હાથીપગાને નાથવા 16 સાઇડ પર 1048 લોકોના લોહીના નમૂના લેવાયા
અબતક, રાજકોટ
હાથી5ગાની સારવાર માટે ડી.ઇ.સી. નામની દવા આ5વામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં વર્ષ – 2007 થી 2012 હાઉસ-ટુ-હાઉસ એમ.ડી.એ (માસ ડ્રગ એડમીનીસ્ટ્રેસન) કાર્યક્રમ હાથધરી ઘરે ઘરે લોકોને ડી.ઇ.સી. ટેબલેટ ગળાવવાની કામગીરી હાથ ધરેલ હતી. છેલ્લો એમ.ડી.એ. રાઉન્ડ વર્ષ 2012 માં સફળતા પૂર્વક પૂર્ણ કર્યા બાદ હાથી5ગા નિમુર્લન કાર્યક્રમ અંતર્ગત ટ્રાન્સમીશન એસેસમેન્ટ સર્વે – 1 તથા ર સફળતા પુર્વક પાસ કરેલ છે.હાલ રાજકોટ શહેરમાં હાથી5ગાના 13 દર્દી છે. આ તમામ દર્દીઓ અગાઉ નોંધાયેલ છે. છેલ્લા વર્ષ 2007 થી એક 5ણ નવો કેસ નોંઘાયેલ નથી.
આ રોગના જંતુઓ (માઇક્રોફાઇલેરીયા કૃમિ) મનુષ્યના શરીરમાં રહે છે અને ઘણા વર્ષો બાદ રોગના ચિન્હો દેખાય છે એક વાર હાથીપગાનો રોગ લાગુ પડી ગયા બાદ તેને મટાડવાનો કોઈ ઈલાજ નથી. પરંતુ મનુષ્યના લોહીમાં આવા કૃમિ માલૂમ પડે તેને દવા આપી તેને હાથીપગાના દર્દી બનતા અટકાવી શકાય. હાથી5ગાના કૃમિ રાત્રીના સમય દરમ્યાન લોહીમાં સક્રિય હોય, આથી રાત્રી દરમ્યાન લોહીના નમુના લઇ તેનુ 5રીક્ષણ કરવાની કામગીરી કરવામાં આવે છે.હાથી5ગા નિમૃર્લન કાર્યક્રમ અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા દ્વારા દર વર્ષે 4 ફિકસ અને 4 રેન્ડમ સાઇટ 5ર અને માઇગ્રેટરી વિસ્તાર (ગુજરાત બહારથી સ્થળાંતર કરેલ વસ્તીના વિસ્તાર) માં નાઇટ બ્લડ સર્વે દ્વારા લોહીના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે.
તા.22/02/2022 ના રોજ ર4 ટીમ દ્વારા સુખ સાગર સોસાયટી, દેવકીનંદન, ભીમરાવનગર, ભૈયાબસ્તી, ગુલાબનગર, શાસ્ત્રીનગર, આંબેડકરનગર, લક્ષ્મીનગર મફતીયું, નાનામોવા (સુવર્ણભુમી, અંબીકા ટાઉનશી5 જીવરાજ પાર્ક), બજરંગ સોસાયટી – રસુલ5રા પ્રાથમીક શાળા સામે, શીવ5રા, હરીદ્વાર સોસા., શિવનગર દોશી હોસ્પિટલ પાસે, નવલનગર, ટપુભવાન પ્લોટ, સમ્રાટ ઇન્ડ. વિસ્તારમાં હાથી5ગા માટે લોહીના નમુના લેવાની કામગીરી હાથ ધરવામાં આવેલ. જેમાં 1048 લોહીના નમુના લેવામાં આવેલ જેને લોબોરેટરી ટેક્નિશિયન દ્વારા 5રીક્ષણ કરવામાં આવશે અને પોઝિટીવ રીઝલ્ટ પ્રાપ્ત થાય તો સંપુર્ણ સારવાર કરાવી તેને હાથી5ગાના દર્દી બનતા અટકાવી શકાય.