી દીધો. કહ્યું, “અમે એસસી-એસટી ઍક્ટની વિરુદ્ધ નથી પરંતુ, કોઇ નિર્દોષને સજા ન થવી જોઇએ.” કોર્ટે દરેક પાર્ટી પાસેથી 10 દિવસમાં જવાબ માંગ્યો છે અને આ મામલે 10 દિવસ પછી સુનાવણી કરવામાં આવશે. પુનર્વિચારણા અરજી સોમવારે કેન્દ્ર સરકાર તરફથી દાખલ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટના એસસી-એસટી ઍક્ટ મામલે ફેંસલા પછી દલિત સંગઠનોએ સોમવારે ભારતબંધનું આહ્વાન કર્યું હતું. આ દરમિયાન 10થી વધુ રાજ્યોમાં હિંસા થઇ અને 14 લોકોના મોત થયા.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,