મણીપુરમાં બંધ ને આસામમાં હિંસા ભૂતકાળ બન્યા છે
મણીપુર પાણી પૂરવઠા યોજનાનું વીડિયોના માધ્યમથી ખાતમૂહૂર્ત કરતા વડાપ્રધાન
ઉત્તર પૂર્વ ભારત વિસ્તાર દેશનું વિકાસ એન્જીન બનવાની તાકાત ધરાવે છે. તેમ મણીપૂર પાણી પૂરવઠા યોજનાનું વીડીયો લીંકના માધ્યમથી ખાતમૂહૂર્ત કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યુંં હતુ.
વડાપ્રધાને જણાવ્યું હતુ કે મણીપૂરમાં બંધ હવે ઈતિહાસ બની ગયો છે. અને આસામમાં તોફાનો પણ હવે બંધ થઈ ગયા છે. ત્રીપુરા અને મિઝોરમમાં પણ યુવાનો તોફાનો ત્યજી રહ્યા છે.
ન્બ્રુરીંગ નિરાશ્રીતો પણ સારૂ જીવન ધોરણ જીવતા થઈ ગયા છે. સરકાર ઉત્તર પૂર્વને દેશ સામે જોડી રાખવા વિવિધ પ્રયાસો કરે છે. પછી તે હાઈવે હોય કે રેલવેની સુવિધા હોય કે એરપોર્ટનું આધુનિકરણ હોય એ માટે સતત કામ કરે છે. કોરોના જેવો ઘાતક રોગચાળો પર દેશના વિકાસને દેશમાં ચાલતા વિવિધ વિકાસ કામોને રોકી શકયો નથી. દેશમાં ભલે કોરોનાનો કહેર હોય અને તેની રસી કે દવા શોધાય ત્યાં સુધી આપણે તેનો મકકમતાથી સામનો કરવોનો છે. અને આપણા વિકાસ કામો ચાલુ જ રાખવાના છે. તેમ વડાપ્રધાને જણાવ્યું હતુ. મણીપૂર પાણી પૂરવઠા યોજનાનું આધુનિકરણ કરવા તથા શહેરનાં દરેક ઘરમાં પીવાનું પાણી મળી રહે તે માટે અને ઈન્ફાલના વિકસી રહેલા વિસ્તારોમાં પીવાનું પાણી પૂરૂ પાડવા માટે ખાસ નાણાની ફાળવણી કરવામાં આવી છે. અને એ યોજના માટે કામ થઈ રહ્યા છે. આ માટે ન્યુ ડેવલપમેન્ટ બેંક દ્વારા લોન સહિત રૂ.૩૦૫૪.૫૮ કરોડની ફાળવણી કરવામાં આવી છે.