મેઘાલયમાં કોંગ્રેસ સરકારે ધારાસભામાં પશુ વેપાર ગેરકાયદે સામે ઠરાવ પાસ કર્યોકાયદાના નામે રાજકારણથી આરએસએસ ખફા
મેઘાલય અને મિઝોરમ સહિતના ઉત્તર-પુર્વના રાજયોએ ગૌમાંસને પોતાનો મુખ્ય ખોરાક ગણાવી કેન્દ્ર સરકારના કાયદાને માનવાનો નનૈયો કરી રહ્યા છે મેઘાલય વિધાનસભામાં ઠરાવ પારીત કરી કાયદો માનવાનો ઈન્કર કરાયો છે. ગૌમાસના નામે રાજકારણ ગરમાયું છે. ત્યારે ગૌમાતા નામે થતા રાજકારણથી આરએસએસ ખફા થયું છે અને તેના મુખપત્ર પંચજન્યમાં ગાયનું રાજકારણ કોરણે મૂકી વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી છે.
પંચજન્યન પૂર્વ તંગી ત‚ણ વિજયે આર્ટીકલમાં કેરળમાં થયેલી ઘટનાના દોષિતોને સજા કરવાની માંગ કરી છે. ઉપરાંત કહેવાતા ગૌ રક્ષકોને પોતાનું આત્મમંથન કરવાની સલાહ આપી છે. શું મંદિરો સ્વચ્છ સુઘડ છે? ગાયને સારી રીતે સાચવો છો? તેવા ધારદાર સવાલો પૂછયા છે.
આર્ટીકલમાં ઉલ્લેખ મુજબ, નોર્થ ઈન્ડિયાની સંસ્કૃતિ અને ખોરાકની ટેવ સમગ્ર દેશ ઉપર થોપી બેસાડાય નહી પરંતુ હિન્દુ સમાજમાં સૌથી મોટા પાપી અને લોકો છે. જેઓ ગૌરક્ષાની જવાબદારી સરકારને સોંપી ગાયોને રઝળતી મૂકે છે. આર્ટીકલમાં ગાયના દુધ માટે અપાતી દવાઓ અને વાછરડાને દુધથી વંચિત રાખવાના કૃત્ય ઉપર પણ કયાક્ષ કરવામા આવ્યા છે.
આર.એસ.એસ.ના પંચજન્યમા વિકાસ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવાની સલાહ આપી છે. બીજી તરફ ઉતર પૂર્વનાં રાજયોમાં ગૌમાસ મુદે રાજકારણ ખેલાઈ રહ્યું છે. મિઝોરમમાં મણીપૂર ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથસિંઘની બોર્ડર સિકયોરીટી મામલે મળનારી બેઠક પહેલા બીફ પાર્ટીનું આયોજન કરી વિરોધકરવામાં આવ્યો છે.