- મચ્છરએ વિશ્વનો સૌથી ખતરનાક જીવ છે: વીંછી, કિસિંગ બગ્સ,શ્વાન,સાપ જેવા ઘણા નાનકડા જીવથી દર વર્ષે વિશ્વમાં લાખો લોકો મૃત્યું પામે છે: પૃથ્વી પર સાવ નાનકડા ઘણા ઝેરી જીવનું અસ્તિત્વ છે
- પાક પર લાગતી જીવાતના નિયંત્રણ માટે કેટલાક જંતુ ખૂબ જ ફાયદાકારક સાબિત થયા છે: એશિયામાં 2008માં કસાવામાં મિલિબગ નામનો રોગ આવ્યો ત્યારે નાના જીવે દેશનાં અર્થતંત્રને બચાવ્યું હતું
આ પૃથ્વી ઉપર માનવ વસ્તીની સાથે નાના-મોટા જીવજંતુની પ્રજાતિ સાથે આંગણાના પશુ, પંખીને જંગલોમાં જંગલી પ્રાણીઓ પણ વસવાટ કરે છે. આ જીવસૃષ્ટિ આદીકાળથી મનુષ્યની સાથે જ રહે છે. સૃષ્ટિમાં ઘણા નાનકડા જીવો ખૂબ જ ખતરનાક ઝેરી હોય છે. સિંહ કે વાઘ નહી પણ આ નાનકડા જીવ માનવીના મોતના કારણ બને છે. તેનું સૌથી સરળ ઉદાહરણ મચ્છર છે જેના કારણે વિશ્વમાં લાખો લોકોના મૃત્યું છે. માનવ વસ્તી કરતાં આ જીવસૃષ્ટિની વસ્તી વધુ છે પણ તેઓ જમીનની પોલાણમાં કે અવાવરૂ જગ્યા, તળાવો નદી નાળા સાથે ગાઢ જંગલોમાં તેમનું જીવન વ્યતીત કરતાં હોવાથી આપણને બહું સંખ્યામાં દેખાતા નથી. આજે પણ જીવ વિજ્ઞાનીઓને દર વર્ષે એવા ઘણા જીવો જોવા મળે છે જે પ્રથમવાર જોવા મળતાં હોય મતલબ કે જીવ સૃષ્ટિ મોટી અને રહસ્યમય છે. ઘણા સાવ નાના જીવના એક માત્ર ઝેરી ડંખથી માનવનું મૃત્યું થાય છે. જેમાં વીંછી, સાપ, કિસિંગ બગ્સ જેવા જીવો મોખરે છે.
મચ્છર વિશ્વનો સૌથી ખતરનાક જીવ છે જેના કરડવાથી વિશ્વમાં દર વર્ષે 7 લાખથી વધુ લોકો મૃત્યું પામે છે. વીંછીની વિવિધ પ્રજાતિઓ પૃથ્વી પર જીવે છે. જેમાં અમુક ખૂબ જ ઝેરી હોવાથી તે મોટા જાનવરોને પણ મોતને ઘાટ ઉતારી શકે તેવી તેની ક્ષમતા હોય છે. માનવીને કરડવાથી દર વર્ષે એવરેજ 4 હજાર લોકોના મૃત્યું આજે પણ થાય છે. એક વંદા આકારનું કિસિંગ બગ્સ નામનું નાનકડું જીવ જે પણ ખતરનાકના લીસ્ટમાં આવે છે, તેનાથી ચગાસ નામનો રોગ થાય છે. આ બગ્સ રાત્રે સુતી વખતે વિશેષ કરડતું હોય કે ડંખ મારતું હોય છે. જેને કારણે વિશ્વમાં 10 હજાર લોકો મૃત્યું પામે છે. સામાન્ય રીતે શ્વાન ન લગભગ બધે જ જોવા મળે છે તેના બાઇટથી હડકવા નામનો રોગ થાય છે, જો કે તેની રસી આવી ગઇ હોવા છતાં દર વર્ષે કૂતરા કરડવાથી 60 હજારથી વધુ લોકો મૃત્યું પામે છે. આપણે બધા જાણીએ છીએ સાપની વિવિધ પ્રજાતિઓમાં ઝેરી અને બીન ઝેરી એમ બે વિભાગ છે. ક્રોબા જેવા ઝેરી સાપો ખૂબ જ જોખમી હોય છે. તમાર જાતી જોખમી નથી પણ ઝેરી સાપ કરડવાથી વિશ્વમાં દોઢ લાખ લોકો દર વર્ષે મૃત્યું થાય છે.
વિશ્વ સૃષ્ટિમાં મચ્છર જેટલું જોખમી કોઇ નથી તે માનવીના મોતના કારણમાં ટોચના સ્થાને છે. સિંહ, વાઘ કરતાં પણ તે ખતરનાક જોવા મળે છે. સૌથી ખતરનાક જીવમાં તેની ગણના થાય છે. તેનું આયુષ્ય માત્ર 24 કલાકનું હોવા છતાં તેને કારણે સરેરાશ સાડા સાત લોકો દર વર્ષે મૃત્યું પામે છે. તેના કરડવાથી મેલેરિયા, ડેન્ગ્યૂ અને ચિકન ગુનિયા જેવા રોગો થાય છે. નાના ઉડતા જીવોમાં રોગો ફેલાવવાની પણ ક્ષમતા હોય છે.
આપણાં પૃથ્વી ગ્રહ ઉપર ઘણા નાના નવિનત્તમ કીટાણું, જીવજંતુઓ રહે છે જેને ઘણીવાર આપણે પણ પ્રથમવાર જોતા હોય છીએ. 0.12 થી 0.14 મી.મી. ઘણાં નાનકડા જીવજંતુ, ચિત્ર-વિચિત્ર જીવો વિશે આપણે ઘણું જાણતા પણ નથી હોતા. પરોપજીવી ભમરી, સાવ નાના દેડકા સાથે કીડી, મકોડો કે માંકડ કરતાં પણ નાના જીવો આ સૃષ્ટિ પર અસ્તિત્વ ધરાવે છે. ઘણા જીવો પર્યાવરણના રક્ષણ માટે ઉપયોગી પણ છે.
આપણને ઘણીવાર પ્રશ્ર્ન થાય કે આવડા નાનકડા જીવ કેટલું જીવતાં હશે? જવાબમાં આપણે થોડી રસપ્રદ માહિતી જાણીએ. વિશ્વમાં સાઉથ આફ્રિકામાં સૌથી વધુ જોવા મળતા ગિનીપીગનું વજન માત્ર 700 થી 1200 ગ્રામ હોય છે, અને તે માત્ર 4 થી 8 વર્ષ જીવે છે. ઊંદર પ્રજાતિના આ જીવ ઘણાં રોગોનો કારક પણ બને છે. શોધ-સંશોધનમાં ઊંદરનો પ્રયોગશાળામાં વધુ ઉપયોગ થાય છે. ભોળું સસલું વિશ્વમાં બધે જ વિવિધ પ્રજાતિમાં જોવા મળે છે. જે 8 થી 12 વર્ષનું આયુષ્ય ભોગવે છે. તેના મૃત્યુંનું સામાન્ય કારણમાં માદા સસલામાં આંતરિક કેન્સર વધુ જોવા મળે છે. મચ્છર માત્ર 24 કલાક જીવતું એક ઉડતું નાનકડું જીવજંતુ છે તેથી તેને એક દિવસનો કિડો પણ કહેવાય છે.
આપણી રહેણીકરણી બદલાતા, મકાનોની રચના બદલતાં હવે ઘરોમાં ઊંદર પહેલા કરતા ઓછા જોવા મળે છે. તેને ભોણ કરવા જમીન પણ ઓછી થતાં તે દૂર ચાલ્યા ગયાનું જાણવા મળે છે. તેનું આયુષ્ય માત્ર એક વર્ષ હોય છે. ચાર પાંખવાળા ડ્રેગન ફ્લાઇને ઉડતા બધાએ જોયા હશે, પણ બહુ ઓછાને ખબર હશે કે તે માત્ર 4 મહિના જ જીવે છે. આપણાં ઘરોમાં મીઠી વસ્તુંઓ માખીનો હુમલો હોય છે. ગંદકી પર માખી બેસીને ઘણા જીવાણું અને જીવજંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરીને ઘણા રોગો ફેલાવે છે. ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળતા કાચિંડાની પણ ઘણી પ્રજાતિઓ સાથે નાના કે મોટા કદના જોવા મળે છે, પહાડી વિસ્તારો વધુ જોવા મળતા કાચિંડાનો ખોરાક જ નાના જીવજંતુઓ હોય છે.
વિશ્વમાં કે આ પૃથ્વી પર ઘણા નાના જીવજંતુને પ્રાણીઓ પણ જોવા મળે છે જેમાં અમુક તો આપણા નખ જેવડાં હોય છે, જેને જોઇને આપણે દંગ રહી જાય છીએ. માત્ર 0.4નો નાનકડો દેડકો સાઇબેરીયામાં જોવા મળે છે, ઉત્તરી ગોળાર્ધમાં તે વધુ જોવા મળે છે. કાચિંડાને આપણે તેના રંગ પરિવર્તનને કારણે ઓળખીએ છીએ એ પ્રજાતિમાં પણ માત્ર એક ઇંચનો જોવા મળે છે. 2012માં માડા ગાસ્કરમાં આ જોવા મળેલો હતો. આફ્રિકામાં આની થોડી મોટી પ્રજાતિની સાઇઝ 2.4 થી 3.1 ઇંચ સુધી જોવા મળે છે. પક્ષી પ્રજાતિમાં વિશ્વમાં સૌથી નાનું હમિંગબર્ડ કે મેલી સુગાહેસે જે સામાન્ય રીતે 2 ઇંચનું જોવા મળે છે. દેખાવમાં સુંદર લાગતા આ બર્ડ ક્યુબામાં વિશેષ જોવા મળે છે. નાના જીવજંતુની વાતમાં ગરોળી પણ આવે છે જેની અમુક પ્રજાતિ તો ફક્ત 3 ઇંચની જોવા મળે છે, જો કે આ પ્રજાતિ માત્ર ટાન્ઝાન્યિામાં જ જોવા મળે છે. માડાગાસ્કર ટાપુ ઉપર ઘણા નાના જીવો જોવા મળે છે જેમાં ઊંદરની એક નાનકડી પ્રજાતિ છે જે ફક્ત 3.6 ઇંચની હોય છે. રાત્રિના જ ખોરાક માટે બહાર નીકળતી પ્રજાતિ એકલે હાથે શિકાર કરવાની ક્ષમતા ધરાવે છે. નિશાચર માઉસલેમરની એક પ્રજાતિની 3 થી 6 ઇંચ જોવા મળે છે. સાપનું નામ સાંભળતા જ ડર લાગે છે પણ વિશ્ર્વનો સૌથી નાનો સાપ જે વેસ્ટ ઇન્ડિઝના બાર્બાડોઝ ટાપુ પર જોવા મળે છે તે સાપની એવરેજ લંબાઇ 4.1 ઇંચ જેટલી જ હોય છે. વિશ્ર્વનું સૌથી નાનકડું વાંદર સેબુયેલા પિગમેઆ છે, તે વાનર જેવું દેખાય છે. અમેરિકાના વરસાદી વાતાવરણમાં વિશેષ જોવા મળે છે. જેની લંબાઇ ફક્ત 8.3 ઇંચ જોવા મળે છે. જેનું વામન ફાનસ પણ કહેવાય છે. આ ખૂબ જ ઊંડા પાણીમાં રહે છે. પિગ્મી સસલા પણ 9 થી 11 ઇંચના અમેરિકામાં જોવા મળે છે.
અજબ ગજબ માઇક્રોસ્કોપી ઝોમ્બી-20 ડીગ્રી તાપમાનમાં પણ જીવિત રહે છે !!
50 મિલિયન વર્ષોથી પૃથ્વીના જળચર વિસ્તારોમાં ઝોમ્બીઓ રહે છે. આ જંતુ એટલા નાના છે કે તેને માઇક્રોસ્કોપથી જ જોઇ શકાય છે. તેના જેવા જીવ પેદા કરવા તેને કોઇ સાથીની જરૂર પડતી નથી અને તે 20 ડીગ્રી તાપમાનમાં જીવિત રહી શકે છે. આર્કટિકના વિશ્વના સૌથી ઠંડી જગ્યામાં એક નાનકડા જીવ શોધ્યો જે ખાધા પીધા વગર 24 હજાર વર્ષોથી ઠંડી કબરમાં દફનેલો જોવા મળેલ હતો. આગળના ભાગમાં વાળનો ગુચ્છો જોવા મળે છે.
પૃથ્વી પરનાં આ આઠ વિચિત્ર જીવ જોઇને તમે ચોંકી ઉઠશો !!
આ પૃથ્વી ચિત્ર-વિચિત્ર જીવજંતુઓ અને પ્રાણીઓથી ભરેલી છે, ઘણીવાર આપણે તેને જોઇ જાય તો આપણે ચોંકી ઉઠીએ છીએ. ઘણા જીવજંતુઓ આપણે ક્યારેય જોયા હોતા નથી. ઓસ્ટ્રેલિયાના રણમાં જોવા મળતું થોર્ની ડેવિલ જંતુના દર પાસે બેસીને તેની લાંબી જીભથી પોતાનું પેટ ભરે છે. દરિયામાં ચાલવાવાળી માછલી જે મેક્સિકોમાં જોવા મળે છે, તે તરવાની જગ્યાએ ચાલીને જાય છે. વિજ્ઞાનીકોના મત મુજબ તે માછલી નથી પણ દેડકાની પ્રજાતિ છે. જાપાનમાં મળતો મકોડા જેવો કરચલો બંનેનું મીક્સબ્રિડ છે. જાપાની તેને સ્પાઇડર કરચલો કહે છે જે 16 ઇંચનો હોય છે અને 150 ફૂટ ઊંડા પાણીમાં રહે છે. ઓસ્ટ્રેલિયાના દરિયામાં જોવા મળતી ગોબ્લિન શાર્કને વિશ્વની સૌથી પ્રાચિન જીવોમાંની એક માનવામાં આવે છે, જે ફક્ત માછલી જ ખાય છે. ગેકો નામની ગરોળી તેની લાંબી પૂંછડી માટે જાણીતી છે. દરિયામાં એક ફૂટ લાંબો જાયન્ટ આઇસોપોડ રહે છે. જે માત્ર માંસ જ ખાય છે. બિલાડી જેવી આંખો ધરાવતું રાત્રે પણ સ્પષ્ટ જોય શકે છે. ઓસ્ટ્રેલીયાના દરિયામાં જોવા મળતી અને દુનિયામાં સૌથી ખરાબ દેખાવવાળું જીવ ધબ્બા માછલી છે જેનો દેખાવ ભલે વિચિત્ર હોય પણ કોઇને નુકશાન નથી કરતી. આયે-આયે નામના ટચુકડા વાંદરાની પ્રજાતિની આંગળીઓ ખૂબ જ લાંબી હોય છે. તે હમેંશા ઝાડ પર જ રહે છે.