નોર્થ કોરિયા હજુ વધુ પરમાણુ અભ્યાસ કરશે તેવી તલવાર લટકે છે
ઉતર કોરિયાએ શકિતશાળી હાઈડ્રોજન બોમ્બનું પરિક્ષણ કર્યું છે. જેના પગલે ભારત સહિત બધા જ દેશોની સુરક્ષા પરિષદની માંગ છે કે ઉતર કોરિયા પર ઓઈલ પ્રતિબંધ મુકવામાં આવે કારણકે ઉતર કોરિયા તેમની શકિત વધારી રહ્યું છે. જે ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે. તેમના પરિક્ષણમાં હાઈડ્રોજન બોમ્બ હવાસોંગ ૧૪ ઈન્ટરકોન્ટીનેનટલ બ્લાસ્ટીક મિસાઈલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ભારતના દુશ્મન દેશ પાકિસ્તાને પણ પોતાના ન્યુકલીયર મિસાઈલને મજબુત બનાવી દીધી છે. જે ભારતના બોમ્બ કરતા વધુ શકિતશાળી છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે પાકિસ્તાન પાસે યુરેનિયમ ન્યુકલીયર વેવન્સ છે. જે યુદ્ધ માટે પુરતી ક્ષમતા ધરાવે છે. જે ૨,૨૦૦ કિમી સુધી વિનાશ સર્જી શકે છે. જેનું પરીક્ષણ જાન્યુઆરી ૨૦૧૭માં કરવામાં આવ્યું હતું તો ઉતર કોરિયાએ તેનું છઠ્ઠું શકિતશાળી પરીક્ષણ ૩ સપ્ટેમ્બરના રોજ કર્યું હતું. ૧૦૦ કિલોટનનું આ સાધન જાપાનમાં બનેલા ૧૯૪૫ હીરોશીમા અને નાગાસાકીના બનાવ કરતા પણ વધુ શકિત ધરાવે છે. જોકે આ પરીક્ષણથી જાપાન પણ ચિંતિત છે પરંતુ ભારતનો મુળ શત્રુ પાકિસ્તાન છે તેમા કોઈ દોહરાઈ નથી કે ચીને ઉતર કોરીયાને મદદ કરી છે. નોર્થ કોરીયા હૈકી માનતા નહીં જગત જમાદાર અમેરીકાએ આડકતરી અને સીધી રીતે અનેકવાર ચેતવણી આપવા છતાં નોર્થ કોરીયા સાનમાં સમજતું નથી. ઉલટાની તેણે તાજેતરમાં એવી જાહેરાત કરી અમેરીકા માટે અમારી પાસે હજુ વધુ ગિફટ છે. આ વાત એ સુચિત કરે છે કે નોર્થ કોરિયા વધુ પરમાણુ અભ્યાસ કરશે.