નોર્થ કોરિયાએ સોમવારે જાપાનના દરિયામાં મિસાઈલ છોડી હતી. છેલ્લા ૭૫ દિવસમાં તેમણે બીજી વખત નોર્થ કોરિયાએ જાપાન પર મિસાઈલ છોડી છે. આ પહેલાં ૧૫ સપ્ટેમ્બરે પણ કિંમ જોંગ ઉને ઈંટરકોન્ટિનેંટલ બેલેસ્ટિક મિસાઈલ (ઈંઈઇખ)નું ટેસ્ટિંગ કર્યું હતું. અમેરિકાએ કહ્યું છે કે, હવે નોર્થ કોરિયા દેશના કોઈ પણ દેશને ટાર્ગેટ કરી શકે છે.
ન્યૂઝ એજન્સીના જણાવ્યા પ્રમાણે અમેરિકી રક્ષા મંત્રી મૈટિસે કહ્યું છે કે, આ પહેલાં નોર્થ કોરિયા દ્વારા જેટલા પણ ઈંટરકોન્ટિનેંટલ બેલેસ્ટિક મિસાઈલ ટેસ્ટ કરવામાં આવ્યા છે તેમાં આ મિસાઈલ સૌથી વધારે તાકાતવર છે. ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઈટ હાઉસમાં એક નાનકડી બ્રીફિંગ કરીને નોર્થ કોરિયા ઉપર નજર રાખવાનું કહ્યું છે.નોર્થ કોરિયાની આ મિસાઈલ જાપાનની એક્સક્લુઝીવ ઈકોનોમી ઝોનમાં પડી છે. જોકે ત્યાં કોઈનું નુકસાન નથી થયું. પેંટાગનના સ્પોક્સપર્સનના ડણાવ્યા પ્રમાણે કર્નલ રોબ મેનિંગે કહ્યું છે કે, મિસાઈલને નોર્થ કોરિયાની સૈની નામની જગ્યાએથી છોડવામાં આવી છે અને ઓફ જાપાનમાં પડે તે પહેલાં તેણે અંદાજે એક હજાર કિમીનું અંતર કાપ્યું છે.જાપાનની પીએમ શિંજો આબેએ કહ્યું, નોર્થ કોરિયાએ તાજેતરમાં કરેલો મિસાઈલ ટેસ્ટ એક પ્રમાણેની હિંસક કાર્યવાહી છે. આવી હરકત કદી ચલાવી લેવામાં આવશે નહીં. આબેએ યુએન સિક્યુરિટી કાઉન્સિલની ઈમરજન્સી મીટિંગ બોલાવવાની વાત કરી છે.
નોર્થ કોરિયા અત્યારસુધી ૬ ન્યૂક્લિયર ટેસ્ટ કરી ચૂક્યું છે.આ વર્ષે એપ્રિલમાં કિમ જોંગ-ઉને દરિયામાં લાઈવ ફાયરિંગ કરાવ્યું છે. આ ફાયરિંગને નોર્થ કોરિયાની અત્યાર સુધીની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવે છે.
એપ્રિલમાં જ નોર્થ કોરિયા ડેના દિવસે તેમણે પરેડમાં હથિયારોની તાકાતનું પ્રદર્શન કર્યું છે.
આ વર્ષે ફેબ્રુઆરીમાં અત્યાર સુધી નોર્થ કોરિયા મીડિયમ રેન્જની ઘણી મીસાઈલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. તેમાંથી મોટા ભાગની મિસાઈલ્સ જાપાન તરફ જ છોડવામાં આવી છે.
કિમ જોંગ ઉન ઘણી વાર કહી ચૂક્યા છે કે, જો અમેરિકાએ યુદ્ધની શરૂઆત કરી તો તેનો જવાબ એટમી હુમલાથી આપવામાં આવશે.