પાણી દરેક જીવની પ્રાથમિક જરુરીયાત છે. ત્યારે આ એક સામાન્ય બાબત જ ગણવામાં આવે છે તેવા સમયે તમે કઇ પોજીશનમાં પાણી પીવો છો તે પ્રત્યે કદાચ તમે ક્યારેય ધ્યાન નહિં આપ્યું હોય પરંતુ અહિં જે બાબત અંગે વાત કરીશું તે જાણીને કદાચ તમે પણ પાણી પીવા સમયે આ બાબતે સાવધાની રાખ્યા વગર પાણી નહિ પીઓ….
તો આવો જાણીએ કે ઉભા રહીને પાણી પીવાથી શરીરને કેવું અને કેટલું નુકશાન થાય છે…?
– કિડનીનું કામ પાણીને ગાળવાનું હોય છે. અને શરીરનાં અન્ય ભાગોમાં પહોંચાડવાનું હોય છે. ઉભા રહીને પાણી પીવાથી તમને કિડનીની બીમારી થવાની સંભાવનાઓ વધી જાય છે.
– ઉભા રહીને પાણી પીવાથી પેટની બીમારીઓ પણ થઇ શકે છે. આ રીતે પાણી પીવાથી પેટનાં અંદરની દિવાલ અને તેની આસપાસનાં અંગો પર પાણીની તેજ ધારની નુકશાન થાય છે.
– સંધિવા થવાનું એક મહત્વનું કારણ એટલે ઉભા રહીને પાણી પીવાની આદત. જે સાંધામાં રહેલાં તરલ પદાર્થનાં સંતુલનને નુકશાન પહોંચાડે છે.
– આ ઉપરાંત ઉભા રહીને પાણી પીવાથી મુત્રાશય પર પણ સીધી અસર પડે છે.