સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં મળેલી સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સિલની જોઈન્ટ બેઠકમાં લેવાયો નિર્ણય
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણના કાર્યભારને અઢી વર્ષ પુરા થતા સર્ચ કમિટીની રચનાની કવાયત હાથ ધરવામાં આવી છે. તેના ભાગ‚પે ગઈકાલે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સિન્ડીકેટ અને એકેડેમીક કાઉન્સિલની જોઈન્ટ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠકમાં સર્ચ કમિટીના પ્રથમ સદસ્ય તરીકે ઉતર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ બાબુલાલ એ.પ્રજાપતિની સર્વાનુમતે પસંદગી કરવામાં આવી હતી. સિન્ડીકેટ સભ્ય નેહલ શુકલે આ નામની દરખાસ્ત મુકી હતી અને ડો.ભાવિન કોઠારી, ગીરીશ ભીમાણી અને પ્રવિણસિંહે તેને ટેકો આપ્યો હતો.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, એકેડેમીક કાઉન્સિલ અને સિન્ડીકેટની આજરોજ એક બેઠક મળી હતી. જેમાં મોટાભાગના સદસ્યો હાજર રહ્યા હતા. યુનિવર્સિટી એક ટીમ તરીકે કાર્ય કરે છે. જે અન્વયે ઉતર ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર બાબુલાલ.એ.પ્રજાપતિની સર્વાનુમતે દરખાસ્ત કરવામાં આવી છે અને સર્વે સદસ્યોએ તેમણે ટેકો જાહેર કર્યો છે.વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, યુનિવર્સિટીની પરંપરા રહી છે કે યુનિવર્સિટી પોતે સદભાવનાઓ બધા જ સભ્યોમાં કેળવી છે. જુદા-જુદા કાર્યક્રમથી લઈ સર્ચ કમિટીના સદસ્યને એકેડેમીક કાઉન્સિલની સિન્ડીકેટનો અધિકાર છે. તેમાં એક દરખાસ્ત થાય અને પછી તેનો સાદર સ્વિકાર કરે તેવું ભાગ્યે જ અન્ય યુનિવર્સિટીમાં જોવા મળતું હોય છે પરંતુ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તાસીર છે કે તેમાં બધા જ સદસ્યો વિચારધારા અને હિત આવે ત્યારે આખી ટીમ એક થઈને કામ કરે છે. આજરોજ ૨૮ એકેડેમીક કાઉન્સિલ અને સિન્ડીકેટ સભ્યો જેમાં ૯૦ ટકાથી વધુ સદસ્યો હાજર રહ્યા હતા અને બાબુલાલ એ.પ્રજાપતિની સર્વાનુમતે નામનો સ્વિકાર કર્યો હતો. હવેની પ્રક્રિયા જોઈન્ટ બોર્ડના કુલપતિ અને ગવર્નર સદસ્યની રહેશે. જે ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે અને ૬ મહિનાની અંદર નવા કુલપતિની શોધખોળ માટેની પ્રક્રિયા પૂર્ણ થશે.