- દિલ્હી-NCRમાં સવારે 5:36 કલાકે 4ની તિવ્રતાના ભૂકંપના અઢી કલાક બાદ બિહારમાં પણ 4ની તિવ્રતાનો આંચકાઓ અનુભવાયો: લોકો ઘરની બહાર દોડી આવ્યા: સ્થતિ સામાન્ય, કોઈ જાનહાનીના અહેવાલ નહિ
ઉત્તર ભારતમાં એક પછી એક રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા હોવાથી લોકોની ચિંતા વધી ગઈ છે. વહેલી પરોઢે દિલ્હીમાં 4.0ની તીવ્રતાનો ભૂકંપ આવ્યા બાદ હવે બિહારના સિવાનમાં પણ એટલી જ ચારની તીવ્રતાના ભૂકંપથી લોકોમાં ડર ફેલાયો છે. થોડીક સેક્ધડ સુધી ચાલેલા ભૂકંપના આંચકા એટલા જોરદાર હતા કે ઇમારતોની અંદર તીવ્ર કંપન અનુભવાયા. સવારે 5:36 વાગ્યે ભૂકંપના જોરદાર આંચકા આવ્યા હતા, જેનાથી લોકોની ઊંઘ હરામ થઈ ગઈ. આજે સવારે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. લગભગ અઢી કલાક પછી, બિહારમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સિવાન જિલ્લો તેનું કેન્દ્ર હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ભૂકંપનું કેન્દ્ર સિવાન હતું. અહીં આવેલા ભૂકંપની તીવ્રતા 4.0 માપવામાં આવી હતી. અહીં, સોમવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા બાદ લોકો પોતાના ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે, ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી. પરિસ્થિતિ સામાન્ય છે. સવારે લગભગ 5:36 વાગ્યે રાજધાની દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 4 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર નવી દિલ્હી હતું અને તેની ઊંડાઈ પાંચ કિલોમીટર હોવાનું કહેવાય છે. ભૂકંપના જોરદાર આંચકાને કારણે ઘણા વિસ્તારોમાં લોકો ગભરાઈને ઘરની બહાર નીકળી આવ્યા હતા. જોકે, અત્યાર સુધી કોઈ જાનમાલના નુકસાનના અહેવાલ નથી.
લોકોને સાવચેત રહેવા PM મોદીની અપીલ
પીએમ મોદીએ ટ્વિટર પર એક પોસ્ટમાં લોકોને સાવધ રહેવાની વિનંતી કરી અને કહ્યું, ’દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. અમે દરેકને શાંત રહેવા અને સલામતીની સાવચેતીઓનું પાલન કરવા વિનંતી કરીએ છીએ. અધિકારીઓ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
વાતાવરણમાં ઓચિંતો પલટો પણ ભૂકંપ આવવાનું કારણ
દેશભરમાં હાલ કલ્યામેન્ટ ચેન્જને કારણે અનેક નાના મોટા ફેરફાર થતા રહે છે. ત્યારે વાતાવરણમાં સતત પલટો પણ ભૂકંપ આવવાનું મુખ્ય કારણ છે. કાશ્મીરમાં ફરી પાછી હિમવર્ષા થઇ છે જેને પગલે હવે ગુજરાતમાં પણ ફરી ઠંડીનો રાઉન્ડ આવે તો નવાઈ નહિ. વાતાવરણમાં આવતા પલટાને કારણે પણ ભૂકંપ આવવાનું સક્રિય થાય છે. આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરમાં ગાઢ ધુમ્મ્સ છવાઈ હતી અને ગુલાબી ઠંડીનો અહેસાસ થયો હતો જો કે બપોરબાદ તાપમાનનો પારો 35ને પાર થતા ગરમીનો અહેસાસ થયો હતો. ઉલ્લેખનીય છે કે, પૃથ્વીની અંદર આવી 7 પ્લેટ્સ છે, જે સતત ફરતી રહે છે. આવી સ્થિતિમાં, ફરતી વખતે જ્યાં આ પ્લેટ્સ સૌથી વધુ અથડાય છે તે ઝોનને ફોલ્ટ લાઇન કહેવામાં આવે છે. વારંવાર અથડામણને કારણે, આ પ્લેટોના ખૂણાઓ વળે છે અને જ્યારે તેમના પર ખૂબ દબાણ હોય છે, ત્યારે પ્લેટો તૂટવા લાગે છે. આવી સ્થિતિમાં પૃથ્વીની નીચે રહેલી ઉર્જા બહાર આવવાનો રસ્તો શોધી લે છે અને આ વિક્ષેપ પછી પૃથ્વી પર ભૂકંપ આવે છે.