સેટેલાઇટ ઓપરેશનમાં દખલગીરી મુદ્દે ઉત્તર કોરિયાએ અમેરિકાને યુદ્ધની ખુલ્લી ધમકી આપી છે. સૈન્ય જાસૂસી ઉપગ્રહની સુરક્ષાને લઈને ઉતરકોરિયા આકરા પાણીએ આવીને અમેરિકા સામે સીધું યુદ્ધનું બ્યુન્ગલ ફૂંકી દેતા વિશ્વ આખું સ્તબ્ધ બની ગયું છે.
સૈન્ય જાસૂસી ઉપગ્રહની સુરક્ષાને લઈને ઉતરકોરિયા આકરા પાણીએ, અમેરિકા સામે સીધું યુદ્ધનું બ્યુન્ગલ ફૂંકી દેતા વિશ્વ આખું સ્તબ્ધ
ઉત્તર કોરિયાએ શનિવારે અમેરિકાને ધમકી આપતા કહ્યું કે જો અમારી વ્યૂહાત્મક સંપત્તિઓ પર કોઈ પણ પ્રકારનો હુમલો કરાશે તો તેને અમે અમારા સેટેલાઇટ ઓપરેશનમાં કોઈપણ પ્રકારના હસ્તક્ષેપને સીધી રીતે યુદ્ધની જાહેરાત માની લઈશું. ઉ.કોરિયાના મીડિયાએ સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાના નિવેદનને ટાંકીને આ માહિતી આપી હતી. અહેવાલમાં ઉત્તર કોરિયાએ ચેતવણી આપી હતી કે પ્યોંગયાંગ અમેરિકન જાસૂસી ઉપગ્રહોની સદ્ધરતા ખતમ કરીને અંતરિક્ષમાં કોઈપણ પ્રકારની અમેરિકી દખલનો જવાબ આપશે.
આ સાથે ઉ.કોરિયાના સંરક્ષણ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે જો અમેરિકા તેની અત્યાધુનિક ટેક્નોલોજીને હથિયાર બનાવીને એક સાર્વભૌમ દેશના અધિકારોમાં દખલ કરવાનો પ્રયાસ કરશે તો અમેરિકાના ટોહી ઉપગ્રહોની વ્યવહાર્યતાને ઘટાડવા અને ખતમ કરવા આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ કાયદાઓ હેઠળ અમારા અધિકારોનો ઉપયોગ કરીશું.
ઉલ્લેખનીય છે કે ઉત્તર કોરિયાએ 21 નવેમ્બરે સફળતાપૂર્વક તેનો પ્રથમ સૈન્ય જાસૂસી ઉપગ્રહ લોન્ચ કર્યો હતો અને જાપાન તથા ગુઆમના અમેરિકાના ક્ષેત્રમાં સૈન્ય ઠેકાણાઓની તસવીરો મોકલી હતી. અમેરિકી બ્રોડકાસ્ટર અનુસાર અંતરિક્ષ કમાનના પ્રવક્તાને પૂછવામાં આવ્યું હતું કે શું અમેરિકા પાસે ઉ.કોરિયાના સેટેલાઈટના જાસૂસી અભિયાનમાં અવરોધ પેદા કરવાની ક્ષમતા છે? તેના જવાબમાં તેમણે કહ્યું કે અમેરિકા જુદી જુદી રીત અપનાવી એક હરીફની અંતરિક્ષ ક્ષમતાઓને અસ્વીકાર કરી શકે છે.