વર્ષ 2021-22માં 500 રૂપિયાની કુલ 79669 નકલી નોટો ઝડપાઇ, જ્યારે 2 હજાર રૂપિયાની કુલ 13604 નકલી નોટો સામે આવી છે
સરકારે નોટ બંધી કર્યા બાદ અનેક નકલી નોટો સામે આવી હતી પરંતુ તે સ્થિતિ આજે પણ યથાવત જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીમાં નાણાકીય વર્ષ 2021-22માં 500ની કુલ 79669 નકલી નોટો સામે આવી છે. જે ખરા અર્થમાં ખૂબ જ ગંભીર બાબત કહી શકાય અને હજુ પણ આ પ્રકારની અનેક નોટો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ આંકડો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જે તે નો વાર્ષિક રિપોર્ટ જાહેર કરવામાં આવે તેમાં જાહેર કરાયો છે. એટલું જ નહીં 2 હજાર રૂપિયાની કુલ 13604 નકલી નોટો નાણાકીય વર્ષ 2021-22માં બહાર આવી છે. જે ગત વર્ષની સરખામણીમાં 54.6 ટકાનો વધારો નોંધાયો છે.
વર્ષ 2020-21માં કુલ ફેક ઇન્ડિયન કરન્સી નોટ્સ કે જે બેન્કિંગ સેક્ટરમાં સામે આવી છે તે ગત વર્ષની સરખામણીમાં ખુબજ આંકડો વધ્યો છે. ગત વર્ષે કુલ નકીલી નોટ 2,08,625 હતી જે વધી 2,30,971 જોવા મળી હતી. રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા જે આંકડો બહાર પાડવામાં આવ્યો છે તે અત્યંત ચોંકાવનારો છે. જેમાં 10 રૂપિયાની નકલી નોટનું પ્રમાણ 16.4 ટકા,20 રૂપિયાની નકલી નોટનું પ્રમાણ 16.5 ટકા, 200 રૂપિયાની નકલી નોટનું પ્રમાણ 11.7 ટકા જ્યારે 500 રૂપિયાની નકલી નોટનું પ્રમાણ 101.9 ટકા અને 2 હજારની નકલી નોટનું પ્રમાણ 54.6 ટકા નોંધાયું છે.
કેન્દ્ર સરકાર દ્વારા જે નોટ બંધી કરવામાં આવી હતી તેની પાછળનું મુખ્ય કારણ એ હતું કે બજારમાં જે ખોટી ચલણી નોટો જે ચાલી રહી છે તે બહાર લાવી શકાય અને લોકો દ્વારા જે કાળા નાણાં ભંડોળ ભેગો કર્યો છે તેને પણ શોધી શકાય પરંતુ નોટ બંધી ને ચાર વર્ષ જેટલો સમય વીતી ગયા પછી પણ હજુ લોકો પાસેથી નકલી નોટો નું પ્રમાણ દિન-પ્રતિદિન વધતું જોવા મળી રહ્યું છે અને જે આંકડા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા જાહેર કરવામાં આવ્યા છે તે તે સૂચવે છે કે હજુ પણ લોકો પાસે નકલી નોટો પડેલી છે.
બીજી તરફ રિપોર્ટમાં એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે કે વર્ષ 2021-22માં રિઝર્વ બેંક માંથી 6.9 ટકા જેટલી નકલી નોટો ઝડપાઈ છે ત્યારે 93.1 ટકા જેટલી નકલી નોટો અન્ય બેન્કો માંથી બહાર આવી છે. એટલું જ નહીં રિપોર્ટમાં એ વાત ઉપર પણ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું કે જે સિક્યુરિટી પ્રિન્ટિંગ માટે જે કુલ ખર્ચ કરવામાં આવ્યો છે તે 4984 કરોડ રૂપિયા છે જે ગત વર્ષની સરખામણીમાં પણ સૌથી વધુ હોવાનું સામે આવ્યું છે. સરકાર અને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા આવનારા સમયમાં હજુ પણ આ પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવશે અને નકલી નોટો નું પ્રમાણ છે તેને ઘટાડવામાં આવશે. દેશની અર્થવ્યવસ્થા સુચારુ રૂપથી આગળ વધી શકે.