તમે કાર કે બસ અથવા ઑટો રિક્ષાને રિવર્સમાં ચાલતી જોઈ હશે, પરંતુ આજે અમે તમને એક એવા સ્કૂટર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે રિવર્સ ગિયરમાં પણ ચાલશે. આ સ્કૂટર આ વખતે ભારતમાં ઑટો એકસ્પોમાં લૉન્ચ કરવામાં આવ્યું.

ઈલેક્ટ્રિક વ્હીકલ બનાવતી કંપની Twenty Two મોટર્સે ‘FLOW’ નામનું રિવર્સ ગિયરવાળુ સ્કૂટર લોન્ચ કર્યું છે. આ સ્ટાઈલિશ કોન્સેપ્ટ ઈલેક્ટ્રિક સ્કૂટર છે.
આ સ્કૂટર વિશે કંપનીએ કહ્યું છે કે આ સ્કૂટરનું પ્રોડક્શન હવે શરૂ કરાશે તેમાં ગોળ હેડલેમ્પ પણ લગાડાયા છે તેની સાઈડમાં એલઈડી રિંગ પણ લગાવવામાં આવી છે.
સ્કૂટરનો આગળનો ભાગ આકર્ષક અને એન્ગુલર ડિઝાઈન સ્કૂટરને ખૂબ સારો લૂક આપે છે. કંપનીએ ફ્લો સ્કૂટરમાં ખૂબ જ નવા ફિચર્સ આપ્યા છે. આ સ્કૂટર માત્ર 85 કિલોના વજનનું છે. આ સ્કૂટરની કિંમત 60હજાર રૂપિયા રાખવામાં આવી છે.