સૌરાષ્ટ્રની છ સિંચાઇ યોજનાઓમાં પાંચ વર્ષમાં ૨૫ કરોડ ખર્ચાયા છતાં લોકોને કોઇ લાભ મળ્યો નથી
રાજ્યમાં ચોમાસુ અનિયમિત છે અને સિંચાઇ યોજનાઓનું માળખું હજુ પણ અપૂરતું અને અધૂરૂ છે ત્યારે જળાશયોના આધારે ખેડૂતોને સિંચાઇ માટે પાણી આપવામાં આવે છે પરંતુ છેલ્લા કેટલાય વર્ષોી આ જળાશયો (ડેમ)માં કાંપ ભરાઇ ગયો હોવાના કારણે તેની ક્ષમતા કરતા પાંચ ટકાી લઇને
૨૫ ટકા જેટલો પાણીનો સંગ્રહ ઓછો થાય છે.
કાંપ કાઢવા કરોડો રૂપિયાના ખર્ચે કામ સોંપવામાં આવે છે તેમ છતાં કામ પણ તું ન હોવાનું કેગના અહેવાલમાં ટાંકવામાં આવ્યું છે. તો જળસંપતિ વિભાગ દ્વારા નહેરોના અસ્તરના કામમાં પણ બેદરકારી દાખવાઇ હોવાનું નોંધ્યું હતું. પરિણામે ૨૦૧૧-૧૨ી ૨૦૧૫-૧૬
દરમિયાન રાજ્યની ૫૩ સિંચાઇ યોજના હેઠળ તૈયાર
કરાયેલા ૨,૮૭,૨૨૨ ખેડવાણ સિંચાઇ વિસ્તાર સામે માત્ર ૬૭,૫૯૪ સિંચાઇ વિસ્તાર જ પ્રાપ્ત યો હતો.
કેગના અહેવાલમાં સિંચાઇ યોજનાઓની કરાયેલી તપાસમાં અનેક પ્રકારની અનિયમિતતા હોવાનું બહાર આવ્યું છે. રાજ્યની જળનીતિ ૨૦૧૫માં ઘડવામાં આવી હોવા છતાં જળ સંરક્ષણની નીતિ માટે કોઇ જ લાંબા ગાળાની યોજના કે નિયત સમયગાળો નક્કી કરાયો ન હતો. તેના બદલે વિભાગે નહેરોના અસ્તર કામ અને બંધના જળાશયોમાંી કાંપ કાઢવાના કામ ટુકડે ટુકડે હા ધર્યા હતા જેી યોગ્ય લાભ મેળવી શકાયા ન હતા. સરકારે કાંપી મોજણી કરવા કેન્દ્રિય જળ આયોગની માર્ગદર્શિકાનું પાલન કર્યું ન હતું.૧૯ સિંચાઇ યોજનામાં ઓડિટના સમયગાળામાં ટેન્ડર આપવામાં વિલંબના કારણે પણ કામગીરી એટલી ઓછી ઇ હતી કે, ૨૦૧૨ી ૨૦૧૫ સુધી બે તબક્કે ૨૫ લાખ ઘનમીટર અને ૧૯ લાખ ઘનમીટર કાંપ કાઢવાની કામગીરી સોંપાઇ હતી. તેની સામે ઇજારદારો દ્વારા અનુક્રમે ૬૬ ટકા અને ૩૯ ટકા કામગીરી જ કરવામાં આવી હતી. જેના કારણે બંધો છલકાઇ જવા પામ્યા હતા.
સરકારે કેગને જવાબ આપ્યો હતો કે, કેન્દ્રિય જળ આયોગની માર્ગદર્શિકા રાજ્ય માટે ફરજિયાત ની અને ગેરી સંસ દ્વારા કાંપની મોજણી જગ્યા કોરી હતી ત્યારે કરાઇ હતી અને જગ્યા કોરી ન હોય ત્યારે પણ અવાજના મોજાની અત્યાધુનિક સિસ્ટમ પ્રમાણે ઇ શકે છે.
જો કે કેગ દ્વારા આ જવાબનો અસ્વીકાર કરતા જણાવ્યું હતું કે, કેન્દ્રની માર્ગદર્શિકા ફરજિયાત ન હોય તો પછી સરકારે કાંપની મોજણીનો સમયગાળો નિયત કરવો જોઇતો હતો. કેટલીક યોજનામાં ૨૦૦૩ અને કેટલાકમાં ૨૦૧૦ પછી કોઇ જ મોજણી કરવામાં આવી ન હતી.
છ સિંચાઇ યોજનામાં નહેરના અસ્તરના ૧૬ કામ વહીવટી પ્રક્રિયાના કારણે પડતર હોવાી હા ધરી શકાયા ન હતા. ૪ સિંચાઇ યોજનામાં ૨૫ી ૩૫ ટકા જેટલું પાણીનું નુકસાન યું હતું. ૧૭ સિંચાઇ યોજનામાં નહેરના દરવાજા, નહેરની સાઇફન અસ્તિત્વમાં ન હતા કે નુકસાન પામેલા હતા.૭૪ ટકા સિંચાઇ યોજનામાં હેડ રેગ્યુલેટર, ડાયરેક્ટ આઉટલેટ માટે લોકિંગ પધ્ધતિ જ ન હતી. ૫૬ યોજનામાં પાણી માપવાના સાધનો પણ લગાવાયા ન હતા. સૌરાષ્ટ્રની ૬ યોજનામાં ૨૦૧૨ી ૨૦૧૬ સુધી ૨૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો પણ તેના પૂરા લાભ મળ્યા ન હતા.