અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, મકરબા અને સરખેજ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો
રાજ્યમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે વહેલી સવારથી અમદાવાદમાં જોવા મળી હતી. મળતી જાણકારી અનુસાર, અમદાવાદના એસજી હાઈવે, પ્રહલાદનગર, કર્ણાવતી ક્લબ, મકરબા અને સરખેજ વિસ્તારમાં સામાન્ય વરસાદ વરસ્યો હતો. આગામી પાંચ દિવસ ગીર સોમનાથ, વલસાડ, નવસારી, પંચમહાલ અને દાહોદ સહિતના જિલ્લામાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી.
સાત અને આઠ ઓક્ટોબરે દક્ષિણ ગુજરાતમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે તેવી પણ હવામાન વિભાગે આગાહી કરી છે. ત્યારે દિલ્હી સહિત અન્ય ઘણા રાજ્યોમાં પણ વરસાદનું એલર્ટ હવામાન વિભાગે આપ્યુ છે. દેશના પહાડી વિસ્તારોમાં આજે વરસાદનું એલર્ટ છે. અને આગામી 24 કલાકમાં ભારે વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી હતી. જોકે નવરાત્રી દરમીયાન વરસાદ ન વરસતાખૈલેયાઓને જલસા પડી ગયા હતા. જો કે હવે ફરી વરસાદની આગાહી થતા એક બાજુ ખેડૂતો ચિંતામાં મુકાયા હતા.