સૌથી શક્તિશાળી અને છઠ્ઠા પરમાણુ બોમ્બના પરિક્ષણ પછી ઉત્તર કોરિયા પર સંયુકત રાષ્ટ્રે અત્યાર સુધીનો મોટો કડક પ્રતિબંધ મુકયો

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ ઉત્તર કોરિયા પર વધુ પાબંદીઓ રાખી રહ્યાં છે અને તે જરૂરી છે. ઉત્તર કોરિયા સંયુકત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના પ્રસ્તાવોનું ઉલ્લંઘન કરી બેલિસ્ટિક મિસાઈલો અને પરમાણું પરીક્ષણ કરી રહ્યું છે. ટ્રમ્પે જણાવ્યું કે, ઉત્તર કોરિયા એક તરફ એક્ઝિક્યુટીવ ઓર્ડરની જાહેરાત કરી રહ્યું છે. જેને તેમણે હાલમાં જ સાઈન કર્યું છે. આ ઓર્ડર બાદ ઉત્તર કોરિયાની સાથે વ્યાપાર કરતી અથવા કોઈ પણ રીતે તેની આર્થિક મદદ કરતી કંપનીઓને આડેહાથ લેવાશે.

આ ઓર્ડર દ્વારા એવા દેશોને નિશાન બનાવાયા છે કે જે ઉત્તર કોરિયાનું વિતપોષણ કરે છે અને તેની સાથે વેપાર કરે છે. ટ્રમ્પે આ વિશે વધુમાં જણાવતા કહ્યું હતું કે, તેમણે અ ક શાસકીય આદેશ પર હસ્તાક્ષર કર્યા છે જે અમેરિકી નાણા મંત્રાલયને વ્યાપારો અને સંસ્થાનોને નિશાન બનાવવાની નવી શક્તિ પ્રદાન કરે છે.

તો બીજી તરફ નોર્થ કોરિયા સ્ટેટ ન્યુઝ એજન્સીના અહેવાલ અનુસાર, કિમ જોંગે કહ્યું કે, અમેરિકાને આ ધમકીઓની ભારે કિંમત ચૂકવવી પડશે. અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીની સાથે દ્વિપક્ષીય મુલાકાત દરમિયાન ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ ઉત્તર કોરિયા પર વધુ પાબંધીઓ લગાવશે. જણાવી દઈએ કે, ઉત્તર કોરિયાના સતત મિસાઈલ પરીક્ષણ બાદ ટ્રમ્પે કિમ જોંગ ઉનને રોકેટમેન ગણાવ્યા હતા અને કહ્યું હતું કે કિમ જોંગ સુસાઈડ મિશન પર છે.

ડોનાલ્ડ ટ્રમ્પના પાબંદી લગાવવાના આ પ્રસ્તાવથી ઉત્તર કોરિયાના આ મંત્રીએ કહ્યું હતું કે, અમે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી ડરવાના નથી. ઉત્તર કોરિયાના શક્તિશાળી અને છઠ્ઠા પરમાણુ બોમ્બ પરીક્ષણ પછી સંયુકત રાષ્ટ્રએ તેના પર અત્યાર સુધીના સૌથી મોટા પ્રતિબંધ મુકી દીધા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.