પેધી ગયેલા ડ્રાઇવર કંડકટરો હવે ગોંડલ થોભશે: રાજકોટના વિભાગીય નિયામકે તમામ ડીવીઝનમા કરી તાકીદ
સૌરાષ્ટ્ર મા અતિ મહત્વના ગણાતાં ગોંડલ ને કોઈ પણ કારણ વગર એસટી તંત્ર દ્વારા મહત્વ ની એસટી બસો ને ગોંડલ મા સ્ટોપ નહી આપી ઘણા સમય થી કરાઇ રહેલા અન્યાય અંગે ધારાસભ્ય ગીતાબા જાડેજાએ મુખ્યમંત્રી,વાહનવ્યવહાર મંત્રી સહિત રોષપૂર્વક કરેલી રજુઆત ના પડઘા પડ્યા હોય તેમ રાજકોટ વિભાગીય નિયામક દ્વારા ગુજરાત ના તમામ વિભાગીય વડાઓ ને ગોંડલ સ્ટોપ આપવા વિદિત કરાયા છે.
ધાર્મિક, પ્રવાશન અને વાણિજ્ય ની દ્રષ્ટીએ ગોંડલ મહત્વ નુ મથક હોવા છતા કોઇ પણ કારણ વગર માત્ર મનમાની ચલાવી અંદાજે બસ્સો થી વધુ ગુર્જર નગરી,એક્સપ્રેસ, વોલ્વો સહિત ની એસટી બસો બાયપાસ થઈ રહી હોય ધારાસભ્ય ગીતાબા જાડેજા એ થઈ રહેલા અન્યાય સામે લાલઘુમ થઈ ઉચ્ચ કક્ષાએ તાકીદ ની રજુઆત કરી હતી અને જવાબદારો સામે પગલા ભરવા માંગ કરી હતી.
ધારાસભ્ય ની રજુઆત ના પગલે રાજકોટ વિભાગીય નિયામકે અમદાવાદ, જામનગર, અમરેલી, નડિયાદ, જુનાગઢ, પાલનપુર, ગોધરા,ભરુચ,મહેસાણા,વલસાડ, સુરત, હીમતનગર,ભુજ, વડોદરા,ભાવનગર ડીવીઝન ને પત્ર પાઠવી ડીવીઝન હેઠળ ના સબંધિત ડેપો મેનેજર ને ગોંડલ બસસ્ટેન્ડ મા સ્ટોપ અંગે આદેશ આપવા જણાવ્યુ છે.
વધુ મા ડેપો મેનેજર અને બુકિંગ કલાર્ક દ્વારા કોઈ પણ જાત ની સુચના વગર ઇબીટીએમ મશીન મા ગોંડલ બાયપાસ લખાવી દેવામા આવતુ હોય સત્વરે દુર કરી ગોંડલ ને બાયપાસ કરવા ની મનસ્વિતા દુર કરવા જણાવાયુ છે.
ધારાસભ્ય ગીતાબા જાડેજાએ જણાવ્યુ કે કોઈ પણ મુસાફર ને એસટી બસ મા ડ્રાઇવર કે કંડક્ટર દ્વારા ગોંડલ સ્ટોપ અંગે તોછડો જવાબ મળે તો તુરંત ધારાસભ્ય કાર્યાલય મો.9825052086 અથવા 8511860658 પર જાણ કરવી જેથી મનસ્વિતા સામે લડત આપી શકાય.