કિમ જોંગ ઉનનો તઘલઘી હુકમ
દુનિયામાં વિવિધ દેશોના શાસકો દ્વારા ચિત્ર-વિચિત્ર આદેશો કરીને ચર્ચામાં રહ્યા છે ત્યારે પિતાની દસમી વરસીએ કોરીયાની પ્રજા માટે કર્યો વિચિત્ર આદેશ
અબતક, રાજકોટ
ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉન દ્વારા તેમના પિતા અને દેશના ભૂતપૂર્વ તાનાશાહી કિમ જોંગ-ઇલની 10મી વરસીએ વિચિત્ર નિયમો ફરમાન કરેલ છે જેમાં ઉત્તર કોરિયાના લોકો ગત શુક્રવારથી આગામી 11 દિવસ સુધી દેશમાં રાષ્ટ્રીય શોક જાહેર કરીને પ્રજા માટે ચિત્ર-વિચિત્ર નિયમો જાહેર કર્યા છે જેના ભંગ બદલ આકરી સજા કરવામાં આવશે.
ત્રણ પેઢીથી ઉત્તર કોરીયા નીસલ્તનત પર કબ્જો ધરાવતાં કિમ જોંગ પરિવારના દાદા કિમ ઇલ સુંગે 1948 માં દેશની સ્થાપના કર્યા બાદ 1994માં તેનું મૃત્યુ થયું હતું. 1994માં તેમના મૃત્યુ બાદ સૌથી મોટા પુત્ર કિમ જોંગ ઇલને સતામળી હતી: તેમણે 1994 થી 2011 સુધી શાસન કર્યા બાદ 17 ડિસેમ્બર 2011 ના રોજ મૃત્યુ પામ્યા હતા. તેના બાદ પુત્ર કિમ જોંગ ઉન એ સત્તા સંભાળી હતી. આજે તેની તાના શાહી સત્તાને 10 વર્ષ પૂર્ણ થયા છે.
આજે પિતાની 10મી વરસી નિમિતે ઉત્તર કોરિયાના તાનાશાહી શાસક કિમ જોંગ ઉન દ્વારા પ્રજા માટે વિચિત્ર ફરમાનો કર્યા છે, જેનો અમલ પ્રજાએ આજથી 11 દિવસે માટે કરવો ફરજીયાત છે.
ચિત્ર-વિચિત્ર ફરમાનોમાં પિતાના શોકના પગલે સમગ્ર પ્રજાએ શોકમાં રહેવું, પોતાના ઘરમાં કોઇ મૃત્યું પામે તો પણ રડવું નહી, અને કોઇ મૃત્યુ થાય તો તેની અંતિમ વિધી પણ ન કરવા ફરમાન કરેલ છે. ઉપર કોરિયાની પ્રજાએ આ દિવસોમાં હસવા ઉપર પ્રતિબંધ સાથે શરાબ ન પીવા સાથે શોપિંગ કરવા પર પણ સંપૂર્ણ પ્રતિબંધ મુકેલ છે. આ દિવસો દરમ્યાન આવતા જન્મ દિવની ઉજવણી પણ પ્રતિબંધ મુકાયો છે. પિતાની વરસીના 11 દિવસો દરમ્યાન ઉત્તર કોરિયાની પ્રજા જોરથી રડી નહી શકે તેવો તઘલખી નિયમ પણ બહાર પાડયો છે.
દુનિયાના ચિત્ર-વિચિત્ર ફરમાનો !!
વિશ્ર્વભરનાં વિવિધ દેશોમાં ચિત્ર-વિચિત્ર કાયદાઓને કારણે દેશ વૈશ્ર્વિક લેવલે ચર્ચામાં રહ્યા છે ઉત્તર કોરિયા બાદ વિશ્ર્વના ઘણા દેશોના આવા ફરમાનો ખુબ જ રસપ્રદ અને વિચિત્ર છે.
* થાઇલેન્ડ દેશમાં ફૂટપા પર ચ્યુઇગમ થૂંકવાથી 600 ડોલરનો દંડ થાય છે.
* થાઇલેન્ડમાં તમે શર્ટ પહેર્યા વિના કાર ન ચલાવી શકો તેવો નિયમ છે
* સ્વિટઝલેન્ઠડમાં રાત્રે 10 વાગે તમામ લોકોએ તેનો વ્યવસાય બંધ જ કરવો ફરજીયાત છે.
* ઇટાલી દેશમાં મહિલાઓ માટે જાહેરમાં સ્કર્ટ પહેરવાની મનાઇ છે.
* પશ્ર્ચિમ ઓસ્ટ્રેલીયામાં પ0 કિલોથી વધુ બટેટાનો સંગ્રહ કરી શકાતો નથી.
* સુદાન દેશમાં મહિલાઓ માટે કડક ડ્રેસ કોડ છે. જયારે ઇજિપ્તમાં પુરૂષો માટે બેલેડાન્સ કરવા ઉપર પ્રતિબંધ છે.
* દુનિયામાં એક માત્ર હોલેન્ડ દેશે વૈશ્યાવૃત્તિને કાયદેસર બનાવીને તેની કમાણીને કરપાત્ર ગણી છે.