નવા મધ્યસ્ મુલ્યાંકન કેન્દ્ર શરૂ કરવા ખાનગી શાળાઓ ૨૦ સપ્ટેમ્બર સુધી દરખાસ્ત કરી શકશે
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યમાં આગામી વર્ષ ૨૦૨૦માં લેવાનારી ધો.૧૦ અને ધો.૧૨ની સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા પછી ઉત્તરવહી ચકાસણી માટેના હાલના મધ્યસ્ મુલ્યાંકન કેન્દ્રોની પુન: સમીક્ષા કરવામાં આવશે અને સુવિધાસભર બનાવવામાં આવશે. ઉપરાંત નવા મધ્યસ્ મુલ્યાંકન કેન્દ્ર શરૂ કરવા માટે ખાનગી શાળાઓ ૨૦મી સપ્ટેમ્બર સુધી દરખાસ્ત કરી શકશેે. ત્યારબાદ નવા એક પણ કેન્દ્રને મંજૂરી આપવામાં નહીં આવે.
ગુજરાતમાં પરીક્ષાની વ્યવસ ગેરરીતિ અંગે ઉઠેલા પ્રશ્ર્નો અંગે સરકારે સજાગતા હા ધરી ગુજરાતની પેપર ચકાસણી વ્યવસ અને કેન્દ્રોની વ્યવસ ચકાસવાનું નકકી કર્યું છે. બોર્ડના પેપરો જ્યાં તપાસવામાં આવે છે ત્યાં પ્રામિક સુવિધાઓનો અભાવની વ્યાપક ફરિયાદો સામે આવી હોવાી ચકાસણી કેન્દ્રોની પંખા, રાઈટીંગ ટેબલ, શૌચાલય, સીસીટીવી કેમેરાની વ્યવસની ઉણપની ફરિયાદો નિવારણ કરવા આગામી માર્ચ સુધીમાં બોર્ડે કમરકસી છે. રાજ્યમાં બોર્ડના પેપર ચેક કરવા માટે ૫૦૦ જેટલા ચકાસણી કેન્દ્રો કાર્યરત છે અને અંદાજીત ૧૦થી ૧૫ ટકા કેન્દ્રોમાં તમામ સુવિધા પૂરી છે બાકીના મોટાભાગના કેન્દ્રોમાં અપુરતી વ્યવસને કારણે પેપર ચકાસણી કરનારાઓને માનસીક દબાણમાં કામ કરવું પડે છે. બોર્ડ દ્વારા પેપર ચકાસણી કેન્દ્રોને સુવિધાભર બનાવવા માટે ખાનગી શાળાઓમાં ચકાસણી કેન્દ્રો ઉભા કરવા અરજીઓ મંગાવવામાં આવી છે અને કોઈપણ ખાનગી શાળા હોય આ અરજી ૨૦ સપ્ટેમ્બર સુધીમાં કરવાની રહેશે.
રાજ્યમાં આવા કેન્દ્રો ગ્રાન્ટ ઈન એડ અને ખાનગી શાળામાં ઉભા કરવા બોર્ડ વિચારી રહી છે. બોર્ડ દ્વારા તમામ કેન્દ્રોમાં સીસીટીવી નેટવર્ક ઉભુ કરવામાં આવ્યું છે.
માર્ચ મહિનામાં ધો.૧૦ અને ૧૨ના કુલ ૧૮.૫૦ લાખ વિર્દ્યાીઓની પરીક્ષા હતી. બોર્ડના વિર્દ્યાીઓના પેપર ચકાસણી કરવાના કેન્દ્રોને સુવિધાસભર બનાવવા શિક્ષણ વિભાગે કમરકસી છે.