અમેરિકાની સેનાના ગઢ ગુઆમને મિસાઇલથી નિસ્તેનાબુદ કરવાની ઉત્તર કોરિયાની યોજના: બન્ને દેશોના સામ સામે નિવેદનોથી યુઘ્ધની શકયતા વધી
અમેરિકાની પરમાણું શકિત અગાઉ કરતા વધુ મજબુત અને શકિતશાળી હોવાના ડોનલ્ડ ટ્રમ્પના નિવેદનથી ઉત્તર કોયિરા ભકડી ગયું છે. ટ્રમ્પ સત્તા સંભાળવ્યા બાદ તુરંત ઉત્તર કોરિયા સાથે બાખડવાના બહાના શોધી રહ્યા છે. જગતજમાદાર બનાવાની અમેરિકન લાલસા તેમના નિવેદનોમાં દેખાઇ આવે છે. ઉત્તર કોરિયા સાથે યુઘ્ધથી ટ્રમ્પ પોતાની ધાક જમાવી એક કાંકરે અનેક પક્ષી મારવાની ઇચ્છા રાખે છે. અલબત તેમની આ મહત્વાકાંક્ષા ઉત્તર કોરિયા સાથે પરમાણું યુઘ્ધ નોતરી શકે છે.
ટ્રમ્પના નિવેદનોનો ઉત્તર કોરિયાએ જવાબ આપ્યો છે. ટ્રમ્પમાં સમજણનો અભાવ હોવાનું કહી ઉત્તર કોરિયાએ અમેરીકા પ્રમુખની મજાક ઉડાવી છે. બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી છે. બન્ને દેશો વચ્ચે તંગદીલી વધી છે. પરિણામે ઉત્તર કોરિયાએ અમેરિકાની સેનાના ગઢ રહેલા ગુઆમને નિશાન બનાવવાનો પ્લાન તૈયાર કર્યા છે. ઉત્તર કોરિયાના પ્રમુખે અમેરિકાના નેતા પર નિરંકુશ બળ પ્રયોગ કરવાની ધમકી આપી છે.
અગાઉ ડોનાલ્ડ ટ્રમ્પે ઉત્તર કોરિયાને ધમકી આપી હતી કે, અમેરિકા ઉત્તર કોરિયા ઉપર એટલા બોંબ ફેંકશે કે વિશ્ર્વએ કયારેય જોયા નહી હોય ઉત્તર કોરિયાના પરમાણું અને મિસાઇલ હુમલા અંગે ચાલી રહેલા નિવેદનોએ યુઘ્ધની શકયતા વધારી દીધી છે. ઉત્તર કોરિયાએ. અમેરિકા સુધી ત્રાટકવાની ક્ષમતા ધરાવતી બે બેલેસ્ટીક મીસાઇલના પરિક્ષણ કર્યા બાદ અમેરિકાએ વિશ્ર્વને સાથે રાખી ઉત્તર કોરિયા પર દબાણ લાવવા ના પ્રયાસો શરુ કર્યા છે.
અમેરિકાના સૈન્ય અડ્ડા સમાન ગુઆન પ્રાંત પર મિસાઇલોથી હુમલો કરવા ઉત્તર કોરિયાએ પ્લાન તૈયાર કર્યો છે. જાપાન ઉપરથી ઉત્તર કોરિયા મિસાઇલ છોડશે ૧૯૫૦-૫૩ બાદ બન્ને દેશોના સંબંધોના તંગદીલી વધતી જાય છે. ઉત્તર કોરિયા દ્વારા થતા અવાર નવાર મિસાઇલ પરિક્ષણથી વિશ્ર્વના અનેક દેશો ભયભીત છે અમેરિકા આ ભુલનો લાભ ઉઠાવવા થનગને છે ટ્રમ્પની નીતી વિશ્ર્વને પરમાણું યુઘ્ધ તરફ ધકેલી શકે છે.