રકત દાતાના ઘરે જઈ થેલેસેમિયાના દર્દીઓ માટે લોહી એકઠું કરવાની વ્યવસ્થા કરાઈ

સૌરાષ્ટ્રના ૧૧૦૦ જેટલા થેલેસેમિયાના દર્દીના પરિવારને તંત્રે આપી હૈયાધારણ

કોરોના કોવિડ ૧૯ ના કારણે દેશભરમાં અફડાતફડી મચી રહી છે. ત્યારે પ્રધાનમંત્રી દ્વારા સમગ્ર દેશને લોક ડાઉન કર્યા બાદ સૌરાષ્ટ્રભરના થેલેસેમિયા ૬૦૦ વધુ અને રાજકોટના ૫૦૦ થી વધુ દર્દીઓ માટે બ્લડની અછત સર્જાતા ’અબતક’ તેમની વ્હારે આવી તેમની સમસ્યાઓને વાચા આપી ગત તા. ૨૬મી માર્ચના રોજ અહેવાલ પ્રકાશિત કરતા તેના પડઘા શહેરમાં પડ્યા હતા. લોક ડાઉનના પગલે રક્તદાતાઓ પોલીસની બીક ના કારણે રક્તદાન કરવા પહોંચી ન શકતા ’અબતક’ દ્વારા પ્રકાશિત અહેવાલ બાદ રક્તદાતાઓએ હિંમત કરી ગઈ કાલે ૪૦ થી વધુ રક્તદાતાઓ થેલેસેમિયા પીડીત દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલમાં રક્તદાન કરવા આવી પહોંચ્યા હતા. જ્યારે સિવિલ હોસ્પિટલના  આરએમઓ દ્વારા પણ લોક ડાઉનની પરિસ્થિતિમાં દાતાઓ પાસે પહોંચી રક્ત એકત્રિત કરવાના પ્રયાસો હાથધર્યા છે.

સમગ્ર વિશ્વમાં કોરોના કોવિડ ૧૯ થી તંગદિલી ફેલાઈ છે ત્યારે રાજકોટમાં સહિત સૌરાષ્ટ્રમાં પણ કોરોના ના પોઝિટિવ કેસની સંખ્યા વધતા લોક ડાઉનની પરિસ્થિતિ સર્જાઈ હતી. તે દરમિયાન રાજકોટ શહેર અને સૌરાષ્ટ્રના ૧૦૦૦ થી વધુ થેલેસીમિયાના દર્દીઓને મહા મુશ્કેલી સર્જાઈ હતી. સિવિલ હોસ્પિટલ બ્લડબેંક સહિત અન્ય બ્લડબેંક માં પણ રક્તની અછત સર્જાઈ હતી. ત્યારે ’અબતક’ દ્વારા થેલેસેમિયા ના દર્દીઓને વ્હારે સર્જાયેલી મુશ્કિલોને અહેવાલમાં પ્રકાશિત કરી આમ જનતા અને રક્તદાતાઓને પ્રેરિત કરવામાં આવ્યા હતા. રક્તદાતાઓ લોક ડાઉનના કારણે બ્લડબેંક સુધી પહોંચી ન શકતા અને પોલીસ મારશે તેવા ડરથી બહાર ન નીકળતા રક્તની ભારે અછત સર્જાઈ હતી. પરંતુ ’અબતક’ ના અહેવાલ બાદ રક્તદાતાઓ હિંમત કરી સિવિલ હોસ્પિટલ ખાતે ૪૦ થી વધુ રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું.

શહેરભરમાં લોક ડાઉનના પગલે થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના બ્લડ ટ્રાન્સફયુઝન અટકી ગયું હતું. બે દિવસ પહેલા થેલેસેમિયાગ્રસ્ત બાળકી કોમામાં ચાલી ગઈ હોવાનું પણ જાણવા મળ્યું હતું. થેલેસેમિયાના દર્દીઓ માટે ખોરાક સમાન રક્ત ચડવામાં અનુરોધ આવ્યા બાદ ’અબતક’ દ્વારા પ્રકાશિત અહેવાલને ધ્યાનમાં રાખી ફક્ત તંત્ર જ નહીં પરંતુ આમ જનતા પણ હિંમત કરી હતી. તંત્ર દ્વારા પણ મહબીમારી સમાન થેલેસેમિયા ના દર્દીઓના વોર્ડને પણ કેટીસી હોસ્પિટલ ખાતે ટ્રાન્સફર કરવામાં આવ્યો છે. જેના માટે થેલેસેમિયા ના દર્દીઓને આઇશોલેસન અને અન્ય બીમારીઓના ચેપ ના લાગે તેની પણ પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે.

કોરોના કોવિડ ૧૯ ના સંક્રમણથી બચવા તંત્ર દ્વારા મહત્વના નિર્ણયરૂપ લોકોને ઘરમાજ રહેવાની ફરજ પાડવામાં ફરમાવ્યું હતું. જેના પગલે શહેર અને આસપાસના જિલ્લાઓમાં થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને ખૂબ હાલાકી પડી હતી. ત્યારે સિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા રક્તની અછત સર્જાતા ભાવનગર ખાતેથી ૮૦ થી વધુ રક્તની બોટલ માંગવામાં આવી હતી. સાથે જુદા જુદા વિસ્તાતોમાં ફરીને ૨૦ થી ૨૫ અન્ય રક્તની બોટલો એકત્રિત કરવામાં આવી હતી. મહામારી ના પગલે ’અબતક’ ના ખાસ અહેવાલ બાદ તંત્ર, દાતાઓ અને રક્તદાતાઓ હોસ્પિટલ ખાતે પહોંચી દર્દીઓને વ્હારે આવ્યા હતા.

૨૬ માર્ચના ‘અબતક’ માં પ્રસિદ્ધ થયેલા અહેવાલનો પડઘો

9

લોક ડાઉનના પગલે સિવિલ હોસ્પિટલ તંત્ર રક્તદાતાઓ સુધી પહોંચશે : આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડા

કોરોના વાયરસને કારણે જનજીવન ઠપ્પ થઈ જવા જેવી સ્થીતી સર્જાઈ છે. ત્યારે રાજકોટ અને સૌરાષ્ટ્રના ૧૦૦૦ થી વધુ થેલેસેમિયા ના દર્દીઓને રક્ત ની અછત સર્જાતા દર્દીઓ અને તેમના પરિવારજનોની ચિંતા વ્યકત કરવા ’અબતક’ દ્વારા અહેવાલ પ્રકાશિત કર્યા બાદ સિવિલ હોસ્પિટલના આરએમઓ ડો. મહેન્દ્ર ચાવડાએ અગત્યનો નિર્ણય લીધો હતો. જેમના દ્વારા હોસ્પિટલની અને અન્ય સંસ્થાઓ સાથે મળી બ્લડ ડોનેશન વેનને પોલીસ સાથે રાખી શહેરના જુદા જુદા વિસ્તારોમાં મોકલી ખુદ દાતાઓ પાસે પહોંચી રક્ત એકત્રિત કરીશુ. મહામરીના પગલે રક્તદાન કેમ્પ ન યોજી શકતા થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને સહાય માટે ખુદ બ્લડ ડોનોરો પાસે તંત્ર પહોંચવાનો પ્રસ્તાવ કર્યો છે. સાથે થેલેસેમિયા પણ ગંભીર બીમારી હોય જેને ધ્યાનમાં રાખી થેલેસેમિયા ના વોર્ડને કે.ટી. ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે સ્થળાંતર કરવામાં આવ્યું છે. અને થેલેસેમિયા ના દર્દીઓ માટે સતત કાર્યરત રહેવાની ખાતરી પણ સિવિલ હોસ્પિટલના આરએમઓ એ આપી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.