મિસાઈલ જાપાન ઉપર થઈને પ્રશાંત મહાસાગરમાં તૂટી પડયું: સાઉથ કોરીયા અને અમેરિકા સહિતના દેશો સતર્ક: સખત કાર્યવાહી થશે

 

નવીદિલ્હી

ઉતર કોરીયાએ જાપાન ઉપરથી મિસાઈલ છોડતા વિશ્ર્વમાં તંગદીલી વધી છે. આ મિસાઈલ ૨૭૦૦ કી.મી.નું અંતર કાપી પ્રશાંત મહાસાગરમાં તૂટી પડતા જાનહાની ટળી હતી. બીજી તરફ ઉતર કોરીયાની ગુસ્તાખીથી છંછેડાયેલા દક્ષિણ કોરીયાએ સરહદ ઉપર બોમ્બમારો કર્યો હોવાનું જાણવા મળે છે.

ઉતર કોરીયા દ્વારા અવાર નવાર થતા મિસાઈલ પરીક્ષણોનાં અમેરિકા સહિતના દેશો ઉગ્ર પ્રત્યાઘાતો આપી રહ્યા છે. આજે જાપાન ઉપરથી મિસાઈલ છોડતા સ્થિતિ વણસી છે. જાપાન, દક્ષિણ કોરીયા અને અમેરિકા ઉતર કોરીયાના શકિતપ્રદર્શનથી રોષીત છે. જાપાને ઉતર કોરીયાની હરકતને ગંભીર ખતરો ગણાવ્યો છે. અને પોતાના નાગરીકોને બચાવવા માટે જ‚રી પગલા લેવાની તૈયારી પણ કરી છે. અગાઉ પણ ઉતર કોરીયાએ જાપાન ઉપરથી મિસાઈલ દાગીને અમેરિકાના સૈન્ય અડ્ડા ગુઆમને નિશાન બનાવવાની ધમકી આપી હતી. થોડા સમય પહેલા જ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પ ઉતર કોરીયાને નિસ્તનાબુદ કરવાની ધમક ઉચ્ચારી ચૂકયા છે. ત્યારે આજે જાપાન ઉપર છોડેલું મિસાઈલ ૨૭૦૦ કીમીનું અંતર કાપી દરીયામાં પડયું હોય વિશ્ર્વમાં તંગદીલી વધી છે. ટુંક સમયમાં યુધ્ધના એંધાણ દેખાઈ રહ્યા છે.

વર્ષ ૧૯૯૮માં ઉતર કોરીયા સૌ પ્રથમ વખત જાપાન ઉપરથી રોકેટ છોડયું હતુ જેની મારક ક્ષમતા ૧૫૦૦ કીમીની હતી. આ રોકેટ પણ પ્રશાંત માસાગરમાં પડયું હતુ. ત્યારબાદ ૨૦૦૯માં પણ ઉતર કોરીયા જાપાન ઉપરથી રોકેય પરિક્ષણ કર્યું હતુ આજે ફરીથી ઉતર કોરીયાએ આ પ્રકારનું પરીક્ષણ કરતા દક્ષિણ કોરીયાએ સરહદ ઉપર બોમ્બમારો શ‚ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.