હાલ કોરોનાની સ્થિતિ અતિગંભીર છે. નોવેલ કોરોના વાયરસ કે જેને ઠઇંઘ દ્વારા વૈશ્ર્વીક મહામારી જાહેર કરવામાં આવી છે. હાલની કોરોના વાયરસની પરિસ્થિતિને ઘ્યાને લેતા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા નોવેલ કોરોના વાયરસને નિયંત્રણ કરવા તેમજ તેમને સંલગ્ન વિવિધ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે. જેમાં રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ- કર્મચારીઓની આ કામગીરી માટે જરુરીયાત રહે છે. જેથી રાજકોટ મહાનગરપાલિકામાં ફરજ બજાવતા તમામ અધિકારીઓ- કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ મ્યુનિ. કમિશ્નર ઉદિત અગ્રવાલ દ્વારા રદ કરવામાં આવી છે. જે માટે પરિપત્ર બહાર પાડવામાં આવેલ છે. અને આપવામાં આવેલ પરિપત્રનો ચુસ્તપણે તાત્કાલીક અસરથી અમલ કરવા મ્યુનિ. કમિશ્તર ઉદીત અગ્રવાલએ જણાવ્યું હતું.