મિશનરી ઓફ ચેરિટીના એફસીઆરએની માન્યતા 31 ડીસેમ્બર સુધીની જ છે.
ચેરિટી કરતી મિશનરી ઉપર સરકારે તવાઈ બોલાવી હોવાનું બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આરોપ મૂક્યો હતો જેના જવાબમાં સરકારે માહિતી આપતા કહ્યું હતું કે સરકાર દ્વારા તેરી કરતી મિશનરી ના એક પણ બેંક ખાતાને બ્લોક કરવામાં આવ્યા નથી સામે આ સંસ્થા માટે ફોરેન કન્ટ્રીબ્યુશન રેગ્યુલેશન એક્ટ ( એફસીઆરએ )ની માન્યતા ૩૦ ડિસેમ્બર 2021 સુધીની જ હતી સામે સંસ્થાએ તેના રિન્યુઅલ માટે જે પ્રોસેસ કરેલી છે તેમાં ઘણાં પ્રશ્નો ઉદભવતા હજી તેમના રિન્યુઅલ ને મંજૂરી મળી નથી પરંતુ જે રીતે સરકાર પર આરોપ લગાવવામાં આવ્યા છે જે આરોપ ખરા અર્થમાં બેબુનિયાદ છે અને સરકાર દ્વારા આ પ્રકારના એક પણ ખાતા ને બ્લોક કરવામાં આવ્યા નથી.
આ સંસ્થાની સ્થાપના મધર ટેરેસાએ વર્ષ 1950માં કરી હતી. તેઓએ આ સંસ્થાને ઊભી કર્યા બાદ મોટા ભાગનો સમય કલકત્તાના ગરીબ લોકોના ઉત્થાન માટે કર્યો હતો. પરંતુ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ટ્વિટ કરી સરકાર સમક્ષ આરોપ મૂક્યો હતો કે ક્રિસમસના વ્યવહારમાં પણ સરકારે સંસ્થાના ખાતાઓ જે રીતે બ્લોક કર્યા છે તે યોગ્ય ન કહી શકાય.
એટલું જ નહીં મિશનરી ઓફ ચેરિટીના સુપિરિયર જનરલ સિસ્ટર એમ.પ્રેમાએ માહિતી આપતા કહ્યું હતું કે એક પણ પ્રકારના બેંક ખાતાઓ અને સરકાર દ્વારા કરવામાં આવેલા નથી અને સંસ્થાને એ વાતની પણ તાકીદ કરી દેવામાં આવી છે કે અત્યારના સમયે કોઈપણ સંસ્થા વિદેશથી આવતા નાણાંના કોઈ ખાતા ઓપરેટ ન કરે. એ તરફ સરકારે એ વાતની પણ સ્પષ્ટતા કરી છે કે સંસ્થા દ્વારા જે અરજી રીન્યુ માટે કરવામાં આવી હતી જેમાં અનેક સુધારા હોવાના કારણે હજી તેને માન્યતા મળી નથી. અમે હવે સંસ્થા જ્યાં સુધી રીન્યુ લાઇસન્સ ન મળી શકે ત્યાં સુધી એક પણ પ્રકારનું ફોરેન એટલે કે વિદેશથી આવતા નાણાં વાપરી નહીં શકે.