ચયન કરેલા ૨૦ આંતરરાષ્ટ્રીય પત્રકારોની હાજરીમાં પોતાના જ પરમાણુ પરીક્ષણ કેન્દ્રનો વિસ્ફોટ કર્યો
આંતરરાષ્ટ્રીય સરહદો પર તણાવ વધવાને કારણે વિશ્ર્વશાંતિની પહેલના ભાગરૂપે નોર્થ કોરિયાએ પોતાના એક માત્ર પરમાણું પરીક્ષણ કેન્દ્રની સુરંગોનો નાશ કર્યો છે. પરમાણું પરીક્ષણ સ્થળ પાસે હાજર વિદેશી પત્રકારોનું કહેવું છે કે તેમણે એક મોટો વિસ્ફોટ જોયો હતો. જોકે ઉતર કોરિયાએ આ પૂર્વ પણ કહ્યું હતુ.
કે પરમાણું પરિક્ષણ સ્થળને તેઓ નાશ કરશે. જોકે આ પહેલથી ઉતર કોરિયા, દક્ષિણ કોરિયા અને અમેરિકા સાથેના રાજનૈતિક સંબંધો મજબુત બનાવવા માંગે છે. કોરિયન મીડીયાના આધારે અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે પરમાણું પરિક્ષણ સ્થળ ગત વર્ષે અંતિમ પરીક્ષણ બાદ ફરી ઉપયોગમં લેવા લાયક રહ્યું ન હતુ કહેવાય છે કે ચયન કરાયેલા ૨૦ આંતરરાષ્ટ્રીય પત્રકારોને સાક્ષીમાં રાખી ૬ વિસ્ફોટથી સુરંગોનો નાશ કર્યો હતો. વિદેશી પત્રકારો જયારે વિસ્ફોટના સ્થળે પહોચ્યા ત્યારે તેમણે ૫૦ મીટરના અંતરેથી વિસ્ફોટ જોયો હતો.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com